android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Petrol Diesel Price Today: મંગળવારે પેટ્રોલ ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો આજનો લેટેસ્ટ રેટ
calendar_today January 13, 2026

Petrol Diesel Price Today: મંગળવારે પેટ્રોલ ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો આજનો લેટેસ્ટ રેટ

આજે 13 જાન્યુઆરી 2026 ના રોજ ભારતના મુખ્ય શહેરો માટે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. નવા વર્ષના પહેલા દિવસે તેલ કંપનીઓએ કેટલાક શહેરોમાં ભાવમાં નાના ફેરફાર કર્યા છે, જ્યારે મહાનગરોમાં ભાવ મોટાભાગે સ્થિર રહ્યા છે. દેશના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલની કિંમત ? દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.72 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.62 રૂપિયા પ્રતિ લિટર છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ 104.21 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.15 રૂપિયા પ્રતિ લિટર છે. કોલકાતામાં પેટ્રોલનો ભાવ 103.94 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.76 રૂપિયા પ્રતિ લિટર છે. ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.75 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.34 રૂપિયા પ્રતિ લિટર છે. ગુજરાતના મોટા શહેરોમાં શું છે ભાવ? (ગુડ રિટર્ન અનુસાર)શહેર પેટ્રોલ (રૂ.) ડીઝલ (રૂ.)અમદાવાદ 94.49 90.17ભાવનગર 95.88 91.56ગાંધીનગર94.97 90.32રાજકોટ 94.85 90.65વડોદરા 94.15 89.82સુરત 94.69 90.38એસએમએસ દ્વારા જાણો પેટ્રોલ અને ડીઝલના ભાવઈન્ડિયન ઓઈલ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9224992249 નંબર પર SMS કરો. ભારત પેટ્રોલિયમ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9223112222 પર SMS કરો. હિન્દુસ્તાન પેટ્રોલિયમ: 9222201122 નંબર પર તમારા શહેરનો HPP કિંમત અને પિનકોડ SMS કરો. આ પણ વાંચો- Ruchak Rajyog: 7 દિવસ બાદ મંગળ ચમકાવશે આ રાશિની કિસ્મત, નોકરી ધંધામાં થશે પ્રગતિ

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : દાહોદમાં દારૂની હેરાફેરીમાં પોલીસ કર્મીઓ સંડોવાયા,  દારૂની હેરાફેરીમાં 3 પોલીસ કર્મીઓ સામે ફરિયાદ
calendar_today January 13, 2026

Gujarat Latest News Live : દાહોદમાં દારૂની હેરાફેરીમાં પોલીસ કર્મીઓ સંડોવાયા, દારૂની હેરાફેરીમાં 3 પોલીસ કર્મીઓ સામે ફરિયાદ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 13 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Uttarayanમાં 7થી 14 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, દિવસભર વાતાવરણ ખુલ્લું રહેશે, પરેશ ગોસ્વામીની આગાહી
calendar_today January 13, 2026

Uttarayanમાં 7થી 14 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, દિવસભર વાતાવરણ ખુલ્લું રહેશે, પરેશ ગોસ્વામીની આગાહી

ઉત્તરાયણના તહેવારમાં પવન કેવો રહેશે તે વિશે પતંગ રસિકોને ભારે ઉત્સુક્તા જોવા મળતી હોય છે. હવામાનશાસ્ત્રી પરેશ ગોસ્વામીએ ઉતરાયણમા પવન કેવો રહેશે તેની સંભાવના વ્યક્ત કરી છે.દિવસ દરમિયાન વાતાવરણ ખુલ્લું અને મોસમ અનુકૂળ રહેશે પરેશ ગોસ્વામીના અનુસાર, વહેલી સવારે શહેર-ગ્રામ્ય વિસ્તારમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળશે અને સવારે થોડી ઝાકળ પણ જોવા મળી શકે છે. દિવસ દરમિયાન વાતાવરણ ખુલ્લું અને મોસમ અનુકૂળ રહેશે. પવનની ઝડપ કેટલી હશે પવનની ઝડપ અંગે પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતમાં 10 થી 12 કિમી પ્રતિ કલાક, સૌરાષ્ટ્રમાં 12 થી 14 કિમી પ્રતિ કલાક તથા દક્ષિણ ગુજરાતમાં 13 થી 14 કિમી પ્રતિ કલાક અને મધ્ય ગુજરાતમાં 10 થી 11 કિમી પ્રતિ કલાક પવન ફૂંકાશે પવનની ગતિ ગત વર્ષની તુલનામાં થોડી ઓછી રહી શકે ગોસ્વામીનું અનુમાન છે કે આ વર્ષે પવનની ગતિ ગત વર્ષની તુલનામાં થોડી ઓછી રહી શકે છે.આ પણ વાંચો----   Gujarat Weather: રાજ્યમાં ઠંડીથી લોકો ધ્રુજી ઉઠ્યા, નલિયા બન્યું સૌથી ઠંડું સ્થળ

Read Full Story arrow_forward