android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bharuch: કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત નિવારણ કાર્યક્રમ યોજાયો
calendar_today October 23, 2026

Bharuch: કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત નિવારણ કાર્યક્રમ યોજાયો

ભરૂચ જિલ્લા કલેકટર ડો.નવનાથ ગવ્હાણેની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઓનલાઈન પોર્ટલના માધ્યમથી રજૂ થયેલી નાગરિકોની અરજીઓ અંગે અરજદારોની રજુઆતો સાંભળવામાં આવી હતી. આ બેઠકમાં કાયદો અને વ્યવસ્થાને લગતા પ્રશ્નો, રસ્તાના સમારકામ, પાણીના નિકાલ, ગેરકાયદેસર બાંધકામ અને દબાણ દૂર કરવા, નગરપાલિકા તેમજ ગ્રામ પંચાયતના પ્રશ્નો સહિતના વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેકટરે અરજદારોની રજુઆતોને ગંભીરતાથી સાંભળી સંબંધિત વિભાગોના અધિકારીઓ પાસેથી દરેક પ્રશ્ન અંગે વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે નાગરિકોની સમસ્યાઓનું ત્વરિત, પારદર્શક અને નિયમોનુસાર નિરાકરણ લાવવા તેમજ અરજદારોને યોગ્ય ન્યાય મળે તે સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી, નિવાસી અધિક કલેકટર સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો 

Read Full Story arrow_forward
Vadodara: CA ઇન્ટરમીડિયેટમાં વડોદરાના વિદ્યાર્થીઓ ઝળક્યાં : 3નો દેશમાં ટોપ-50મા રેન્ક આવ્યો
calendar_today October 23, 2026

Vadodara: CA ઇન્ટરમીડિયેટમાં વડોદરાના વિદ્યાર્થીઓ ઝળક્યાં : 3નો દેશમાં ટોપ-50મા રેન્ક આવ્યો

ધ ઇન્સ્ટિટયૂટ ઓફ્ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ્ ઇન્ડિયા (ICAI) દ્વારા સપ્ટેમ્બર 2026માં લેવાયેલી CA ઇન્ટરમીડિયેટ પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું. વડોદરા બ્રાન્ચમાંથી પરીક્ષા આપનારા 1,325 પૈકી 3 વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા ટોપ-50માં સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જેમાં સિટી ટોપર હર્ષ સરવૈયાએે 16મો AIR મેળવ્યો હતો.વડોદરા સેન્ટર પરથી કુલ 1325 વિદ્યાર્થીઓએ ગત સપ્ટેમ્બરમાં CA ઇન્ટરમીડિયેટ પરીક્ષા આપી હતી. જે પરીક્ષાનું રિઝલ્ટ આજે જાહેર થયું, જેમાંથી 306 વિદ્યાર્થીઓ સફ્ળ થતાં બ્રાન્ચનું કુલ પરિણામ 23.09 ટકા નોંધાયું હતું. બંને ગ્રૂપ માટે 473 પૈકી 70 વિદ્યાર્થીઓએ (14.80 %) બંને ગ્રૂપ ક્લિયર કર્યા હતા. તેવી રીતે 56 વિદ્યાર્થીઓ ગ્રૂપ-1 (11.84 %) અને 9 વિદ્યાર્થીઓ ગ્રૂપ-2 (1.90 %) પાસ કરવામાં સફ્ળ રહ્યાં હતા. પ્રથમ ગ્રૂપની પરીક્ષા આપનારા 584 વિદ્યાર્થીઓમાંથી 113 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા, જેનું પરિણામ 19.35 ટકા રહ્યું હતું. બીજા ગ્રૂપની પરીક્ષા આપનારા 268 વિદ્યાર્થીઓમાંથી 58 વિદ્યાર્થીઓ પાસ થતાં આ કેટેગરીમાં પરિણામ 21.64 ટકા આવ્યું હતું. સમગ્ર દેશના પરિણામ (All Over India Result)ની સરખામણી કરીએ તો રાષ્ટ્રીય સ્તરે ગ્રૂપ-1નું પરિણામ 23.14 ટકા, ગ્રૂપ-2નું 18.92 ટકા અને બંને ગ્રૂપનું સંયુક્ત પરિણામ 13.21 ટકા નોંધાયું છે. તેની સામે વડોદરાના વિદ્યાર્થીઓએ બંને ગ્રૂપમાં રાષ્ટ્રીય સરેરાશ કરતાં બહેતર દેખાવ કરતાં 14.80 ટકા સાથે ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું છે. વડોદરાના હર્ષ સરવૈયાએ 600માંથી 468 ગુણ મેળવીને શહેરમાં પ્રથમ સ્થાન મેળવવાની સાથે સમગ્ર દેશમાં ઓલ ઇન્ડિયા 16મો રેન્ક (AIR16) પ્રાપ્ત કર્યો, જ્યારે મનિષ શર્મા 435 ગુણ સાથે ઓલ ઇન્ડિયા 46મો રેન્ક (AIR46) અને કણઝારિયા હર્ષ કરમશીભાઈ 423 ગુણ સાથે દેશભરમાં 49મો રેન્ક (AIR 49) હાંસલકરવામાં સફ્ળ રહ્યાં છે. આ ઉપરાંત, વ્રજેશ શાંતિલાલ પરમારે 438 ગુણ સાથે સિટીમાં બીજો રેન્ક અને ચૌધરી પાર્થ રમેશભાઈએ 420 ગુણ સાથે સિટીમાં પાંચમો રેન્ક મેળવ્યો છે.ઉલ્લેખનિય છે કે, સફ્ળતા મેળવનાર વિદ્યાર્થીઓ સાથે WICASA દ્વારા સન ફાર્મા રોડ પર આવેલા ICAI ભવન ખાતે પરિણામોનું વિશ્લેષણ અને તેમની મહેનતની ગાથા રજૂ કરતો સંવાદ યોજાયો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો 

