android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot પોલીસનો સપાટો, નિર્મલા રોડ પર મારામારી કરનાર નબીરાઓનું પોલીસે કરાવ્યું રિકન્સ્ટ્રક્શન
calendar_today January 16, 2026

Rajkot પોલીસનો સપાટો, નિર્મલા રોડ પર મારામારી કરનાર નબીરાઓનું પોલીસે કરાવ્યું રિકન્સ્ટ્રક્શન

રાજકોટ શહેરના નિર્મલા રોડ જેવા પોશ વિસ્તારમાં જાહેર રસ્તા પર મારામારી કરીને આતંક ફેલાવનાર શખ્સો સામે પોલીસે કડક હાથે કાર્યવાહી કરી છે. નિર્મલા રોડ પર થયેલી જૂથ અથડામણ અને મારામારીની ઘટના બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને દબોચી લીધા હતા. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને ગુનેગારોમાં પોલીસનો ડર રહે તે હેતુથી, પોલીસ દ્વારા તમામ ઝડપાયેલા આરોપીઓને સાથે રાખી ઘટનાસ્થળે તપાસ હાથ ધરવામાં આવી હતી.પોલીસે કરાવ્યું રિકન્સ્ટ્રક્શન આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈને સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જેમાં આરોપીઓએ કઈ રીતે હુમલો કર્યો અને કઈ રીતે ભાગી ગયા તે અંગેની વિગતો મેળવવામાં આવી હતી. આટલું જ નહીં, જાહેરમાં શાંતિ ભંગ કરનાર આ શખ્સોની શાન ઠેકાણે લાવવા માટે પોલીસે તેઓની પાસે જાહેરમાં માફી પણ મંગાવી હતી. આ દ્રશ્યો જોઈને સ્થાનિક રહીશોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે. પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શહેરમાં ગુંડાગીરી કે લુખ્ખાગીરી કરનાર કોઈપણ શખ્સને બક્ષવામાં આવશે નહીં. આ પણ વાંચો : Rajkot News : ખેડૂતો માટે મોટા સમાચાર, ભાદર-2 ડેમના દરવાજા ખુલશે, રવિ પાકને મળશે જીવનદાન

Read Full Story arrow_forward
Railway News : 20 જાન્યુઆરીથી 15 એપ્રિલ સુધી સાબરમતી રેલવે સ્ટેશન પર નવા પ્રવેશ તથા નિકાસ દ્વારની વ્યવસ્થા કરાઈ
calendar_today January 16, 2026

Railway News : 20 જાન્યુઆરીથી 15 એપ્રિલ સુધી સાબરમતી રેલવે સ્ટેશન પર નવા પ્રવેશ તથા નિકાસ દ્વારની વ્યવસ્થા કરાઈ

મુસાફરોની સુવિધા તથા ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ રાખવાના હેતુથી 20 જાન્યુઆરી 2026થી 15 એપ્રિલ 2026 સુધી આગમન અને પ્રસ્થાન માટે નવા પ્રવેશ તથા નિકાસ દ્વાર તેમજ પિક-અપ અને ડ્રોપની વ્યવસ્થા અમલમાં મુકવામાં આવી રહી છે. તમામ મુસાફરોને વિનંતી છે કે તેઓ નવી ટ્રાફિક વ્યવસ્થા, સૂચક ચિહ્નો તેમજ રેલવે, આરપીએફ અને રેલકર્મીઓ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરે. સાબરમતી રેલવે સ્ટેશન પર આ રીતે કરાઈ વ્યવસ્થા 1.પ્રસ્થાન કરનાર મુસાફરો માટે પ્રવેશ અને નિકાસ વ્યવસ્થા •પ્રવેશ દ્વાર (Entry Gate): મુસાફરોના વાહનોનો પ્રવેશ MMTS બિલ્ડિંગ (બુલેટ ટ્રેન સ્ટેશન) નજીક (ગ્રીન લાઇન) થી કરવામાં આવશે. •મુસાફરો નવનિર્મિત સ્ટેશન બિલ્ડિંગમાં પ્રવેશ કરી લિફ્ટ, એસ્કેલેટર અને સીડીઓ દ્વારા સેકન્ડ ફ્લોર પરથી તમામ પ્લેટફોર્મ સુધી પહોંચી શકશે. •મુસાફરોને ડ્રોપ કરવા આવેલા વાહનો વર્તમાન પ્રવેશ દ્વાર મારફતે બહાર નીકળી શકશે. 2.આગમન કરનાર મુસાફરો માટે નિકાસ અને પિક-અપ વ્યવસ્થા •નિકાસ દ્વાર (Exit Gate): મહેસાણા સાઇડ ફૂટ ઓવર બ્રિજ નજીક (પર્પલ લાઇન)થી નિકાસની વ્યવસ્થા કરવામાં આવી છે. •આ જ સ્થળે મુસાફરો માટે પિક-અપ ઝોન પણ નિર્ધારિત કરવામાં આવ્યો છે. 3.પાર્કિંગ સુવિધા •મુસાફરોની સુવિધા માટે નિકાસ દ્વાર નજીક બે સ્થળોએ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. 4.પ્લેટફોર્મ કનેક્ટિવિટી •તમામ પ્લેટફોર્મ (PF-1 થી PF-7) બે ફૂટ ઓવર બ્રિજ દ્વારા પરસ્પર જોડાયેલા છે અને મહેસાણા સાઇડ ફૂટ ઓવર બ્રિજ પર તમામ પ્લેટફોર્મ પર મુસાફરો માટે લિફ્ટની સુવિધા ઉપલબ્ધ છે. 5. નવી નિર્મિત સ્ટેશન બિલ્ડિંગમાં મુસાફર સુવિધાઓ •ગ્રાઉન્ડ ફ્લોર(Ground Floor): અનારક્ષિત ટિકિટ બુકિંગ (UTS) •પ્રથમ માળ (First Floor): આરક્ષિત ટિકિટ બુકિંગ (PRS) •દ્વિતીય માળ (Second Floor): પ્રતીક્ષાલય અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસમાં એક વધારાનો એસી ચેર કાર કોચ જોડવામાં આવશે પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની વધતી માંગને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 12010/12009 અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસમાં એક વધારાનો એસી ચેરકાર કોચ અસ્થાયી રીતે જોડવામાં આવશે.ટ્રેન નંબર 12010/12009 અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ–અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસમાં એક વધારાનો એસી ચેરકાર કોચ તારીખ 01.02.2026 થી 28.02.2026 સુધી અસ્થાયી રીતે લગાવવામાં આવશે. આ પણ વાંચો : Gandhinagar News : આજથી મહાત્મા મંદિર સુધી મેટ્રો રૂટ શરૂ, 20 થી 25 મિનિટના અંતરે એક મેટ્રો ટ્રેન ઉપડશે

Read Full Story arrow_forward
પ્રયાગરાજમાં પવિત્ર ત્રિવેણી સંગમ ખાતે આસ્થાની ડૂબકી
calendar_today January 16, 2026

પ્રયાગરાજમાં પવિત્ર ત્રિવેણી સંગમ ખાતે આસ્થાની ડૂબકી

વહેલી સવારથી જ દેશના વિવિધ વિસ્તારોમાંથી આવેલા લાખો શ્રદ્ધાળુઓ પવિત્ર નદીઓમાં સ્નાન કરી આધ્યાત્મિક શુદ્ધિ મેળવવા માટે સંગમ કાંઠે પહોંચી રહ્યા છે. 

Read Full Story arrow_forward