android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલનો એક દાયકો પૂર્ણ, PM Modiએ એક્ઝિબિશનની લીધી મુલાકાત
calendar_today January 16, 2026

સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલનો એક દાયકો પૂર્ણ, PM Modiએ એક્ઝિબિશનની લીધી મુલાકાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે 'સ્ટાર્ટઅપ ઇન્ડિયા' પહેલના એક દાયકા પૂર્ણ થવાના પ્રસંગે રાષ્ટ્રીય રાજધાનીમાં એક કાર્યક્રમમાં હાજરી આપશે. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) એ ગુરુવારે આ જાહેરાત કરી.  પ્રધાનમંત્રી મોદીએ 16 જાન્યુઆરી, 2016 ના રોજ 'સ્ટાર્ટઅપ ઇન્ડિયા' લોન્ચ કર્યું. આજે તેના 10 વર્ષ પૂર્ણ થતા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અગાઉ પીએમએ સ્ટાર્ટઅપ ડેને લઇને આયોજિત એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી. 

Read Full Story arrow_forward
Vadodara માં મોલમાં થયેલા અગ્નિકાંડને લઈને મોટા સમાચાર, FSL ની ટીમ મેદાને, જાણો શું કહ્યું...
calendar_today January 16, 2026

Vadodara માં મોલમાં થયેલા અગ્નિકાંડને લઈને મોટા સમાચાર, FSL ની ટીમ મેદાને, જાણો શું કહ્યું...

વડોદરાના સીને મોલમાં ગઈકાલે બપોરે લાગેલી ભયાનક આગના મામલે હવે વહીવટી તંત્ર અને તપાસ એજન્સીઓ એક્શન મોડમાં આવી છે. આગની ઘટના બાદ આજે સવારે એફએસએલ (FSL) ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ કયા કારણોસર લાગી તે જાણવા માટે વિવિધ નમૂનાઓ એકત્ર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ્યારે મોલમાં એકાએક આગ ફાટી નીકળી ત્યારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. સાવચેતીના ભાગરૂપે મોલની બાજુમાં આવેલા પેટ્રોલ પંપનું વીજ કનેક્શન પણ કાપી દેવામાં આવ્યું હતું જેથી મોટી હોનારત નિવારી શકાય.સીને મોલ આગ અપડેટ તંત્ર દ્વારા લેવામાં આવેલા કડક વલણ મુજબ, જ્યાં સુધી મોલના સંચાલકો ફાયર સેફ્ટી સહિતના તમામ જરૂરી સર્ટિફિકેટ્સ રજૂ નહીં કરે ત્યાં સુધી મોલને ફરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્રક્રિયા પૂર્ણ થતા અને રિપોર્ટ આવતા અંદાજે બે મહિના જેટલો સમય લાગી શકે છે, ત્યાં સુધી સીને મોલ બંધ રહે તેવી શક્યતા છે. હાલ પોલીસ અને ફાયર વિભાગ દ્વારા મોલમાં સેફ્ટીના સાધનો કાર્યરત હતા કે નહીં તે દિશામાં પણ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ પણ વાંચો : Porbanadar માં શિક્ષણ જગતની મોટી બેદરકારી, કોલેજની ભૂલને કારણે 42 MBA વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત

Read Full Story arrow_forward
Ahmedabad: ઉત્તરાયણ દરમિયાન ગુજરાતમાં બે દિવસમાં ઇમરજન્સી કેસોમાં 33% નો વધારો
calendar_today January 16, 2026

Ahmedabad: ઉત્તરાયણ દરમિયાન ગુજરાતમાં બે દિવસમાં ઇમરજન્સી કેસોમાં 33% નો વધારો

ગુજરાતનો લોકપ્રિય તહેવાર ઉત્તરાયણ આ વર્ષે ઇમરજન્સી સેવાઓ માટે ભારે દોડધામભર્યો રહ્યો છે. 108 ઇમરજન્સી સેવા દ્વારા જાહેર કરાયેલા આકંડા પ્રમાણે, 14 અને 15મી જાન્યુઆરી એમ બે દિવસમાં રાજ્યભરમાં કુલ 11,578 ઇમરજન્સી કેસ હેન્ડલ કરવામાં આવ્યા હતા. સામાન્ય દિવસોની સરખામણીએ આ દિવસોમાં કટોકટીના કેસોમાં સરેરાશ 33 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. 14મી જાન્યુઆરીએ 5,897 કેસ અને 15 જાન્યુઆરીએ 5,681 ઇમરજન્સીના કેસ નોંધાયા છે.ચોંકાવનારા વધારાના કારણો સૌથી વધુ આંચકાજનક વધારો ક્રશ ઇન્જરી એટલે કે ગંભીર ઇજાઓમાં જોવા મળ્યા હતા. જે ઉત્તરાયણના દિવસે સામાન્ય દિવસો કરતા 1018% અને બીજા દિવસે 791% જેટલો વધુ હતો.પતંગ ચગાવતી વખતે ઉત્સાહમાં આવીને છત પરથી પડવાના કે લપસી જવાના કિસ્સાઓમાં પણ ભારે વધારો નોંધાયો છે. હિંસા અને અકસ્માતના કિસ્સાની સંખ્યા તહેવારના માહોલમાં ઘર્ષણના કિસ્સાઓ પણ વધ્યા છે. શારીરિક હુમલાના કેસોમાં ઉત્તરાયણના દિવસે 284% નો મોટો ઉછાળો જોવા મળ્યો હતો. માર્ગ અકસ્માતોની વાત કરીએ તો, વાહન અકસ્માતના કેસોમાં 14 તારીખે 118% નો વધારો થયો હતો. આ ઉપરાંત, પતંગની કાતલ દોરીથી ગળા કપાવવા, ઇલેક્ટ્રોક્યુશન વીજ કરંટ અને દાઝી જવાના કિસ્સાઓએ પણ ૧૦૮ ની ટીમને વ્યસ્ત રાખી હતી. આ પણ વાંચોઃ Vadodara: ઈસ્ત્રી ટાઈટ કપડાં અને ખભા પર બેગ, કોર્પોરેટ સ્ટાઈલમાં 18 લાખની ચોરી!

Read Full Story arrow_forward