android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar : અમિત શાહના જન્મદિને ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા
calendar_today October 22, 2026

Gandhinagar : અમિત શાહના જન્મદિને ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા

ગાંધીનગર શહેર ભાજપા દ્વારા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના જન્મ દિવસની વિવિધ સેવાકિય કાર્યો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત સફાઇ કામદાર બહેનોને સાડી, મીઠાઇનું વિતરણ ઉપરાંત શહેરની 111 આંગણવાડીના સૌ બાળકોને સુખડી વિતરણ કરાયુ હતું.આ પ્રસંગે મેગા બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી પ્રવિણ માળી, શહેર ભાજપા પ્રમુખ ડો. આશિષ દવે, ધારાસબ્ય રીટાબેન પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જન્મદિવસની ઉજવણીને જનસેવા સાથે જોડવાના ઉદ્દેશ્યથી સે.2 સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે ગૌમાતાને ઘાસચારો તથા વિવિધ પ્રાકરના ધાનની સેવા કરાઇ હતી. સે.3 સ્થિત મહાકાલેશ્વર મહાદેવ મંદિર ખાતે વોર્ડ-10ની સફાઇ કામદાર બહેનોને સાડી, મીઠાઇ વિતરણ, સે.12 સ્થિત સિવિલ હોસ્પિટલ ખાતે કુસુમબા નિશુલ્ક આહાર કેન્દ્ર ખાતે દર્દીઓના સગાને મીઠાઇ વિતરણ અને ભોજન પીરસવામાં આવ્યુ હતું. સે.2 સ્થિત સિધ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે અમિત શાહના દિર્ધાયુ માટે પ્રાથના કરાઇ હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો 

Read Full Story arrow_forward
Himatnagar : ચાંપલાનાર ગામમાં પંચાયતના સભ્ય વિરૂધ્ધ એટ્રોસીટીની ફરિયાદ
calendar_today October 22, 2026

Himatnagar : ચાંપલાનાર ગામમાં પંચાયતના સભ્ય વિરૂધ્ધ એટ્રોસીટીની ફરિયાદ

હિંમતનગર તાલુકાના ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ચાંપલાનાર ગામ છેલ્લા કેટલાક દિવસોથી એટ્રોસીટીની ફરિયાદોને લઈ ચર્ચામાં આવી છે ત્યારે બે દિવસ અગાઉ મૂળ ચાંપલાનાર ગામના અને ભાજપના ઉપપ્રમુખ કમલેશ બારોટ વિરૂધ્ધ નોંધાયેલી એટ્રોસીટીની ફરિયાદ બાદ બુધવારે મહિલા સરપંચે પંચાયતના સદસ્ય અને સહકારી સંસ્થામાં હોદ્દો ભોગવતા રાજકીય અગ્રણી વિરૂધ્ધ એટ્રોસીટીની ફરિયાદ નોંધાવાતા સમગ્ર જિલ્લામાં આ મુદ્દો ચર્ચાની એરણે ચઢયો છે. આ અંગે ચાંપલાનાર ગામના મહિલા સરપંચ શિતલબેન હરેશભાઈ વાલ્મિકીએ નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ગત તા.29મી સપ્ટેમ્બરના રોજ સવારના સુમારે ગ્રામ પંચાયતમાં આવેલા સદસ્ય અને સહકારી સંસ્થાના અગ્રણી ભક્તિસિંહ સરદારસિંહ મકવાણાએ આવી મહિલા સરપંચને કહ્યું હતું કે, મે તને સરપંચ બનાવી છે તેમ કહી અપશબ્દો બોલી જાતિ વિરૂધ્ધ ઉચ્ચારણો કર્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે, જોકે ખોબા જેવડા ગામમાં ખુબજ ટૂંકાગાળામાં નોંધાયેલી એટ્રોસીટીની બે ફરિયાદોને લઈને સમગ્ર જિલ્લામાં તે ચર્ચામાં રહ્યો છે. જોકે આ બંને ફરિયાદ પાછળ રાજકીય અથવા તો સ્થાનિક રાજકારણ જવાબદાર હશે કે નહીં તે મુદ્દે મતમતાંતર છે એ જે હોય તે હાલ તો આ મુદ્દો રાજકીય અગ્રણીઓ માટે ચિંતાનું કારણ બને તો નવાઈ નહીં. દરમિયાન એવી પણ ચર્ચા શરૂ થઈ છે કે જિલ્લા ભાજપના અગ્રણીઓ આ મુદ્દે પદાધિકારી વિરૂધ્ધ નોંધાયેલી ફરિયાદ બાદ કેવું વલણ અપનાવશે તે જોવું રહયું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar : શિહોલી પાસે ગરનાળા નજીક સ્પીડ બ્રેકરનો અભાવ
calendar_today October 22, 2026

Gandhinagar : શિહોલી પાસે ગરનાળા નજીક સ્પીડ બ્રેકરનો અભાવ

ચિલોડાથી શિહોલી તરફ જતા નેશનલ હાઇવેના સર્વિસ રોડને તાજેતરમાં RCCનો બનાવામાં આવ્યો છે. આ માર્ગ પર આવેલા ઓવર બ્રીજની નીચે આવેલા ગરનાળાના બંને તરફ અગાઉ સ્પીડ બ્રેકર બનાવામાં આવ્યા હતા. જોકે નવા રોડના કામ બાદ આ રોડ પર ગરનાળાની સામે બંને તરફ સ્પીડ બ્રેકર બનાવાનું ભુલાઇ ગયુ છે. સ્પીડ બ્રેકપરના અભાવે ગરનાળામાંથી સર્વિસ રોડ પર નીકળતી વખતે વાહન ચાલકો સર્વિસ રોડ પર પુરઝડપે નીકળતા વાહનોની ઝપટમાં આવી જવાની જોખમની સ્થિતી જોવા મળી છે. જેને લઇને આ ગરનાળા પાસે નવા સર્વિસ રોડ પર બંને તરફ સ્પીડ બ્રેકર લગાવામાં આવે એવી સ્થાનિકોની માંગણી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward