android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
New Rule Of Toll Plazas : ટોલ પ્લાઝા પર હવે રોકડ નહીં ચાલે, 1 એપ્રિલથી માત્ર FASTag અને UPIથી જ મળશે એન્ટ્રી!
calendar_today January 16, 2026

New Rule Of Toll Plazas : ટોલ પ્લાઝા પર હવે રોકડ નહીં ચાલે, 1 એપ્રિલથી માત્ર FASTag અને UPIથી જ મળશે એન્ટ્રી!

દેશભરમાં હાઇવે પર મુસાફરી કરનારાઓ માટે એક મોટો બદલાવ આવવાનો છે. કેન્દ્ર સરકારે હાઇવે મુસાફરીને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવા દિશામાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 1 એપ્રિલથી દેશના તમામ રાષ્ટ્રીય હાઇવે પર આવેલા ટોલ પ્લાઝા પર રોકડ ચુકવણી બંધ કરવામાં આવશે. હવે ટોલ ફી ચૂકવવા માટે ફક્ત FASTag અથવા UPI જ માન્ય રહેશે.ટોલ પ્લાઝા પર રોકડ ચુકવણીને પૂર્ણવિરામકેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના સચિવ વી. ઉમાશંકરે જણાવ્યું છે કે ભારત ઝડપથી ડિજિટલ ઇકોનોમી તરફ આગળ વધી રહ્યું છે. અગાઉ ટોલ પ્લાઝા પર UPI દ્વારા ચુકવણીની સુવિધા શરૂ કરવામાં આવી હતી, જેને જનતાનો સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. આ સફળતાને આધારે સરકારે હવે રોકડ ચુકવણી પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાનો નિર્ણય લીધો છે. 1 એપ્રિલ પછી ટોલ પ્લાઝા પર કેશ સ્વીકારવામાં આવશે નહીં.કેશ લેન બંધ થવાથી મળશે ટ્રાફિક જામથી રાહતઆ નિર્ણય અમલમાં આવતા દેશભરના તમામ ટોલ પ્લાઝા પર કેશ લેન બંધ કરી દેવામાં આવશે. મેન્યુઅલ ટોલ કલેક્શનને કારણે થતી લાંબી લાઈનો અને ટ્રાફિક જામની સમસ્યામાં મોટો ઘટાડો થશે. સરકારનું માનવું છે કે કેશલેસ ટોલિંગ સિસ્ટમ વધુ ઝડપી, પારદર્શક અને વિશ્વસનીય સાબિત થશે. આજના સમયમાં પણ ઘણા વાહનચાલકો FASTag હોવા છતાં કેશ લેનનો ઉપયોગ કરે છે, જેના કારણે તહેવારો અને વ્યસ્ત સમયગાળામાં ભારે ભીડ સર્જાય છે.સમય અને ઇંધણની થશે મોટી બચતટોલ પ્લાઝા પર વારંવાર વાહન અટકાવવાથી ઇંધણનો વધારાનો ખર્ચ થાય છે અને મુસાફરોને થાક પણ અનુભવાય છે. વી. ઉમાશંકરના જણાવ્યા અનુસાર, દરેક સ્ટોપ અને ફરીથી વાહન શરૂ કરવાથી ડીઝલ અને સમય બંને બગડે છે, ખાસ કરીને લાંબી મુસાફરી દરમિયાન. કેશલેસ ટોલિંગ સિસ્ટમથી આ સમસ્યાઓ મોટા ભાગે દૂર થઈ જશે.અવરોધ-મુક્ત ટોલિંગ તરફ સરકારનું આગલું પગલુંરોકડ રહિત ટોલિંગનો આ નિર્ણય ભવિષ્યની મોટી યોજના તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યો છે. સરકાર ટૂંક સમયમાં મલ્ટી-લેન ફ્રી ફ્લો (MLFF) ટોલિંગ સિસ્ટમ લાગુ કરવાની તૈયારીમાં છે. આ પદ્ધતિમાં ટોલ પ્લાઝા પર વાહનોને રોકવાની જરૂર નહીં પડે. FASTag અને વાહન ઓળખ ટેક્નોલોજી દ્વારા ટોલ ફી આપમેળે કપાઈ જશે, જેના કારણે હાઇવે પર વાહન વ્યવહાર વધુ સુગમ બનશે.25 ટોલ પ્લાઝા પર પાયલોટ પ્રોજેક્ટMLFF સિસ્ટમને અમલમાં મૂકતા પહેલા સરકાર દેશભરના 25 ટોલ પ્લાઝા પર પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરશે. આ દરમિયાન મુસાફરોના અનુભવ અને નિયમોની અસરકારકતા તપાસવામાં આવશે. પરીક્ષણ સફળ થયા બાદ આ સિસ્ટમને સમગ્ર દેશમાં લાગુ કરવાની યોજના છે. આ બદલાવથી ભીડમાં ઘટાડો થશે, મુસાફરીનો સમય ઘટશે અને પ્રદૂષણ પર પણ નિયંત્રણ આવશે.મુસાફરોને સરકારની અપીલસરકારે તમામ વાહનચાલકોને અપીલ કરી છે કે તેઓ 1 એપ્રિલ પહેલાં પોતાનું FASTag સક્રિય રાખે અને તેમાં પૂરતું બેલેન્સ સુનિશ્ચિત કરે, અથવા UPI ચુકવણી માટે તૈયાર રહે. કેશલેસ ટોલિંગ અને અવરોધ-મુક્ત હાઇવેની આ પહેલથી ભવિષ્યમાં ટોલ પ્લાઝા પર ભીડ નહીં રહે અને દેશભરમાં રોડ મુસાફરી વધુ સરળ, ઝડપી અને આરામદાયક બનશે.આ પણ વાંચો- Cricket News : ક્રિકેટનો યોદ્ધા હવે લડી રહ્યો છે જિંદગીની જંગ, સ્ટાર ખેલાડીની હાલત નાજુક, ગયા વર્ષે જ લીધો હતો સંન્યાસ

