android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : અમદાવાદમાં મુસ્તુફા માણેકચંદનો ગેરકાયદે બંગલો તોડી પડાયો, અશાંતધારા મુદ્દે અગાઉ MLAએ લખ્યો હતો પત્ર
calendar_today January 16, 2026

Ahmedabad News : અમદાવાદમાં મુસ્તુફા માણેકચંદનો ગેરકાયદે બંગલો તોડી પડાયો, અશાંતધારા મુદ્દે અગાઉ MLAએ લખ્યો હતો પત્ર

અમદાવાદમાં ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ કાર્યવાહી એએમસી દ્વારા કરવામાં આવી છે અને મુસ્તુફા માણેકચંદનો ગેરકાયદે બંગલો તોડી પડાયો છે, પાલડી કોચરબ આશ્રમ પાછળ AMCની કાર્યવાહી સામે આવી છે અને નૂતન સર્વોદય સોસાયટીમાં આવેલો છે બંગલો, અશાંતધારા મુદ્દે અગાઉ MLAએ લખ્યો હતો પત્ર.એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે પત્ર લખતા વિવાદ થયો હતો પાલડીના કોચરબ આશ્રમ પાછળના ગેરકાયદે બંગલાના બાંધકામને તોડી પડાયું છે અને નામાંકિત મુસ્તુફા માણેકચંદનો બંગલો તોડી પડાવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, પોલીસની ટીમ અને કોર્પોરેશનની ટીમ ઘટના સ્થળે હાજર છે પોલીસ બંદોબસ્ત સાથે આ બંગલો તોડી પાડવામાં આવ્યો છે અને જગ્યાને ખુલ્લી કરવામાં આવી છે, અગાઉ આ બંગલાને લઈ એલિસબ્રિજના ધારાસભ્યએ પણ કોર્પોરેશનને રજૂઆત કરી હતી અને કોર્પોરેશનને જાણ થતા કાર્યવાહી કરવામાં આવી છે. ગેરકાયદે બાંધકામ તોડવા માટે કોર્પોરેશનની ટીમ બુલડોઝર સાથે પહોંચી અશાંતધારાને લઈ આ બંગલા માટે એલિસબ્રિજના ધારાસભ્યએ પણ ઘણી મહેનત કરી હતી અને તેમની આ મહેનત રંગ લાવી છે, વહેલી સવારથી જ આ બંગલો તોડવામાં આવી રહ્યો છે અને નૂતન સર્વોદય સોસાયટીમાં મુસ્તુફા મણેકચંદનો આવેલો છે બંગલો. પાલડી વિસ્તારમાં અશાંતધારામાં કોચરબ આશ્રમની આસપાસની જગ્યામાં લઘુમતી સમાજના લોકો પ્રોપર્ટી ખરીદીને રહેવા આવી ગયા છે તેવી રજૂઆત અગાઉ પણ સંકલન સમિતિની બેઠકમાં એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે કરી હતી. આ પણ વાંચો : Kutch News : કચ્છમાં NRI વૃદ્ધ બન્યા ડિજિટલ એરેસ્ટનો ભોગ, સાયબર માફિયાઓએ રૂ. 1.11 કરોડ પડાવ્યા

Read Full Story arrow_forward
BMC Election Result: પરિણામ આવવામાં થઇ શકે છે મોડું, કાઉન્ટિંગ પ્રોસેસ થઇ છે ચેન્જ
calendar_today January 16, 2026

BMC Election Result: પરિણામ આવવામાં થઇ શકે છે મોડું, કાઉન્ટિંગ પ્રોસેસ થઇ છે ચેન્જ