Read Full Story arrow_forward
Vadodara: કૉન્સેપ્ટ ક્લિયર હોય તો કોઈ પરીક્ષા અઘરી નથી
calendar_today October 23, 2026

Vadodara: કૉન્સેપ્ટ ક્લિયર હોય તો કોઈ પરીક્ષા અઘરી નથી

સેલ્ફ્ સ્ટડી પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું અને રોજના 8થી 10 કલાકનું અસરકારક વાંચન કરતો હતો. મારા મોટાભાઈ ક્વોલિફાઇડ સીએ છે અને ખાનગી કંપનીમાં જોબ કરે છે. ઘરમાં ભાઈ સીએ હોવાને કારણે મને પહેલેથી જ ખ્યાલ હતો કે આ કોર્સમાં કેવા વિષયો આવે છે, એન્વાયરમેન્ટ કેવું હોય છે અને આખી પ્રક્રિયા કેવી રહે છે. શરૂઆતથી જ મને મારા પર પૂરો આત્મવિશ્વાસ હતો. આ ઉપરાંત ક્યારેક ટેસ્ટ ખરાબ જાય કે વાંચવાનો મૂડ ન હોય તો હું બ્રેક લઈ લેતો, જેથી ફરી તાજગી સાથે કન્સિસ્ટન્સી જળવાઈ રહે. હવે આર્ટિકલશિપ પૂર્ણ કરી CA ફાઇનલની પરીક્ષા આપવાની છે. આર્ટિકલશિપ દરમિયાન જે ઍક્સ્પોઝર મળશે તેના આધારે ભવિષ્યમાં કઈ ઇન્ડસ્ટ્રીમાં આગળ વધવું તે નક્કી કરશે. પોઝિટિવ એટિટયુડ અને સેલ્ફ્ કોન્ફ્ડિન્સ સૌથી જરૂરી છે. છેલ્લી ઘડીએ અતિશય ભારણ લેવાને બદલે જો ડે-1થી જ અભ્યાસ શરૂ કરાય અને અંત સુધી સાતત્ય જાળવી રાખો, તો સીએની પરીક્ષા કોઈ પણ વધારાના ટેન્શન વિના સરળતાથી પાસ કરી શકાય છે. - હર્ષ સરવૈયા, AIR16.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો 

Read Full Story arrow_forward