Read Full Story arrow_forward
BMC Election Results: 50થી વધુ બેઠકો પર બીજેપી ગઠબંધનની લહેર, ઉદ્ધવ અને રાજનું ગઠબંધન પાછળ
calendar_today January 16, 2026

BMC Election Results: 50થી વધુ બેઠકો પર બીજેપી ગઠબંધનની લહેર, ઉદ્ધવ અને રાજનું ગઠબંધન પાછળ

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) સહિત તમામ 29 મ્યુનિસિપલ બોડી ચૂંટણીને લઇને મતગણતરી ચાલી રહી છે. શરૂઆતી વલણોમાં 48 બેઠકો પર બીજેપી ગઠબંધન આગળ ચાલી રહ્યું છે. જ્યારે કોંગ્રેસ માત્ર 5 બેઠકો પર જ આગળ છે. અન્ય પક્ષ 7 બેઠકો પર આગળ ચાલી રહ્યો છે.કલ્યાણ ડોંબિવલીમાં MNSનું ખાતું ખૂલ્યું છે. પુણે અને નાગપુર, થાણે અને ભિવંડીમાં માં બીજેપી સતત આગળ ચાલી રહ્યુ છે.ક્યાં કોની થઇ છે જીત ? વોર્ડ 183માં કોંગ્રેસના ઉમેદવારની જીત વોર્ડ 163માં બીજેપી ઉમેદવારની જીત 182 દાદરમાં શિવસેના UBTના ઉમેદવારની જીત માહિમથી ઉદ્ધવ જૂથના ઉમેદવારની જીત દહિસરથી તેજસ્વી ઘોસલાની જીત 164 વોર્ડમાંથી શિંદે જૂથના ઉમેદવારની જીત ગુરુવારે સવારે 10 વાગ્યે મતગણતરી શરૂ થઈ હતી. 227 વોર્ડવાળા BMC માટે મતદાન થયું હતું. 2017માં 55.53 ટકા મતદાન થયું હતું, જે 52.94 ટકા હતું. BMCમાં ભાજપે લીડ મેળવી છે, પરંતુ ઠાકરે ભાઈઓ પણ મજબૂત પડકાર ઉભો કરી રહ્યા છે. શરૂઆતી વલણોમાં ભાજપ આગળ શરૂઆતના વલણો દર્શાવે છે કે ભાજપ તેની લીડ જાળવી રાખશે. ભાજપ ઉપરાંત, શિંદે જૂથ, શિવસેના અને એનસીપી પણ સારું પ્રદર્શન કરી રહ્યા છે. સૌથી રસપ્રદ પરિણામો પુણેથી આવી રહ્યા છે, જ્યાં ભાજપ અને એનસીપી વચ્ચે કાંટાની ટક્કર છે, પરંતુ ભાજપ ઘણું આગળ હોવાનું જણાય છે. કોલ્હાપુરમાં 4 બેઠકો બીજેપીએ જીતી નાગપુરમાં ભાજપનું વર્ચસ્વ અકબંધ હોવાનું જણાય છે. નાગરિક ચૂંટણીના પ્રથમ પરિણામો કોલ્હાપુરથી આવ્યા છે, જેમાં ભાજપે ચાર બેઠકો જીતી છે. વસઈ-વિરારમાં બહુજન વિકાસ આઘાડી આગળ છે. BMCમાં ભાજપ 50થી વધુ બેઠકો પર આગળ અત્યાર સુધીના વલણો દર્શાવે છે કે BMCમાં ભાજપ અને તેના સાથી પક્ષો 50 થી વધુ બેઠકો પર આગળ છે. કોંગ્રેસ 4 બેઠકો પર આગળ છે. ઠાકરે ભાઈઓના બંને પક્ષોએ 25થી વધારે બેઠકો પર આગળ છે. પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ ભાજપ આગળ છે, જ્યારે સંભાજીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં AIMIM 5 બેઠકો પર આગળ છે. ગણતરી કેવી રીતે થઈ રહી છે વિવિધ સ્થળોએ 23 ગણતરી ખંડો બનાવવામાં આવ્યા છે. આ ગણતરી પ્રક્રિયા માટે તૈયાર કરાયેલ વિગતવાર યોજનાને મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા ચૂંટણી અધિકારી ભૂષણ ગગરાણી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ગણતરી પ્રક્રિયા ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર પૂર્ણ કરવામાં આવશે અને આદર્શ આચારસંહિતાનું કડક પાલન કરવામાં આવશે. ગણતરી દરમિયાન સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક આયોજન અને કાયદો અને વ્યવસ્થા અંગે જરૂરી સાવચેતી રાખવામાં આવી છે.