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ના 227 વોર્ડના પરિણામો આજે આવશે. પરિણામ આવવામાં મોડુ થઇ શકે છે. પાલિકાના અધિકારીઓના મતે, મતગણતરી પ્રક્રિયામાં ફેરફારને કારણે મુંબઈવાસીઓને પ્રારંભિક વલણો અને અંતિમ પરિણામો માટે થોડી વધુ રાહ જોવી પડી શકે છે.પહેલા ફેઝમાં 46 વોર્ડની મતગણતરી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના 227 વોર્ડ માટે ગુરુવારે મતદાન થયા બાદ શુક્રવારે સવારે 10 વાગ્યે 23 મતદાન કેન્દ્રો પર મતગણતરી શરૂ થશે. આ વખતે બધા વોર્ડની એકસાથે ગણતરી કરવાને બદલે ફક્ત બે વોર્ડના મતોની ગણતરી થશે. આ ફેરફારને કારણે ફક્ત 46 વોર્ડ માટે સવારે 10 વાગ્યે ગણતરી શરૂ થશે. મ્યુનિસિપલ કમિશનર ભૂષણ ગગરાણીએ ગુરુવારે મીડિયા સાથેની વાતચીતમાં સ્વીકાર્યું કે નવી પ્રક્રિયા અંતિમ પરિણામોની જાહેરાતમાં લગભગ એક કલાક વિલંબ કરી શકે છે. મતગણતરી માટે 2,299 અધિકારીઓ અને કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે, જેઓ કોમ્પ્યુટરાઈઝ્ડ સિસ્ટમનો ઉપયોગ કરશે. મતગણતરી પ્રક્રિયામાં ફેરફાર શા માટે? પાછલી 2017ની ચૂંટણીઓમાં બધા વોર્ડ માટે એક સાથે મતગણતરી શરૂ થઈ હતી પરંતુ આ વખતે BMC એ અલગ રણનીતિ અપનાવી છે. ગયા અઠવાડિયે એક પત્રકાર પરિષદમાં અધિકારીઓએ દલીલ કરી હતી કે એક સમયે ફક્ત બે વોર્ડ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી પ્રક્રિયા ઝડપી બનશે કારણ કે બધા માનવ સંસાધનો તેમના પર કેન્દ્રિત હશે. જોકે, આનો એક પ્રભાવ એ થશે કે શરૂઆતમાં બધી 227 બેઠકો માટે વલણો મેળવવાનું મુશ્કેલ બનશે. મજબૂત સુરક્ષા અને તકનીકી વ્યવસ્થા કમિશનર ભૂષણ ગગરાણીએ મતગણતરી કેન્દ્રો પર સુરક્ષા ટ્રાફિક વ્યવસ્થાપન અને કાયદો અને વ્યવસ્થાની વ્યવસ્થાની સમીક્ષા કરી છે. સમગ્ર પ્રક્રિયા દરમિયાન પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે CCTV સર્વેલન્સ અને કોમ્પ્યુટરાઇઝ્ડ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. તમામ 23 રિટર્નિંગ અધિકારીઓના અધિકારક્ષેત્રમાં સ્ટ્રોંગ રૂમ અને મતગણતરી સ્થળો ઓળખવામાં આવ્યા છે, અને પોલીસ અને જાહેર બાંધકામ વિભાગ તરફથી મંજૂરી મળી ગઈ છે.  1,700 ઉમેદવારો અને વિશાળ બજેટ ભારતના સૌથી ધનિક મ્યુનિસિપલ કોર્પોરેશનના 227 વોર્ડ માટે કુલ 1,700 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. વર્ષ 2025-26 માટે બીએમસીનું બજેટ ₹74400 કરોડ છે. છેલ્લી ચૂંટણીઓ 2017માં યોજાઈ હતી અને ચૂંટાયેલી સંસ્થાનો કાર્યકાળ માર્ચ 2022 માં સમાપ્ત થયો હતો. હવે એક નવી ચૂંટાયેલી સંસ્થા આ વિશાળ કોર્પોરેશનનું સંચાલન કરશે. મતગણતરી કેન્દ્રમાં કોને પ્રવેશ આપવામાં આવશે? બીએમસીના જણાવ્યા અનુસાર ચૂંટણી વિભાગ દ્વારા જાહેર કરાયેલ માન્ય ઓળખ કાર્ડ ધરાવતા અધિકૃત ઉમેદવારો, તેમના પ્રતિનિધિઓ અને મીડિયા કર્મચારીઓને જ મતગણતરી કેન્દ્રોમાં પ્રવેશ આપવામાં આવશે. કેન્દ્રો પર અગ્નિ સલામતી અને તબીબી સુવિધાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સરળ કામગીરી સુનિશ્ચિત કરવા માટે ટ્રાફિક નિયમન અને અલગ મીડિયા વિસ્તારો પણ સ્થાપિત કરવામાં આવ્યા છે.

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : સંસ્કારી નગરીમાં નશાખોર યુવતીએ પોલીસની PCR વાન પર બેસી હંગામો મચાવ્યો
calendar_today January 16, 2026

Gujarat Latest News Live : સંસ્કારી નગરીમાં નશાખોર યુવતીએ પોલીસની PCR વાન પર બેસી હંગામો મચાવ્યો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 16 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward