android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar : દિવાળી પહેલાં ગાંધીનગર તાલુકા સેવા સદન ધમધમતું થઈ જશે
calendar_today October 22, 2026

Gandhinagar : દિવાળી પહેલાં ગાંધીનગર તાલુકા સેવા સદન ધમધમતું થઈ જશે

ગાંધીનગર તાલુકા સેવા સદનનું લોકાર્પણ થયાને એક મહિના જેટલો સમય થઈ ગયો છે. જોકે કોર્પોરેશન ઈલેક્શન સહિતની કામગીરીને પગલે સ્ટાફ નવી કચેરીમાં ગયો ન હતો. જોકે હવે સ્ટાફ દ્વારા નવી બિલ્ડિંગમાં જવાની તૈયારી કરી લીધી છે, જેને લઈને આજે અધિકારી-કર્મચારીઓએ વિધિવત રીતે કચેરીમાં પ્રવેશ કર્યો હતો. આ સમયે મુલાકાતે આવેલા કલેક્ટર અને અરજદારોનું પણ પુષ્પ અને તિલકથી સ્વાગત કરાયું હતું. તંત્ર દ્વારા હવે થોડા દિવસોમાં મહત્વની ફાઈલો અને સામાન ખસેડી લેવાનું આયોજન કર્યું છે, જેને પગલે દિવાળી પહેલાં જ તાલુકા સેવા સદન સંપૂર્ણ રીતે ધમધમી જાય તેમ છે. જેમાં કલેક્ટર બિલ્ડિંગમાં કાર્યરત પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, જનસેવા કેન્દ્ર અને ઈ-ધારા કેન્દ્ર નવીન બિલ્ડિંગમાં શીફ્ટ થઈ જશે. સેક્ટર-11માં કલેક્ટર કચેરીની પાછળ 42 કરોડના ખર્ચે ગાંધીનગર તાલુકા સેવા સદનનું ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળનું બિલ્ડિંગ તૈયાર કરાયું છે. જેમાં જનસંપર્ક હેઠળની તમામ સુવિધાઓ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ રાખવામાં આવશે, જેથી એક જ સ્થળે જન સુવિધાઓ વધુ સુવ્યવસ્થિત, ઝડપી અને સુરક્ષિત બનશે. કેમ્પસમાં આંતરિક માળખાકીય સુવિધાઓ અંતર્ગત આંતરિક રસ્તા, રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, ફાયર સિસ્ટમ, અંડરગ્રાઉન્ડ પાર્કિંગ, સમ્પ તથા પાણીના બોર જેવી સુવિધાઓ ઉભી કરાઈ છે. જ્યારે કેમ્પસમાં અવરજવર માટે 6 અલગ-અલગ એન્ટ્રી-એક્ઝિટ ગેટ બનાવાયા છે. અરજદારોની સુવિધા માટે 16 લોકોની ક્ષમતાવાળી બે લીફ્ટ, દરેક માળે કોમન ટોઈલેટ, દિવ્યાંગો માટે ટોઈલેટ જેવી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. મુખ્ય કચેરીઓ ઉપરાંત રેકોર્ડની જાળવણી માટે જરૂરી સ્ટોરરૂમની જોગવાઈમાં કોમ્પેક્ટર સિસ્ટમની સુવિધા રાખવામાં આવેલ છે. આ ઉપરાંત 2 કોન્ફ્રન્સ રૂમ, ડાઈનીંગ એરીયા, જીમ, યોગા રૂમ, રીક્રિએશન એરીયા તથા ઘોડીયાઘર જેવી આનુષંગિક સુવિધાઓનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. નવી બિલ્ડિંગમાં અંડરગ્રાઉન્ડ પાર્કિંગ સાથે કેમ્પસમાં પણ પાર્કિંગ માટે જગ્યા છે. જેને પગલે કર્મચારી અને અરજદારોને વાહન પાર્કિંગ માટે જગ્યા મળી રહેશે. બીજી તરફ કલેક્ટર કચેરીમાંથી પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, જનસેવા કેન્દ્ર ખસેડાતા અહીં પણ પાર્કિંગની સમસ્યાનો ઉકેલ આવે તેવી શક્યતા હાલ જોવાઈ રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dahegam : મિલકત સંબંધી ગુનાનો અંજારનો ફરાર આરોપી દહેગામથી પકડાયો
calendar_today October 22, 2026