Read Full Story arrow_forward
Junagadh News: રીક્ષાચાલક પર ધોકાથી હુમલો, જુઓ Video
calendar_today January 16, 2026

Junagadh News: રીક્ષાચાલક પર ધોકાથી હુમલો, જુઓ Video

જૂનાગઢમાં અસામાજિક તત્ત્વો બેફામ બની રહ્યા છે. તેમને પોલીસનો કોઈ ડર રહ્યો ન હોય તેમ સામાન્ય લોકો પર હુમલાઓ કરી રહ્યા છે. આવામાં અસામાજિક તત્ત્વો દ્વારા વધુ એક હુમલાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં રોષની લાગણી જોવા મળી રહી છે. રિક્ષા સાથે સ્કૂટર અથડાતા સહેજ રહી ગઈ તેમ છતા સ્કૂટર પર સવાર બે લોકો દ્વારા રિક્ષા ચાલક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.સ્કૂટર ઉશ્કેરાઈ જતા ધોકા વડે રિક્ષા ચાલક પર તૂટી પડ્યો ઘટનાની મળતી માહિતી અનુસાર, જૂનાગઢ રેલવે સ્ટેશન નજીક અસામાજિક તત્ત્વો દ્વારા એક રિક્ષા ચાલક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. રિક્ષા ચાલક જ્યારે પેટ્રોલ પંપ પર રિક્ષા રિવર્સ લઈ રહ્યો હતો, જે દરમિયાન પાછળ ઉભી કરેલા સ્કૂટર સાથે અથડાતા સહેજ માટે રહી ગઈ હતી. આ બાબતે રિક્ષા ચાલક અને સ્કૂટર પર સવાર બે લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન સ્કૂટર ઉશ્કેરાઈ જતા ધોકા વડે રિક્ષા ચાલક પર તૂટી પડ્યો હતા.https://x.com/sandeshnews/status/2012012637299868131 2 લોકો સામે ફરિયાદ નોંધાઈ આ હુમલાની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. આ હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા રિક્ષા ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસ દ્વારા આ મામલે 2 લોકો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢ શહેરમાં અસામાજિક તત્ત્વો દ્વારા આતંક મચાવવાની ઘટનાઓમાં વધારો થવાના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ સાથે સ્થાનિકો પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠાવી રહ્યા છે. આ પણ વાંચો - Junagadh: કેશોદમાં પાણીના ટેન્કર સાથે કાર અથડાતા અકસ્માત, એક યુવકનું મોત

Read Full Story arrow_forward