android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Amit Shah In Gujarat : ઉત્તરાયણ પર્વે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યા ભગવાન જગન્નાથના દર્શન
calendar_today January 14, 2026

Amit Shah In Gujarat : ઉત્તરાયણ પર્વે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યા ભગવાન જગન્નાથના દર્શન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે, જ્યાં તેમણે અમદાવાદના ઐતિહાસિક જગન્નાથ મંદિરમાં દર્શન કરી દિવસની શરૂઆત કરી હતી. ઉત્તરાયણના પવિત્ર પર્વ નિમિત્તે અમિત શાહ દર વર્ષની પરંપરા મુજબ પરિવાર સાથે ભગવાન જગન્નાથના શરણોમાં પહોંચ્યા હતા. તેમણે ગર્ભગૃહમાં વિધિવત પૂજા-અર્ચના કરી દેશ અને રાજ્યની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી. મંદિરના ટ્રસ્ટીઓ અને પૂજારીઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, અને ભગવાનના દર્શન કરીને તેમણે ધન્યતા અનુભવી હતી.કેન્દ્રીય ગૃહમંત્રીનું ગૌ-સેવા કાર્ય દર્શન બાદ અમિત શાહ મંદિર પરિસરમાં આવેલી ગૌશાળા પહોંચ્યા હતા, જ્યાં તેમણે ગાય માતાની પૂજા કરી હતી. જીવદયાના સંદેશ સાથે તેમણે ગાયોને ઘાસનું દાન (ગૌ-ગ્રાસ) પણ કર્યું હતું. દર વર્ષે ઉત્તરાયણના દિવસે અમિત શાહની આ ધાર્મિક મુલાકાત શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. ગૌ-પૂજન અને દાન બાદ તેમણે મંદિરના પૂજારીઓ સાથે ટૂંકી મુલાકાત કરી હતી અને ત્યારબાદ તેઓ પોતાના આગળના કાર્યક્રમો અને પતંગબાજીના આયોજન માટે રવાના થયા હતા. આ પણ વાંચો : Makar Sankranti 2026 : દેવપગલીના ગીતો અને હકાભાના હાસ્ય, અમદાવાદમાં સેલિબ્રિટીઝની અનોખી પતંગબાજી

Read Full Story arrow_forward
Makar Sankranti 2026 : ઉતરાયણમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરિયાપુરમાં પતંગ ઉડાવી, લોકોને સલામતીની કરી અપીલ
calendar_today January 14, 2026

Makar Sankranti 2026 : ઉતરાયણમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરિયાપુરમાં પતંગ ઉડાવી, લોકોને સલામતીની કરી અપીલ

આજે સમગ્ર ગુજરાત ઉતરાયણના પર્વની ઉજવણીમાં ખીલી ઉઠ્યું છે. અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પતંગ ઉડાવી ઉત્સવનો આનંદ માણ્યો હતો. તેમણે પતંગ ચગાવ્યા પછી ચીકીનો સ્વાદ પણ માણ્યો અને લોકોએ સલામતી સાથે પતંગબાજી કરવા અપીલ કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ચાઈનીઝ દોરી અંગે સરકાર કડક પગલાં લઈ રહી છે અને કોઈ માટે આ દોરી ખતરનાક સાબિત ન થાય તે જરૂરી છે. પતંગ ઉડાડવાની રમઝટ, લપેટ..લપેટ… રાજ્યભરમાં ઉતરાયણના તહેવારમાં પતંગરસિકોનો ઉત્સાહ જોયો જઈ રહ્યો છે. વહેલી સવારથી આકાશ રંગબેરંગી પતંગોથી ભરી ગયું છે, અને પેચ લડાવવાના શોખીન મોજ માણી રહ્યા છે. આખા દિવસે પતંગબાજીનો હલચલ અને પતંગ ઉડાડવાની રમઝટ સૌને આકર્ષિત કરી રહી છે. પતંગબાજી સાથે લપેટ..લપેટ..બુમનો અવાજ સમગ્ર પોળમાં ગુંજતો રહે છે.ગુજરાતના ઉતરાયણ પર્વમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરિયાપુરમાં પતંગ ઉડાવી લોકોએ આનંદ માણ્યો. તેમણે સુરક્ષા માટે લોકોને સાવચેતી રાખવાની અપીલ પણ કરી.આ પણ વાંચો- Makar Sankranti 2026 : દેવપગલીના ગીતો અને હકાભાના હાસ્ય, અમદાવાદમાં સેલિબ્રિટીઝની અનોખી પતંગબાજી

Read Full Story arrow_forward
Banaskantha : ભાભરના નેસડા ગામે દારૂબંધીને લઇ નિર્ણય, દારુ વેચતા પકડાશે તો 21000નો દંડ, દારુ પીનારને 11000નો દંડ કરવામાં આવશે
calendar_today January 14, 2026

Banaskantha : ભાભરના નેસડા ગામે દારૂબંધીને લઇ નિર્ણય, દારુ વેચતા પકડાશે તો 21000નો દંડ, દારુ પીનારને 11000નો દંડ કરવામાં આવશે

બનાસકાંઠા જિલ્લાના ભાભરના નેસડા ગામે દારૂની વધતી પ્રવૃતિને લઈ ગ્રામજનોએ સંયુક્ત રીતે નિર્ણય લઇ કડક પગલાં લેવાનો નિર્ણય કર્યો છે. નિલકંઠ મહાદેવ મંદિર ખાતે ગામના અનેક નાગરિકો એકઠા થયા અને ગામમાં દારૂની પ્રવૃત્તિ સંપૂર્ણપણે બંધ કરવા માટે સર્વસંમતિથી નિયમો બનાવ્યા.જો કોઈ દારૂ વેચતો પકડાશે તો 21,000 રૂપિયાનો દંડ નિયમો અનુસાર, જો કોઈ દારૂ વેચતો પકડાશે તો 21,000 રૂપિયાનો દંડ ભરવો પડશે. જ્યારે કોઈ દારૂ પીતા પકડાય તો 11,000 રૂપિયાનો દંડ થશે. આ નિર્ણય ગામના લોકો દ્વારા દારૂની હાનિકારક અસરથી બચાવા માટે કરાયો છે. માતાજી અને ભગવાનની સાક્ષી હેઠળ આ નિયમોનું પાલન કરવાની શપથ લીધા ગ્રામજનોએ મંદિર ખાતે માતાજી અને ભગવાનની સાક્ષી હેઠળ આ નિયમોનું પાલન કરવાની શપથ લીધા છે. ગામના લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે કે આ પગલાંના કારણે નશીલા પદાર્થો પર નિયંત્રણ આવશે.આ પણ વાંચો----    Amit Shah In Gujarat : ઉત્તરાયણ પર્વે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યા ભગવાન જગન્નાથના દર્શન

Read Full Story arrow_forward