android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara: પાદરા રોડ પર ગમખ્વાર અકસ્માત, અજાણ્યા વાહનની અડફેટે બાઈક સવાર યુવકનું મોત
calendar_today January 13, 2026

Vadodara: પાદરા રોડ પર ગમખ્વાર અકસ્માત, અજાણ્યા વાહનની અડફેટે બાઈક સવાર યુવકનું મોત

પાદરા–વડોદરા રોડ પર આવેલી Gibraltar કંપની પાસે એક અજાણ્યા વાહન ચાલકે બાઈક સવાર યુવકને જોરદાર ટક્કર મારતા યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. અકસ્માત સર્જીને વાહન ચાલક પોતાનું વાહન લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.પાદરા–વડોદરા રોડ પર અકસ્માતપ્રાપ્ત વિગતો અનુસાર, અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક સવાર યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેણે સ્થળ પર જ દમ તોડ્યો હતો. અકસ્માતને પગલે આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ ઘટનાના કારણે પાદરા-વડોદરા રોડ પર બંને બાજુ લગભગ એક કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.પોલીસનો કાફલો ઘટનાસ્થળે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસે તપાસ કરતા મૃતક યુવકની ઓળખ સાંગમાં ગામના વિશાલ રમેશભાઈ ચૌહાણ તરીકે થઈ છે. યુવાન પુત્રના મોતના સમાચાર મળતા જ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે મૃતક વિશાલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. અકસ્માત સર્જીને માનવતા નેવે મૂકી ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે. આ પણ વાંચો: વસોની વેદ હોસ્પિટલની ગંભીર બેદરકારી, નર્સે ઈન્જેક્શન આપતા યુવકનો હાથ જોખમમાં

Read Full Story arrow_forward
Gandhinagar : એક દાયકામાં દેશની બાયો ઈકોનોમી 10 બિલિયન ડોલરથી વધી 1600 બિલિયન ડોલરને પાર પહોંચી
calendar_today January 13, 2026

Gandhinagar : એક દાયકામાં દેશની બાયો ઈકોનોમી 10 બિલિયન ડોલરથી વધી 1600 બિલિયન ડોલરને પાર પહોંચી

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતની પ્રથમ અદ્યતન બાયો-કન્ટેઈનમેન્ટ ફેસિલિટી બાયો સેફ્ટી લેવલ ૪ લેબ તેમજ “એનિમલ બાયો-સેફ્ટી લેવલ સુવિધાનો ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં શિલાન્યાસ કર્યો હતો. આ સમારોહ દરમિયાન ગુજરાત બાયો ટેક્નોલોજી રીસર્ચ સેન્ટરની “બાયો સેફ્ટી લેવલ-૪” સુવિધાને ભારત સરકારની BioE3 નીતિ” અંતર્ગત 'નેશનલ સેન્ટર ફોર હાઈ કન્ટેઈનમેન્ટ પેથોજેન રિસર્ચ ફેસિલિટી' તરીકે નિયુક્ત કરવા માટે કેન્દ્રીય બાયોટેકનોલોજી વિભાગ દ્વારા ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગને લેટર ઓફ ઇન્ટેન્ટ એનાયત કરવામાં આવ્યો હતો. સુરક્ષા કવચ અને જૈવ સુવિધાનો મજબૂત કિલ્લો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગુજરાતની ધરતી પરથી ભારતની સ્વાસ્થ્ય સુરક્ષા અને બાયો સેફ્ટી ક્ષેત્રના વિકાસના નવા યુગની શરૂઆત થઈ છે. પુણે બાદ દેશની આ માત્ર બીજી ઉચ્ચ સ્તરીય લેબ છે, પરંતુ રાજ્ય સરકારની વિશેષ પહેલથી રૂ. ૩૬૨ કરોડના ખર્ચે નિર્માણ પામનારી આ દેશની પ્રથમ BSL-4 લેબ બનશે. ભવિષ્યમાં આ લેબ જીવલેણ વાયરસો સામે લડવા માટે ભારતનું અભેદ સુરક્ષા કવચ અને જૈવ સુવિધાનો મજબૂત કિલ્લો પૂરવાર થશે. લેબ સંશોધકો અને યુવાનો માટે અનેક તકોના દ્વાર અમિત શાહે વધુમાં કહ્યું કે, આંતરરાષ્ટ્રીય કક્ષાની આ લેબ સંશોધકો અને યુવાનો માટે અનેક તકોના દ્વાર ખોલશે. ખાસ કરીને પશુઓમાંથી માણસોમાં ફેલાતી બીમારીઓને અટકાવવા માટે વડાપ્રધાને શરૂ કરેલા “વન હેલ્થ મિશન”ને આ લેબથી વેગ મળશે. તાજેતરમાં ગુજરાતે અનુભવેલા ચાંદીપુરા અને લમ્પી સ્કીન ડીઝીસ જેવા સંકટો સામે આ પ્રકારની રીસર્ચ આધારિત કાયમી સુરક્ષા વ્યવસ્થા અનિવાર્ય હતી. છેલ્લા ૧૧ વર્ષમાં બાયો-ટેક્નોલોજી ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ થઈ છે. વર્ષ ૨૦૧૪માં ભારતની બાયો-ઈકોનોમી જે ૧૦ બિલિયન ડોલર હતી, તે વર્ષ ૨૦૨૪ સુધીમાં વધીને ૧૬૬ બિલિયન ડોલરને પાર પહોંચી છે. સ્ટાર્ટઅપ અને રોકાણના ક્ષેત્રે થયેલી વૃદ્ધિ ગૃહ મંત્રીએ સ્ટાર્ટઅપ અને રોકાણના ક્ષેત્રે થયેલી વૃદ્ધિ પર પ્રકાશ પાડતા કહ્યું કે, વર્ષ ૨૦૧૪માં આ ક્ષેત્રે ૫૦૦થી પણ ઓછા સ્ટાર્ટઅપ્સ હતા, જે આજે ૧૦,૦૦૦થી વધુ થયા છે. તેવી જ રીતે, ઇન્ક્યુબેટર્સની સંખ્યા ૬ થી વધીને ૯૫ અને ઇન્ક્યુબેસન સ્પેસ ૬૦ હજાર સ્ક્વેર ફૂટથી વધીને ૯ લાખ સ્ક્વેર ફૂટ થઈ છે. નોંધપાત્ર રીતે, પ્રાઈવેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ રૂ. ૧૦ કરોડથી વધીને રૂ. ૭૦૦૦ કરોડ સુધી પહોંચ્યું છે અને પેટન્ટ ફાઈલિંગની સંખ્યા પણ ૧૨૫થી વધીને ૧૩૦૦ને પાર કરી ગઈ છે, જે દર્શાવે છે કે ભારતના યુવાનો હવે 'જોબ શિકર' નહીં પણ 'જોબ ગીવર' બન્યા છે.આ પણ વાંચોઃ Rajkot News: જેતપુરના કેરાળી ગામમાં ભાદર નદીના પાણીમાં જાણે બરફ પડ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા

Read Full Story arrow_forward
Sabarkantha: પોશીના-હડાદ રોડ પર પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દારૂ ભરેલી ઇકો ગાડી ઝડપી પાડી
calendar_today January 13, 2026

Sabarkantha: પોશીના-હડાદ રોડ પર પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દારૂ ભરેલી ઇકો ગાડી ઝડપી પાડી

સાબરકાંઠાના સરહદી વિસ્તારમાં ગાંધીનગર RR Cell દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોશીના-હડાદ રોડ પર વિદેશી દારૂની હેરાફેરી કરી રહેલા બુટલેગરોને પોલીસે દબોચી લીધા છે. આ ઓપરેશન દરમિયાન બુટલેગરો અને પોલીસ વચ્ચે હાઈવે પર ફિલ્મી પીછો જોવા મળ્યો હતો.બેરિકેટ અને વીજપોલ તોડી ભાગવાનો પ્રયાસમળતી વિગતો અનુસાર, ગાંધીનગર RR Cell ની ટીમને બાતમી મળી હતી કે એક ઇકો ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. પોલીસે જ્યારે ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે બુટલેગરોએ ગાડી ઉભી રાખવાને બદલે હંકારી મૂકી હતી. ભાગવાની લાયમાં બુટલેગરોએ પોશીના પોલીસ સ્ટેશન પાસેના બેરિકેટ અને વીજ થાંભલા તોડી અકસ્માત પણ સર્જ્યો હતો, પરંતુ સતર્ક પોલીસની ટીમે પીછો છોડ્યો નહોતો.ફિલ્મી ઢબે પીછો કરીને ધરપકડબુટલેગરોએ પોલીસથી બચવા માટે ગાડીને હડાદ તરફથી પાછી વાળી પોશીના તરફ દોડાવી હતી. સ્કોર્પિયોમાં સવાર પોલીસની ટીમે સતત પીછો ચાલુ રાખ્યો અને અંતે ગાડીને ચારેબાજુથી કોર્ડન કરી લીધી હતી. આ પકડ-ધકડના દ્રશ્યો નજીકના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થયા છે, જેમાં પોલીસની સ્કોર્પિયો ઇકો ગાડીનો પીછો કરતી સ્પષ્ટ દેખાય છે.મુદ્દામાલ સાથે બુટલેગરો જેલભેગાપોલીસે ઇકો ગાડીની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂના મુદ્દામાલ અને વાહન સાથે બુટલેગરોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોડી રાત્રે ચાલેલી આ કાર્યવાહીને પગલે સરહદી વિસ્તારના બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.આ પણ વાંચો: પાદરા રોડ પર ગમખ્વાર અકસ્માત, અજાણ્યા વાહનની અડફેટે બાઈક સવાર યુવકનું મોત

Read Full Story arrow_forward