android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Amreli News: આધેડના ગળામાં 7 ટાંકા આવ્યા, માંડ બચ્યો જીવ
calendar_today January 14, 2026

Amreli News: આધેડના ગળામાં 7 ટાંકા આવ્યા, માંડ બચ્યો જીવ

ગુજરાતમાં ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે લોહીલુહાણ કરી દેતી અનેક ઘટનાઓ સામે આવવા લાગી છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીએ એક નિર્દોષ વ્યક્તિનો જીવ જોખમમાં મૂક્યો હતો. શહેરના ખાદી કાર્યાલય વિસ્તારમાં પતંગની ઘાતક દોરીથી એક 56 વર્ષીય આધેડના ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.ઘટનાની વિગત ઘટનાની મળતી માહિતી અનુસાર, સાવરકુંડલામાં રહેતા 56 વર્ષીય ભૂપતભાઈ પાટડિયા પોતાના નિત્યક્રમ મુજબ ગાયને ચારો નાખવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક આકાશમાંથી કપાઈને આવેલી ચાઈનીઝ દોરી તેમના ગળામાં ફસાઈ ગઈ હતી. દોરી એટલી ઘાતક અને ધારદાર હતી કે ભૂપતભાઈના ગળાના ભાગે ઊંડો કાપ પડી ગયો હતો. જોતજોતામાં તેઓ લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડ્યા હતા. તબીબોએ બચાવ્યો જીવ સ્થાનિક લોકોની મદદથી ભૂપતભાઈને તાત્કાલિક સાવરકુંડલાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ગળાના ભાગે વધુ લોહી વહી ગયું હોવાથી તેમની હાલત નાજુક હતી. જોકે, હોસ્પિટલના તબીબોએ સમયસૂચકતા વાપરી ત્વરિત સારવાર શરૂ કરી હતી અને ગળાના ભાગે 7 ટાંકા લઈને ભૂપતભાઈનો જીવ બચાવી લીધો હતો. હાલમાં તેમની સ્થિતિ સ્થિર અને જોખમમુક્ત હોવાનું તબીબો જણાવી રહ્યા છે. તંત્રની અપીલ ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા ચાઈનીઝ દોરીના વેચાણ અને વપરાશ પર કડક પ્રતિબંધ હોવા છતાં કેટલાક લોકો છૂપી રીતે તેનો ઉપયોગ કરી રહ્યા છે. આ ઘટના બાદ તંત્રએ ફરી એકવાર પતંગરસિકોને અપીલ કરી છે કે, આનંદના આ પર્વમાં બીજાનો જીવ જોખમમાં ન મુકાય તે માટે પ્રતિબંધિત ચાઈનીઝ માંઝાથી સાવધ રહેવું અને માત્ર સુરક્ષિત સુતરાઉ દોરીનો જ ઉપયોગ કરવો. આ પણ વાંચો - Amreli : ખાંભાના હનુમાનપુર ગામે 2 વર્ષના બાળક પર દીપડાનો હુમલો, વન વિભાગે દીપડાને પકડવા 2 પાંજરા મુક્યા

Read Full Story arrow_forward
Suratના પાંડેસરામાં પતંગની દોરીથી બાઈકચાલક ગંભીર રીતે ઘાયલ, યુવકને મોઢાના ભાગે 20થી વધુ ટાંકા આવ્યા
calendar_today January 14, 2026

Suratના પાંડેસરામાં પતંગની દોરીથી બાઈકચાલક ગંભીર રીતે ઘાયલ, યુવકને મોઢાના ભાગે 20થી વધુ ટાંકા આવ્યા

સુરતના પાંડેસરા વિસ્તારમાં ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરીથી યુવકને ગંભીર ઇજા પહોંચી હતી. પતંગની દોરી વાગતા ગંભીર ઇજા પહોંચી સુરતના પિયુષ પોઈન્ટ વિસ્તારમાં બાઈક પર જઈ રહેલા એક યુવકને પતંગની દોરી વાગતા ગંભીર ઇજા પહોંચી હતી. યુવક પોતાની માતા સાથે બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે અચાનક દોરી ગળા અને ચહેરાના ભાગે ફસાઈ ગઈ હતી. ચહેરા પર 20થી વધુ ટાંકા લેવા પડ્યા અકસ્માતમાં યુવકને મોઢાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેના ચહેરા પર 20થી વધુ ટાંકા લેવા પડ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે થોડા સમય માટે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. વાહનચાલકોને પણ સાવચેત રહેવા સૂચના ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરીથી થતાં અકસ્માતોને લઈ શહેરમાં ચિંતા જોવા મળી રહી છે. સ્થાનિકો દ્વારા પ્રશાસનને માંગ કરવામાં આવી છે કે ઘાતક દોરી સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને વાહનચાલકોને પણ સાવચેત રહેવા સૂચના આપવામાં આવે. આ પણ વાંચો----   Amit Shah In Gujarat : ઉત્તરાયણ પર્વે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યા ભગવાન જગન્નાથના દર્શન

Read Full Story arrow_forward
Makar Sankranti 2026 : ઉત્તરાયણની મજા વચ્ચે માઠા સમાચાર, બપોરે 12 વાગ્યા સુધીમાં 510 ઇમરજન્સી કેસ નોંધાયા
calendar_today January 14, 2026

Makar Sankranti 2026 : ઉત્તરાયણની મજા વચ્ચે માઠા સમાચાર, બપોરે 12 વાગ્યા સુધીમાં 510 ઇમરજન્સી કેસ નોંધાયા

ઉત્તરાયણના પર્વે આકાશ પતંગોથી રંગાયું છે, પરંતુ તેની બીજી તરફ અકસ્માતો અને ઇમરજન્સી કેસોની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. આજે બપોરે 12 વાગ્યા સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ ૫10 ઇમરજન્સી કેસ નોંધાયા છે, જે ગત વર્ષની સરખામણીએ ૩2 ટકા જેટલા વધુ છે. પતંગની દોરીથી ગળા કપાવવા, ધાબા પરથી પડી જવું અને રસ્તા પર અકસ્માતના બનાવોને કારણે 108 ઇમરજન્સી સેવા પર કોલ્સનો ભરાવો થયો છે. તહેવારના ઉત્સાહ વચ્ચે વધતા જતા આ આંકડાઓએ તંત્ર અને નાગરિકો માટે ચિંતા જગાવી છે.અબોલ જીવો પર પતંગની ઘાત માનવ અકસ્માતોની સાથે અબોલ જીવો માટે પણ આજનો દિવસ આફત સમાન સાબિત થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અત્યાર સુધીમાં પ્રાણીઓ અને પક્ષીઓ ઇજાગ્રસ્ત થવાના સેંકડો કોલ્સ મળ્યા છે, જેમાં પક્ષીઓ ઘાયલ થવાના 102 કેસ અને પ્રાણીઓને ઈજા થવાના 408 જેટલા કોલ્સનો સમાવેશ થાય છે. પતંગના જીવલેણ માંજામાં ફસાઈને અનેક પક્ષીઓએ પાંખો ગુમાવી છે, જ્યારે રસ્તા પર દોરીને કારણે રખડતા પશુઓ પણ ઈજાગ્રસ્ત થયા છે. જીવદયા પ્રેમીઓ અને કરુણા અભિયાનની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો : Makar Sankranti 2026 : નારણપુરાના આકાશમાં અમિત શાહનો પેચ, કાર્યકરો સાથે પતંગબાજીની જમાવી મોજ

Read Full Story arrow_forward