Surat News : સુરતના ગોડાદરામાં હત્યાની અદાવતમાં ફાયરિંગ, ભોગ બનનારના શરીર માંથી ગોળી કાઢવામાં આવી
સુરતના ગોડાદરામાં હત્યાની અદાવતમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે અને ફાયરિંગમાં યુવકને ગોળી વાગતા ઇજાગ્રસ્ત થયો છે અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ગોડદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આસપાસના સીસીટીવી તપાસ માટે લીધા સુરતના ગોડાદરામાં હત્યાની અદાવત રાખીને યુવક પર ફાયરિંગ કરવામાં આવ્યું છે, અને અંગત અદાવતમાં ફાયરિંગ કરવામાં આવતા પોલીસે પણ તપાસ શરૂ કરી છે અને ભોગ બનનારના શરીર માંથી ગોળી બહાર કાઢવામાં આવી છે, હત્યાના ઈરાદે આ ફાયરિંગ કર્યુ હોવાની પોલીસને શંકા છે અને પોલીસે ફાયરિંગ કરનારની પણ અટકાયત કરી છે અને ભોગ બનનારની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. ગોડાદરા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો ફાયરિંગ કરનાર શખ્સની અટકાયત કરવામાં આવી છે અને પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે, સમગ્ર ઘટનામાં તપાસનો ધમધમાટ છે અને ફાયરિંગ કરનાર શખ્સ પણ ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવાની વાત સામે આવી છે. આ પણ વાંચો : Vadodara News : વડોદરાના વાઘોડિયામાં કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં 2ના મોત
Read Full Story arrow_forward