Dahegam : મિલકત સંબંધી ગુનાનો અંજારનો ફરાર આરોપી દહેગામથી પકડાયો

અંજારમાં મિલકત સંબંધી ગુનો આચર્યા બાદ ફરાર થઇ ગયેલા એક આરોપીને દહેગામના એક એપાર્ટમેન્ટમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. અંજાર પોલીસ આરોપીને શોધી રહી હતી અ દરમિયાન દહેગામ પોલીસે બાતમી આધારે દહેગામના ઇસમને પકડી પાડીને અંજાર પોલીસને સોંપ્યો હતો. મળતી વિગતો મુજબ દહેગામ ટાઉન બીટ જમાદાર જીનલકુમાર મહંતને બાતમી મળી હતી કે અંજાર પોલીસ મથકમાં વર્ષ 2026 માં ભારતીય ન્યાય સંહિતાની કલમ મુજબ નોંધાયેલા એક મિલકત સંબંધીત ગુનામાં નાસતો ફરતો આરોપી મિતુલ કિશોરભાઇ પટેલ (રહે. દહેગામ હરેકૃષ્ણ એપાર્ટમેન્ટ , મકાન નંબર 1003 મુળ રહે. ઇકબાલગઢ તા. અમીરગઢ બનાસકાંઠા) હાલમાં દહેગામમાં તેના ઘરે આવેલ છે. આ હકીકત આધારે પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ કરીને નાસતા ફરતા આરોપી મિતુલ પટેલને તેના જ ઘરેથી રંગેહાથ પકડી પાડયો હતો. આરોપી અંજાર ખાતે મિલકત સંબંધીત ગુના આચર્યો હોવાથી આ મામલે સ્ટેડા નોંધ કરીને અંજાર પોલીસને સોંપવામાં આવ્યો હોવાની વિગતો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mahemdavad : મહેમદાવાદ પાલિકા પ્રમુખની ખુરશી સલામત
calendar_today October 22, 2026

Mahemdavad : મહેમદાવાદ પાલિકા પ્રમુખની ખુરશી સલામત

મહેમદાવાદ પાલિકાના પ્રમુખ પ્રશાંત પટેલ સામે રજૂ કરવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્ત પરત ખેંચી લેવામાં આવી છે. ભાજપના નેતાએ સમયસર મધ્યસ્થતા કરીને અસંતૃષ્ટ 10 કાઉન્સિલરોને મનાવી લેવામાં આવ્યા હતા. ગુરૂવારે પાલિકામાં બોલાવવામાં આવેલી ખાસ સભામાં તમામ કાઉન્સિલરો ઉપસ્થિત રહીને હાથ ઊંચા કરીને પ્રમુખને પોતાનું સંપૂર્ણ સમર્થન આપવાની જાહેરાત કરી છે. અને પ્રમુખની ખુરશી સલામત રહી છે. ભાજપ શાસિત મહેમદાવાદ નગરપાલિકાના કુલ 28 સભ્યો માંથી ભાજપના 18 પૈકી 10 કાઉન્સિલરોએ પ્રમુખ પ્રશાંત પટેલ સામે મનમાની અને વિશ્વાસમાં લીધા વિના નિર્ણયો અને વહીવટના મુદ્દે તા. 13 ઓકટોબરે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. આ દરખાસ્ત ચીફઓફિસરને આપી હતી. જેને લઇને સ્થાનિક રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. આ દરખાસ્ત રજૂ થયા બાદ ભાજપના નેતાઓ અને સંગઠનના હોદ્દેદારો સત્તાપક્ષની આબરૂ ન જાય તે માટે તાત્કાલિક એકશન મોડમાં આવી ગયા હતા. સ્થાનિક નેતા અને ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે આ પરિસ્થિતિને થાળે પાડવા માટે બેઠકોનો દોર શરૂ કર્યો હતો. નવરાત્રિ મહોત્સવ પૂર્ણ થયા બાદ ધારાસભ્યે બુધવારે સરકીટ હાઉસમાં નારાજ સભ્યો સહિત તમામ કાઉન્સિલરોને બોલાવીને એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં નારાજ સભ્યો સાથે સીધી વાતચીત કરી અને પક્ષની શિસ્ત જાળવી રાખવા માટે કડક શબ્દોમાં ઠપકો પણ આપવામાં આવ્યો હતો. ડેમેજ કંટ્રોલની આ કવાયતમાં તમામ નારાજ સભ્યોના મુદ્દાઓને સાંભળીને વિવાદનો ઉકેલ લાવવામાં આવ્યો હતો અને નારાજ સભ્યાને મનાલી લીધા હતા. નિયમ પ્રમાણે દરખાસ્ત થયાના પંદર દિવસ પહેલા પ્રમુખે વિશ્વાસ મત લેવા માટે ખાસ સામાન્ય સભા બોલાવવાની હોય છે. દરખાસ્તના દસંમા દિવસે પ્રમુખે પાલિકાની ખાસ સામાન્ય સભા બોલાવી હતી. આ સભા સત્તાપક્ષના પ્રમુખ સહિત 18 અને અપક્ષ 10 સભ્યો ઉપસ્થિતિમાં સભા યોજાઇ હતી. સભામાં તમામ સભ્યોએ હાથ ઊંચો કરીને પ્રમુખને સંપૂર્ણ સમર્થન આપીને અવિશ્વાસની દરખાસ્ત પાછી ખેંચી લેવામાં આવી હતી. આ વિવાદનો અંત આવી ગયો છે. દરખાસ્ત પરત ખેંચાઇ જવાથી પ્રમુખની ખુરશી સલામત થઇ ગઇ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward