android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vallabh vidyanagar : SPયુનિવર્સિટીના 4 અધ્યાપકોએ વૈશ્વિક સંશોધનમાં ડંકો વગાડ્યો
calendar_today October 22, 2026

Vallabh vidyanagar : SPયુનિવર્સિટીના 4 અધ્યાપકોએ વૈશ્વિક સંશોધનમાં ડંકો વગાડ્યો

સરદાર પટેલ યુનિવર્સિટીના ચાર પ્રાધ્યાપકોને સ્ટેનફોર્ડ યુનિવર્સિટી અને વૈશ્વિક શૈક્ષણિક પ્રકાશન સંસ્થા એલ્સેવિયર દ્વારા જાહેર કરવામાં આવેલી વિશ્વના ટોચના 2 ટકા વૈજ્ઞાનિકોની યાદીમા વૈજ્ઞાનિકોના ઉત્કૃષ્ટ સંશોધન પત્રો, તેમના શૈક્ષણિક પ્રભાવ અને સંદર્ભોના આધારે મૂલ્યાંકન કરીને સ્થાન આપવામાં આવ્યું છે. ગૌરવપૂર્ણ સિદ્ધિમાં ભૌતિક શાસ્ત્ર વિભાગના પ્રો.ડૉ.સુનિલ ચાકી વર્ષ 2022 થી 2026 સુધી સતત પાંચમાં વર્ષે યાદીમાં સ્થાન જાળવ્યુ છે. તેઓ ભૌતિકશાસ્ત્ર અને ખગોળશાસ્ત્ર અંતર્ગત એપ્લાઇડ ફિઝિક્સ ક્ષેત્રે સંશોધનકાર્ય કરી રહ્યા છે. ઉપરાંત ભૌતિક શાસ્ત્ર વિભાગના જ પ્રો.ડૉ.અરુણ આનંદે ઓપ્ટિક્સ પ્રકાશવિજ્ઞાન ક્ષેત્રે સમગ્ર કારકિર્દી દરમિયાન આપેલા ઉત્કૃષ્ટ પ્રદાનના આદારે વર્ષ 2023 થી 2026 સુધી પોતાનું સ્થાન અંકિત કર્યુ છે. રસાયણ શાસ્ત્ર વિભાગમાંથી પ્રો.ડૉ.પ્રજ્ઞેશ એન દવે કેમિકલ એન્જિનિયરિંગ અને સબંધિત ક્ષેત્રના ઉચ્ચસ્તરીય સંશોધનના આધારે વર્ષ 2022 થી 2026 સુધીના સમયગાળા માટેની યાદીમાં સ્થાન મેળવ્યુ છે. તેમજ ભૌતિકશાસ્ત્ર વિભાગના વડા પ્રોડૉ.મિલંદ પ્રભાકર દેશપાંડેએ પણ એપ્લાઇડ ફિઝિક્સના સંશોધનકાર્ય થકી વર્ષ 2025 અને 2026ની યાદીમાં સ્તાન મેળવી સરદાર પટેલ યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યુ છે. આ પ્રસંગે કુલપતિ ડૉ.નિરંજન પટેલે જણાવ્યુ હતું કે સરદાર પટેલ યુનિવર્સિટીના ચાર સમર્પિત પ્રાધ્યાપકોનું સ્ટેનફોર્ડ યુનિવર્સિટી જેવી વૈશ્વિક સંસ્થાની યાદીમાં સ્થાન પામવું એ સમગ્ર યુનિવર્સિટી અને ગુજરાતના ઉચ્ચશિક્ષણ જગત માટે ગૌરવની ક્ષણ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vallabh vidyanagar : પેટલાદ કોલેજમાં સિલેક્શન ટ્રાયલનું આયોજન
calendar_today October 22, 2026

Vallabh vidyanagar : પેટલાદ કોલેજમાં સિલેક્શન ટ્રાયલનું આયોજન

ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી, ડેસર સંલગ્ન વી.જે.પટેલ કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન મોગરી દ્વારા ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી વેઇટલિફ્ટિંગ તથા પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં ભાગ લેનાર યુનિવર્સિટી ટીમની પસંદગી માટે આર.કે પરીખ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ પેટલાદ ખાતે સિલેક્શન ટ્રાયલનું આયોજન કરવામાં આવ્યુ હતું. ટ્રાયલ દરમિયાન ખેલાડીઓની શારીરિક ક્ષમતા, રમતગમતની કુશળતા તથા પ્રદર્શનના આધારે આકરા ગુણવત્તાના ધોરણો સાથે ટીમ પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં આર કે પરીખ કોલેજના સ્પોર્ટસ ડિરેક્ટર ડૉ.મહેન્દ્રસિંહ મંડોરા, ડિગ્રી કોલેજ ઓફ એજ્યુકેશનના ડૉ.સરદારસિંહ રાઠોડ, વનરાજસિંહ પઢિયાર ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vallabh vidyanagar : સ.પ.યુનિ.ના સંશોધકે પરિષદમાં સંશોધન રજુ કર્યું
calendar_today October 22, 2026

Vallabh vidyanagar : સ.પ.યુનિ.ના સંશોધકે પરિષદમાં સંશોધન રજુ કર્યું

સરદાર પટેલ યુનિવર્સિટીના બાયોસાયન્સ વિભાગના સંસોધક નિધિ કે પટેલ દ્વારા ઉદયપુર ખાતે પેસિફિક એકેડેમી ઓફ હાયર એજ્યુકેશન એન્ડ રિસર્ચ યુનિવર્સિટી ઉદયપુરના અનુસ્નાતક વિભાગ તેમજ ફેકલ્ટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા ઇન્ડિયન સોસાયટી ઓફ કેમિસ્ટ એન્ડ બાયોલોસ્જિસ્ટના સંયુક્ત ઉપક્રમે નેક્સ્ટ જનરેશન સાયન્સ એન્ડ સબસ્ટેઇનેબલ ટ્રાન્સફોર્મેશન વિષય પર આંતરરાષ્ટ્રીય પરિષદમાં નિધિ પટેલે કૃષિ જમીનમાંથી રંગદ્રવ્ય ઉત્પન્ન કરતા બેક્ટેરિયાના સંશોધન પર આધારિત કૃષિ જમીનમાંથી રંજકદ્રવ્ય ઉત્પન્ન કરતા બેક્ટેરિયલ સ્ટ્રેન્સનું અલગીકરણ, લાક્ષણિકતા નિર્ધારણ અને જૈવ-સંભાવના બાયોપ્રોસ્પેક્ટિંગ વિષય પર સફળતાપૂર્વક સંશોધન કર્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward