android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News: ભર શિયાળે ઉનાળો, તરસ્યા રહેશે રાજકોટવાસીઓ
calendar_today January 16, 2026

Rajkot News: ભર શિયાળે ઉનાળો, તરસ્યા રહેશે રાજકોટવાસીઓ

સ્માર્ટ સિટી રાજકોટમાં હાલ ઠંડીનો પારો ગગડી રહ્યો છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાણીકાપની જાહેરાત કરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 17 જાન્યુઆરીના રોજ રાજકોટ શહેરના પોપટપરા અને રેલનગર વિસ્તારમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવશે, જેને કારણે હજારો પરિવારોએ મુશ્કેલીનો સામનો કરવો પડશે.શા માટે રાખવામાં આવ્યો પાણીકાપ? રાજકોટ મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર, પાણી પુરવઠો પૂરો પાડતી મુખ્ય પાઈપલાઈનમાં રિપેરિંગની તાતી જરૂરિયાત ઉભી થઈ છે. લાઈન રિપેરિંગની કામગીરીને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા આ આયોજનબદ્ધ પાણીકાપ જાહેર કરવામાં આવ્યો છે. જોકે, ભર શિયાળે આ રીતે અચાનક પાણીકાપ આવતા ગૃહિણીઓનું બજેટ અને દિનચર્યા ખોરવાઈ જવાની ભીતિ છે. કયા વિસ્તારોને અસર થશે? આ પાણીકાપ મુખ્યત્વે વોર્ડના પોપટપરા અને રેલનગર વિસ્તારમાં લાગુ પડશે. તંત્રના જણાવ્યા મુજબ, આ વિસ્તારોની 50થી વધુ સોસાયટીઓમાં 17 જાન્યુઆરીના રોજ નળમાં પાણી આવશે નહીં. રેલનગર જેવા ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં પાણીકાપને કારણે લોકોએ પાણીનો સંગ્રહ કરવા દોડધામ શરૂ કરી દીધી છે. તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે, નાગરિકો ઉપલબ્ધ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરે જેથી રિપેરિંગ કામ દરમિયાન કોઈ મોટી અગવડ ન પડે. રિપેરિંગ કામ પૂર્ણ થયા બાદ રાબેતા મુજબ પાણી પુરવઠો ફરી શરૂ કરવામાં આવશે. આ પણ વાંચો - Rajkot News : ખેડૂતો માટે મોટા સમાચાર, ભાદર-2 ડેમના દરવાજા ખુલશે, રવિ પાકને મળશે જીવનદાન

Read Full Story arrow_forward
Mumbai BMC Election Results: 227 વોર્ડની મતગણતરી શરૂ, શરૂઆતી વલણોમાં ભાજપ 20 બેઠકો પર આગળ
calendar_today January 16, 2026

Mumbai BMC Election Results: 227 વોર્ડની મતગણતરી શરૂ, શરૂઆતી વલણોમાં ભાજપ 20 બેઠકો પર આગળ

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ની ચૂંટણીના પરિણામો આજે શુક્રવારે જાહેર કરવામાં આવશે. જે માટે મતગણતરી સવારે 10 વાગ્યે શરૂ થઇ ગઇ છે.  ત્યારે શરૂઆતી વલણોમાં ભાજપ 12 બેઠક પર આગળ હોવાનું સામે આવ્યું છે.  ઉદ્ધવ જૂથ- એનસીપી શરદ પવાર 6 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. જ્યારે બીજેપી 12 બેઠકો પર આગળ છે. પુણે, થાણે અને ભિવંડી, નાગપુરમાં બીજેપી આગળ ચાલી રહી છે. ક્યાં કોણ આગળ અને પાછળ? મુંબઇમાં બીજેપી 27, UBT 18થી આગળથાણેમાં બીજેપી 6,  શિવસેવા 6થી આગળનાગપુરમાં બીજેપી 5 બેઠકથી આગળ52.94 ટકા થયું છે મતદાન વિવિધ સ્થળોએ ત્રેવીસ ગણતરી ખંડો બનાવવામાં આવ્યા છે. ગણતરી પ્રક્રિયા માટે વિગતવાર યોજનાને મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા ચૂંટણી અધિકારી ભૂષણ ગગરાણી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ગણતરી પ્રક્રિયા ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર હાથ ધરવામાં આવી છે.  અને આદર્શ આચારસંહિતાનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે.. ગણતરી દરમિયાન સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક આયોજન અને કાયદો અને વ્યવસ્થા અંગે જરૂરી સાવચેતી રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે  ગુરુવારે 227 વોર્ડ માટે મતદાન થયું હતું. મતદાનની ટકાવારી 52.94 ટકા હતી, જે 2017 માં 55.53 ટકા હતી. 

Read Full Story arrow_forward
Surat ઓવરબ્રિજ દુર્ઘટનાના CCTV વાયરલ, હવામાં ફંગોળાઈને નીચે પટકાયા હતા ત્રણ લોકો...
calendar_today January 16, 2026

Surat ઓવરબ્રિજ દુર્ઘટનાના CCTV વાયરલ, હવામાં ફંગોળાઈને નીચે પટકાયા હતા ત્રણ લોકો...

સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા ચંદ્રશેખર આઝાદ ઓવરબ્રિજ પર એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો, જેના CCTV ફૂટેજ જોઈને ગમે તેવા મજબૂત કાળજાના માનવી પણ હચમચી ઉઠે. એક બાઇક પર સવાર ત્રણ લોકો જઈ રહ્યા હતા ત્યારે અચાનક બેલેન્સ બગડતા બાઇક ડિવાઇડર સાથે અથડાઈ હતી અને ત્રણેય વ્યક્તિઓ બ્રિજ પરથી નીચે પટકાયા હતા. આ ગંભીર અકસ્માતમાં પિતા અને પુત્રી સહિત ત્રણેયના મોત નીપજ્યા છે. આ ઘટનાએ સુરત શહેરને સ્તબ્ધ કરી દીધું છે અને ટ્રાફિક સુરક્ષા તેમજ બ્રિજ પરની રેલિંગની ઊંચાઈ અંગે ફરી એકવાર ચર્ચા જગાડી છે.સારવાર પહેલા અઢી લાખની માંગ? બીજી તરફ, આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત રેહાનાબાનુંના પરિવારે હોસ્પિટલ પ્રશાસન પર ગંભીર આક્ષેપો કર્યા છે. મૃતકના સંબંધી શરીફ મલિકે અઠવા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી જણાવ્યું છે કે, જ્યારે રેહાનાબેનને મહાવીર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યારે ડોક્ટરોએ સારવાર શરૂ કરતા પહેલા અઢી લાખ રૂપિયાની માંગણી કરી હતી. પરિવારે તાત્કાલિક દોઢ લાખ રૂપિયા જમા કરાવ્યા હોવા છતાં કલાકો સુધી સારવાર ન આપીને 'ગોલ્ડન અવર્સ'ની ગાઈડલાઈનનો ભંગ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આખરે સારવારના અભાવે કે વિલંબના કારણે રેહાનાનું મોત નીપજતા પરિવારે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે. આ પણ વાંચો : Rajkot News : પ્રેમ સંબંધમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો, પ્રેમિકા જ નીકળી હત્યારી

Read Full Story arrow_forward