android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Jammu Kashmir : પૂંછમાં શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યા, સેનાએ ગોળીબાર કરીને આપ્યો જવાબ
calendar_today January 15, 2026

Jammu Kashmir : પૂંછમાં શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યા, સેનાએ ગોળીબાર કરીને આપ્યો જવાબ

પાકિસ્તાન એક એવો દેશ છે જે વારંવાર હાર અને નિષ્ફળતા છતાં પણ હજુ પણ સુધર્યો નથી. તે ભારત વિરુદ્ધ કાવતરું ઘડવાનું ચાલુ રાખે છે. છેલ્લા કેટલાક દિવસોથી જમ્મુ અને કાશ્મીરમાં સરહદ પારથી ડ્રોન પ્રવૃત્તિ જોવા મળી રહી છે. આજે પણ પૂંછમાં એક પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું અને ભારતીય સેનાએ તેના પર ગોળીબાર કર્યો. આ ડ્રોન પ્રવૃત્તિ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે પૂંછમાં નિયંત્રણ રેખા નજીક એક પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું. આ ડ્રોન દિગ્વાર સેક્ટરમાં નિયંત્રણ રેખા નજીક જોવા મળ્યું, જેના કારણે સેનાએ 40થી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. આ ડ્રોન પાકિસ્તાની સેનાના 24 પીઓકે યુનિટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું, જે 03 પીઓકે બ્રિજ હેઠળ આવે છે.આંતરરાષ્ટ્રીય સરહદ પર ડ્રોન પ્રવૃત્તિ વધુમાં પૂંછ અને સાંબા જિલ્લામાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ ડ્રોન થોડા સમય પહેલા રામગઢ સેક્ટરમાં જોવા મળ્યા, જેનાથી સુરક્ષા દળોમાં ચિંતા ફેલાઈ ગઈ. ડ્રોન ગતિવિધિ વિશે માહિતી મળતાં સરહદ પર તૈનાત સુરક્ષા દળોને સતર્ક કરવામાં આવ્યા હતા. સવારે સર્ચ ઓપરેશન શરૂ થશે સમગ્ર વિસ્તારમાં દેખરેખ કડક કરવામાં આવી છે. કોઈપણ સંભવિત ખતરાનો સામનો કરવા માટે વધારાની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ રાત્રે વીજળી ગુલ થવાને કારણે સવારે પહેલી વાર પ્રકાશ પડતાં જ એક વિશાળ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવશે. સુરક્ષા દળો ડ્રોનની હાજરી, તેના હેતુ અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની તપાસ કરશે. પૂંછ અને સાંબામાં ડ્રોન ગતિવિધિઓ નોંધાઈ છે અને રાજૌરીના માંજાકોટ વિસ્તારમાંથી 3.5 કિલોગ્રામ IED મળી આવ્યો છે. સેનાએ આતંકવાદ વિરોધી કાર્યવાહી દરમિયાન તેને જપ્ત કર્યો હતો. IED મળી આવ્યા બાદ, સુરક્ષા દળોએ આ વિસ્તારમાં શોધખોળ તેજ કરી દીધી છે. જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા ચિંતાઓ અંગે કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન ગુરુવારે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા સાથે મુલાકાત કરી હતી. સુરક્ષા વ્યવસ્થા અંગે ચર્ચા તેમણે સુરક્ષા પરિસ્થિતિ, આતંકવાદ વિરોધી કામગીરી અને સુરક્ષા તૈયારીઓ અંગે ચર્ચા કરી. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમણે કાશ્મીર અને જમ્મુ બંને પ્રદેશોમાં સુરક્ષા પરિસ્થિતિ તેમજ ખીણ અને જમ્મુના પર્વતીય વિસ્તારોમાં ચાલી રહેલા આતંકવાદ વિરોધી કામગીરી અંગે ચર્ચા કરી હતી.આ પણ વાંચો: EDએ કાજુના વેપારીઓ સામે કરોડોની છેતરપિંડીના કેસમાં અનીશ બાબુની કરી ધરપકડ

