android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad માં દારૂબંધીના ધજાગરા, પંચવટી બાદ હવે ગોમતીપુરમાં દારૂની મહેફિલના ફોટા વાયરલ
calendar_today January 16, 2026

Ahmedabad માં દારૂબંધીના ધજાગરા, પંચવટી બાદ હવે ગોમતીપુરમાં દારૂની મહેફિલના ફોટા વાયરલ

અમદાવાદના પોશ વિસ્તાર પંચવટીમાં પકડાયેલી હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં શહેરના પૂર્વ વિસ્તાર ગોમતીપુરમાંથી દારૂની મહેફિલના ફોટા અને વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. ઉત્તરાયણ પર્વ દરમિયાન ગોમતીપુરની લુહારની શેરીમાં કેટલાક શખ્સો બેફામ બનીને દારૂની મહેફિલ માણતા હોવાનું કેમેરામાં કેદ થયું છે. આ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ શહેર પોલીસની કામગીરી અને દારૂબંધીના અમલીકરણ પર ફરી એકવાર મોટા સવાલો ઉભા થયા છે.તહેવારોમાં કાયદો લજવાયો વાયરલ થયેલા વીડિયો અને ફોટામાં જોઈ શકાય છે કે, ઉત્તરાયણની મજા માણવાના નામે યુવાનો અને નબીરાઓ કાયદાનો ડર રાખ્યા વગર નશામાં ચૂર થઈ રહ્યા છે. તહેવારના દિવસે પોલીસ પેટ્રોલિંગના દાવાઓ વચ્ચે પણ દારૂની આ પ્રકારે રેલમછેલ જોવા મળતા સ્થાનિકોમાં પણ રોષ છે. ગોમતીપુર પોલીસ હવે આ વાયરલ વીડિયોના આધારે લુહારની શેરીના શખ્સોની ઓળખ કરી રહી છે. એક તરફ સરકાર દારૂબંધીની વાતો કરે છે અને બીજી તરફ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં જે રીતે દારૂની મહેફિલના પુરાવા સામે આવી રહ્યા છે, તે જોતા બુટલેગરો અને નબીરાઓમાં પોલીસનો કોઈ ખોફ ન હોય તેમ જણાઈ રહ્યું છે. આ પણ વાંચો : Gandhinagar News : કમલમ માં વિજયોત્સવ, મહારાષ્ટ્ર અને BMC માં ભાજપની જીતની ગુજરાતમાં ભવ્ય ઉજવણી

Read Full Story arrow_forward
BMC Election Result 2026: મુંબઈમાં સત્તાનો ઇતિહાસ બદલાયો, ભાજપે પહેલીવાર બહુમતી મેળવી
calendar_today January 16, 2026

BMC Election Result 2026: મુંબઈમાં સત્તાનો ઇતિહાસ બદલાયો, ભાજપે પહેલીવાર બહુમતી મેળવી

મુંબઈની રાજનીતિમાં 2026ની BMC ચૂંટણી એક ઐતિહાસિક વળાંક તરીકે નોંધાઈ છે. દાયકાઓથી શિવસેનાના કબ્જામાં રહેલી BMC પર હવે ભાજપના નેતૃત્વવાળા ગઠબંધનનો કબજો થતો દેખાઈ રહ્યો છે. BMCચૂંટણી 2026 BMCચૂંટણી 2026 માત્ર એક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નથી રહી, પરંતુ તેણે મુંબઈ અને મહારાષ્ટ્રની રાજકીય દિશા બદલતી ઘટના તરીકે સ્થાન મેળવી લીધું છે. 227 વોર્ડ માટે યોજાયેલી આ ચૂંટણીમાં 1.24 કરોડથી વધુ મતદાતાઓએ ભાગ લીધો હતો. સવારે 10 વાગ્યે શરૂ થયેલી મતગણતરી સાથે જ ચિત્ર સ્પષ્ટ થવા લાગ્યું હતું કે આ વખતે પરિણામો પરંપરાગત નહીં રહે નવિનતમ અપડેટ (201/227 વોર્ડના વલણો મુજબ) ભાજપ: 86 બેઠકો શિંદે શિવસેના: 28 બેઠકો શિવસેના (UBT): 63 બેઠકો કોંગ્રેસ: 9 બેઠકો MNS: 6 બેઠકો NCP (શરદ પવાર): 1 બેઠક ભાજપ + શિંદે શિવસેના = 114થી વધુ બેઠકો, એટલે સ્પષ્ટ બહુમતી શિવસેનાની રાજકીય અને આર્થિક તાકાતનું કેન્દ્ર લાંબા સમયથી મુંબઈ શિવસેનાનું ગઢ ગણાતું રહ્યું છે. બાલાસાહેબ ઠાકરેથી લઈને ઉદ્ધવ ઠાકરે સુધી, BMC શિવસેનાની રાજકીય અને આર્થિક તાકાતનું કેન્દ્ર રહી છે. પરંતુ પક્ષમાં થયેલા વિભાજન, બદલાયેલા ગઠબંધનો અને મતદાતાઓની બદલાયેલી માનસિકતાએ આ ચૂંટણીનું પરિણામ સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. ભાજપે પહેલીવાર BMCમાં બહુમતી આ ચૂંટણીમાં ભાજપે પહેલીવાર BMCમાં બહુમતી મેળવી છે. એકનાથ શિંદેની શિવસેનાનો ટેકો ભાજપ માટે નિર્ણાયક સાબિત થયો છે. બંને પક્ષો મળીને બહુમતીનો આંકડો પાર કરી ચૂક્યા છે, જે મુંબઈના વહીવટમાં નવા યુગની શરૂઆત માનવામાં આવી રહી છે. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેના (UBT) માટે આ ચૂંટણી સૌથી મોટો પડકાર હતી. રાજ ઠાકરેની MNS સાથે એકતા બતાવી હોવા છતાં, જમીન પર તેનો ફાયદો મર્યાદિત રહ્યો. ઘણા વોર્ડમાં કાંટાની લડાઈ જોવા મળી, પરંતુ કુલ મળીને ઠાકરે ગઠબંધન ભાજપ સામે અસરકારક વિકલ્પ સાબિત થઈ શક્યું નથી. એક્ઝિટ પોલ્સે પણ પહેલેથી ભાજપની જીતની આગાહી એક્ઝિટ પોલ્સે પહેલેથી જ ભાજપ ગઠબંધનની જીતની આગાહી કરી હતી. Axis My India સહિતના સર્વેમાં ભાજપ+ને 131થી 151 બેઠકો મળવાની શક્યતા દર્શાવવામાં આવી હતી. હાલના વલણો એ જ દિશામાં આગળ વધી રહ્યા છે. દક્ષિણ મુંબઈ, મલબાર હિલ, ચારકોપ અને અન્ય મહત્વના વિસ્તારોમાં ભાજપે મજબૂત લીડ મેળવી છે. ચર્ચિત ચહેરાઓની હાર આ ચૂંટણીમાં અનેક ચર્ચિત ચહેરાઓની હાર પણ નોંધપાત્ર રહી છે. ગેંગસ્ટરથી રાજકારણી બનેલા અરુણ ગવલીની પુત્રી યોગિતા ગવલીની હાર ચર્ચામાં રહી. NCP નેતા નવાબ મલિકના ભાઈ કપ્તાન મલિકને પણ પરાજયનો સામનો કરવો પડ્યો. બીજી તરફ AIMIM જેવી પાર્ટીએ બે વોર્ડમાં લીડ મેળવી પોતાની હાજરી નોંધાવી છે. ટેકનિકલ બેકઅપ તરીકે PADU સિસ્ટમ પ્રશાસનિક રીતે પણ આ ચૂંટણી મહત્વપૂર્ણ રહી. પ્રથમ વખત મતગણતરી માટે ટેકનિકલ બેકઅપ તરીકે PADU સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો. 23 મતગણતરી કેન્દ્રો પર 2,299 કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા અને પરિણામો બાદ કાયદો-વ્યવસ્થા જાળવવા માટે 25,000થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત રહ્યા. BMC ચૂંટણી 2026નું પરિણામ સ્પષ્ટ કરે છે કે મુંબઈના મતદાતાઓએ સ્થિરતા, વિકાસ અને મજબૂત શાસન તરફ ઝુકાવ બતાવ્યો છે. ભાજપ માટે આ જીત માત્ર એક મ્યુનિસિપલ કોર્પોરેશન જીત નથી, પરંતુ આવનારી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મોટો આત્મવિશ્વાસ પણ છે. હવે આગળ શું ? હવે આગળનું ધ્યાન મેયર પદ, સ્ટેન્ડિંગ કમિટી અને BMCના મહત્વના વિભાગોની રચના પર રહેશે. મુંબઈ જેવા મેગાસિટીના વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય, પાણી અને ટ્રાન્સપોર્ટ જેવા મુદ્દાઓ પર નવી સરકાર કેવી રીતે કામ કરે છે, તેના પર સમગ્ર રાજ્ય અને દેશની નજર રહેશે.આ પણ વાંચો : કોણ છે અલી લારીજાની? જેના કારણે Iran પર અમેરિકી હુમલો અટકી ગયો

Read Full Story arrow_forward
BJP President Election: બીજેપીને 20 જાન્યુઆરીએ મળશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, પાર્ટીએ નોટિફિકેશન કર્યુ જાહેર
calendar_today January 16, 2026

BJP President Election: બીજેપીને 20 જાન્યુઆરીએ મળશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, પાર્ટીએ નોટિફિકેશન કર્યુ જાહેર

બીજેપી તરફથી શુક્રવારે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટેનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. જે મુબજ આ પદની ચૂંટણી માટે 19 જાન્યુઆરીએ ઉમેદવારી નોંધાવાશે જ્યારે નવા અધ્યક્ષની નામની જાહેરાત 20 જાન્યુઆરીએ કરવામાં આવશે. ક્યારે થશે ચૂંટણી? પાર્ટી સૂત્રો મુજબ બીજેપીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ નીતિન નબીનને નિર્વિરોધ રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટાવવાની સંભાવના છે. કારણ કે કોઇ અન્ય નેતાએ ચૂંટણી લડવાની સંભાવના ઘણી જ ઓછી છે. ભાજપના રાષ્ટ્રીય રિટર્નિંગ ઓફિસર કે લક્ષ્મણ દ્વારા જાહેર કરાયેલ સંગઠનાત્મક ચૂંટણી સમયપત્રક અનુસાર પક્ષના પ્રમુખની ચૂંટણી માટે નામાંકન 19 જાન્યુઆરીના રોજ બપોરે 2 થી 4 વાગ્યા સુધી દાખલ કરી શકાય છે. તે જ દિવસે સાંજે 5 થી 6 વાગ્યા સુધી નામાંકન પણ પાછું ખેંચી શકાય છે.પીએમ મોદી અને અમિત શાહ બનશે પ્રસ્તાવકપીએમની હાજરીને ભાજપના સંગઠનાત્મક અને વૈચારિક દિશામાં સાતત્ય અને સ્થિરતા પર ભાર મૂકવા તરીકે જોવામાં આવી રહી છે. આ નામાંકન પ્રક્રિયા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી માટે સ્થાપિત આંતરિક સંગઠનાત્મક માળખાનો એક ભાગ છે. ઘણા વરિષ્ઠ નેતાઓ, કેન્દ્રીય નેતૃત્વના સભ્યો અને મુખ્ય અધિકારીઓ આ કાર્યક્રમમાં હાજરી આપે તેવી અપેક્ષા છે, જે તેને પક્ષના સંગઠનાત્મક કેલેન્ડરમાં એક ઉચ્ચ પ્રોફાઇલ ઘટના બનાવશે. 20 જાન્યુઆરીએ થશે જાહેરાત નોમિનેશન પ્રક્રિયા પૂર્ણ થયા પછી નવા ભાજપ પ્રમુખની ઔપચારિક જાહેરાત 20 જાન્યુઆરીએ થવાની છે. આ જાહેરાત આગામી ચૂંટણી પડકારો પહેલાં પક્ષના નેતૃત્વ માળખા અંગે સ્પષ્ટતા પ્રદાન કરશે અને રાષ્ટ્રીય સ્તરે ભાજપની સંગઠનાત્મક વ્યૂહરચના આકાર આપશે તેવી અપેક્ષા છે.રાજકીય નિરીક્ષકો આ વિકાસ પર નજીકથી નજર રાખી રહ્યા છે, કારણ કે આ નિમણૂક એવા નિર્ણાયક સમયે થઈ છે જ્યારે ભાજપ તેની સંગઠનાત્મક શક્તિને મજબૂત કરવા અને લાંબા ગાળાના શાસન અને ચૂંટણી લક્ષ્યો સાથે તેના નેતૃત્વને સંરેખિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. 14 ડિસેમ્બરે બન્યા કાર્યકારી અધ્યક્ષ પાંચ વખતના બિહાર ધારાસભ્ય નીતિન નબીનને 14 ડિસેમ્બરે ભાજપના કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ પક્ષ પ્રમુખ તરીકે તેમનું ઔપચારિક ઉદ્ઘાટન ખરમાસ (એક અશુભ સમયગાળો) ને કારણે વિલંબિત થયું હતું, જે 14 જાન્યુઆરીએ સમાપ્ત થાય છે. કાર્યકારી પ્રમુખ બન્યા પછી, નબીન રાજ્યોનો પ્રવાસ કરી રહ્યા છે અને સંગઠન સાથે સંપર્ક વધારી રહ્યા છે. તેઓ અગાઉ BJYM બિહાર પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. કાર્યકારી પ્રમુખ તરીકે નિમણૂક થયા પછી, નબીન વિવિધ રાજ્યોનો પ્રવાસ કરી રહ્યા છે અને પક્ષના સાથીદારોને મળી રહ્યા છે. નવીન અગાઉ ભારતીય જનતા યુવા મોરચાના બિહાર પ્રમુખના પદ સહિત પાર્ટીમાં અનેક મહત્વપૂર્ણ સંગઠનાત્મક હોદ્દાઓ સંભાળી ચૂક્યા છે. આ પણ વાંચો-  Chaturgrahi Rajyog 2026: મકરસંક્રાંતિ બાદ આ રાશિને મોજ, ચર્તુગ્રહી રાજયોગ કરાવશે ફાયદો જ ફાયદો

Read Full Story arrow_forward