android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara: રૂા. 3 કરોડમાં બનાવેલા રોડના 8મા દિવસે ડામરનાપોપડાં ઉખડતા વિવાદ
calendar_today October 23, 2026

Vadodara: રૂા. 3 કરોડમાં બનાવેલા રોડના 8મા દિવસે ડામરનાપોપડાં ઉખડતા વિવાદ

વાઘોડિયા જીઆઈડીસીથી આંકડિયાપુરા ગામ સુધીનો રૂ.3 કરોડના ખર્ચે નવો જ બનાવેલા રોડનો ડામર ઉખડવા લાગતા વિવાદ સર્જાયો હતો. ઘટનાને લઈને ધારાસભ્ય સ્થળ પર દોડી ગયા હતા અને ડામરના બે સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવાની કવાયત હાથ ધરતા પંચાયતના આર એન્ડ બીમાં ફફડાટ ફેલાયો છે. વાઘોડિયાની સિધ્ધી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટથી આંકડિયાપુરા તરફ વાહનોની રોજીંદી અવર જવર વધુ હોય છે. ત્યારે આ રોડ ખખડધજ હોઈ તે નવો બનાવવામાં આવે તો વધુને વધુ લોકોને તેનો લાભ મળે તેમ હતો. ત્યારે ગયા વર્ષે કાચો-પાકો રોડ તૈયાર કરાયો હતો. એ પછી વડોદરા જિલ્લા પંચાયતના આર એન્ડ બી વિભાગ દ્વારા આ રોડનુ કાર્પેટીંગનુ કામ ગત તા.21મી માર્ચ-2026ના રોજ શ્રીરામ કન્ટ્રક્શન નામના કોન્ટ્રાક્ટરને સોંપાયુ હતુ. છ મહિનાની સમય મર્યાદા અપાઈ હતી. અંદાજે ત્રણ કિ.મી.ની લંબાઈ ધરાવતા આ રોડનુ કાર્પેરીંગ કરવાનુ હતુ. જેમાં 3.75 મીટર પહોળાઈનો આ રોડ છે. આ રોડનુ કાર્પેટીંગનુ કામ પૂર્ણ થતા જ ગઈ તા.15મી ઓક્ટોબર-2026ના રોજ રોજનો શુભારંભ કરાયો હતો, પરંતુ રોડની ગુણવત્તા હલકી કક્ષાની હોવાની બૂમ ઉઠી હતી. એવામાં આજે ડામર ઉખડવા લાગતા વિવાદ સર્જાયો હતો. રોડની કામગીરી શંકાના દાયરામાં મૂકાઈ ગઈ હતી. વિવાદ સામે આવતા સ્થાનિક ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા એક્શનમાં આવી ગયા હતાં અને તેઓ તુરંત જ સ્થળ પર દોડી ગયા હતાં. જે સામે જિલ્લા પંચાયતના આર એન્ડ બી વિભાગના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતાં. એ પછી તે રોડની જુદી જુદી જગ્યાએથી ડામરના બે સેમ્પલ લેવાયા હતાં. જેને લેબોરેટરીમાં ટેસ્ટીંગ માટે મોકલવાની કવાયત હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો 

Read Full Story arrow_forward
Ahmedabad: ભારત સામે નિર્ભય ક્રિકેટ રમીશું: કેપ્ટન
calendar_today October 23, 2026

Ahmedabad: ભારત સામે નિર્ભય ક્રિકેટ રમીશું: કેપ્ટન

ઝિમ્બાબ્વે કેપ્ટન જોસેફ્નિન્કોમોએ જણાવ્યું હતું કે, બોલિંગ એ ઝિમ્બાબ્વેની સૌથી મોટી તાકાત છે. જોકે 20માં બોલર્સ ધાર્યા મુજબ પ્રદર્શન કરી શક્યાં ન હતા, પરંતુ વન-ડેમાં લાઇન-લેન્થના યોગ્ય અમલ સાથે બોલિંગ યુનિટ મજબૂત વાપસી કરશે તેવી આશા છે. જો પાવરપ્લે અને મિડલ ઓવર્સમાં પ્લાન મુજબ એક્ઝિક્યૂશન થશે તો ટીમ સારો પડકાર ફેંકી શકશે. ખેલાડીઓને ફ્ક્ત એક જ સલાહ આપવામાં આવી છે કે, ક્રિકેટ આખરે એક રમત છે, ભૂલો થાય તો તેમાંથી ઝડપથી બહાર નીકળીને આગામી બોલ પર ધ્યાન કેન્દ્રિત કરવું. અમારું લક્ષ્ય કોઈ પણ ડર વગર નિર્ભયપણે મેદાનમાં ઉતરી એક સમયે એક મેચ પર ફેકસ કરવાનું રહેશે. ટીમ પ્રેક્ટિસ સેશન દ્વારા અહીંની પિચ અને વાતાવરણ સાથે ઝડપથી અનુકૂલ સાધી લેશે. વડોદરાની વિકેટ પર વધુ ટર્ન અથવા સ્વિંગ મળે તો પણ ટીમ તેને પહોંચી વળવા તૈયાર છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો 

Read Full Story arrow_forward
Kalol : કલોલમાં પણ અમિત શાહના જન્મદિને સવાકાર્યોની હારમાળા
calendar_today October 22, 2026

Kalol : કલોલમાં પણ અમિત શાહના જન્મદિને સવાકાર્યોની હારમાળા

કલોલ વિદ્યાનસભા વિસ્તારમાં વિવિદ્ય સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોરના આયોજન અને ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમો અંતર્ગત સામાજીક સેવા પર્યાવરણ સરક્ષણ જીવદયા અને જરૂરિયાતમંદ પરિવારોને સહાયરૂપ થવાના વિવિદ્ય પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. અમિતભાઈ શાહના જન્મ દિવસની ઉજવણીને સેવાકાર્યો સાથે જોડવાના આશયથી કલોલ અને આસપાસના ગામોમાં વિવિદ્ય કાર્યક્રમો યોજાયા હતા. કલોલના એન.કે.ચોક ખાતે આવેલ આંગણવાડી કેન્દ્રમાં બાળકોને ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોના ચહેરા પર ખુશી લાવવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમની સાથે છત્રાલ ગામે વૃક્ષારોપણ કરીને પર્યારવણના જતનનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગંગા સ્વરૂપ માતાઓને જરૂરી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે ઘરવિહોણા પરિવારોને પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનો દ્વારા જરૂરિયાતમંદ લોકોને સહાય પુરી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પાંજરાપોળમાં ગૌસેવા દિવ્યાંગ બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કલોલ પાંજરાપોળ ખાતે ગૌસેવા અંતર્ગત ગૌવંશને ધાસચારો વિતરણ કરવામાં આવ્યું હતું. બીજી તરફ ભાદોલ ગામે દિવ્યાંગ બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું. અને કેક કટિંગનો કાર્યક્રમ યોજીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં હોદ્દેદારો સંગઠનના આગેવાનો અને કાઉન્સિલરો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો 

Read Full Story arrow_forward