Read Full Story arrow_forward
Pakistani Boat : ભારતીય દરિયાઈ સરહદમાં પાકિસ્તાની બોટ 'અલ-મદીના' ઘુસી, કોસ્ટ ગાર્ડે 9 લોકોની કરી ધરપકડ
calendar_today January 15, 2026

Pakistani Boat : ભારતીય દરિયાઈ સરહદમાં પાકિસ્તાની બોટ 'અલ-મદીના' ઘુસી, કોસ્ટ ગાર્ડે 9 લોકોની કરી ધરપકડ

ભારતીય કોસ્ટ ગાર્ડે અરબ સાગરમાં એક મોટી કાર્યવાહી કરી છે. ભારતીય દરિયાઈ સરહદનું ઉલ્લંઘન કરીને એક પાકિસ્તાની માછલીઓ પકડનારી બોટને પકડી લીધી છે. રાતના અંધારામાં ચલાવવામાં આવેલા આ સટીક ઓપરેશનમાં 'અલ મદીના' નામની બોટને જપ્ત કરવામાં આવી છે. આ બોટમાં 9 લોકો સવાર હતા, તેમને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.બોટમાં સવાર લોકોએ પાકિસ્તાની સરહદ તરફ ભાગવાનો પ્રયત્ન કર્યો સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ ઘટના 14 જાન્યુઆરી 2026ની છે. ભારતીય કોસ્ટ ગાર્ડના એક જહાજે અરબ સાગરમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ રેખાની પાસે નિયમિત ચેકિંગમાં હતું. આ દરમિયાન ભારતીય સરહદમાં એક શંકાસ્પદ બોટ જોવા મળી. જ્યારે ICGએ બોટને રોકવા માટે ચેતવણી આપી તો તે ઉભા રહેવાની જગ્યાએ પાકિસ્તાની સરહદ તરફ ભાગવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજે ઝડપથી પીછો કરીને બોટને ઘેરી લીધી અને પોતાના કબજામાં લઈ લીધી. શું હતો ભારતમાં ઘુસવાનો ઉદ્દેશ્ય ? પકડવામાં આવેલી બોટની ઓળખ અલ મદીના તરીકે થઈ છે અને આ બોટ પર 9 પાકિસ્તાની નાગરિક સવાર હતા. પ્રાથમિક તપાસમાં ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજ દ્વારા બોટને ખેંચીને પોરબંદર લાવવામાં આવી રહી છે. ભારતીય કોસ્ટ ગાર્ડના અધિકારીઓએ જણાવ્યું કે પોરબંદર પહોંચ્યા બાદ બોટની તપાસ કરવામાં આવશે. તેની સાથે જ પકડવામાં આવેલા 9 લોકોની અલગ અલગ સુરક્ષા એજન્સીઓ સંયુક્ત પૂછપરછ કરશે, જેથી જાણી શકાય કે તે કયા ઉદ્દેશ્ય માટે ભારતીય બોર્ડરમાં ઘુસ્યા હતા.  આ પણ વાંચો: Jammu Kashmir : પૂંછમાં શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યા, સેનાએ ગોળીબાર કરીને આપ્યો જવાબ

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: અમદાવાદમાં હાઈપ્રોફાઈલ દારૂની પાર્ટી પર પોલીસના દરોડા, બિલ્ડર પુત્રના ફ્લેટમાં ચાલતી મહેફિલ ઝડપાઈ
calendar_today January 15, 2026

Gujarat Latest News Live: અમદાવાદમાં હાઈપ્રોફાઈલ દારૂની પાર્ટી પર પોલીસના દરોડા, બિલ્ડર પુત્રના ફ્લેટમાં ચાલતી મહેફિલ ઝડપાઈ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 15 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward