android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vallabh vidyanagar : એસવીઆઇટી દ્વારા એક લાખનો ફાળો એકત્રિત
calendar_today October 22, 2026

Vallabh vidyanagar : એસવીઆઇટી દ્વારા એક લાખનો ફાળો એકત્રિત

વાસદ સ્થિત સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી એસવીઆઇટી વાસદના એનએસએસ યુનિટના સ્વયંસેવો દ્વારા ફાળો એકત્રિત કર્યો આસામમાં આવેલ પુર ત્યાર બાદ નેપાળમાં સર્જાયેલી કુદરતી આફતના પરિણામે બિહારના અનેક નદીકાંઠા વિસ્તારોમાં પુર જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઇ હતી. મુશ્કેલ સમયમાં અસરગ્રસ્ત લોકોની મદદ માટે વાસદ ગામ તથા વડોદરા ખાતે જનસંપર્ક કરી પુરગ્રસ્તોની સહાય માટે 1 લાખનો ફાળો એકત્રિત કરી સંસ્થાના અધ્યક્ષ ભાવેશભાઇ પટેલ, ઉપાધ્યક્ષ શંભુભાઇ પટેલ, આચાર્ય ડૉ.ડી.પી સોની, વિકાસ અગ્રવાલતથા એનએસએસ ટીમે આણંદ કલેક્ટર પ્રવિણ ચૌધરીને પી.એમ કેર ફંડ માટે 1 લાખ એક રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vallabh vidyanagar : સીવીએમના ફેકલ્ટીઓનું વૈજ્ઞાનિકોની યાદીમાં સ્થાન
calendar_today October 22, 2026

Vallabh vidyanagar : સીવીએમના ફેકલ્ટીઓનું વૈજ્ઞાનિકોની યાદીમાં સ્થાન

ચારૂતર વિદ્યામંડળ સંચાલિત અને સીવીએમ યુનિવર્સિટીની સંસ્થા ઇન્સ્ટિટયુટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોર એડવાન્સ સ્ટડીંજ એન્ડ રિસર્ચ આઇસ્ટારના ફેકલ્ટી ડૉ.રોહિત વેકરિયા તેમજ એન.વી.પટેલ કોલેજ ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ સાયન્સના ફેકલ્ટી ડૉ.યાચના ઝાએ સંશોધનક્ષેત્રે ઉત્તમ યોગદાન બદલ સ્ટેનફોર્ડ તથા એલ્સેવીર ડેટાબેઝના આધારે વિશ્વના ટોચના 2 ટકા વૈજ્ઞાનિકોની યાદીમાં સ્થાન પામી યુનિવર્સિટી અને સંસ્થાનું ગૌરવ વધાર્યુ છે. તેમની સિદ્ધિ બદલ સંસ્થાના પ્રેસિડેન્ટ ભીખુભાઇ પટેલ, પ્રોવોસ્ટ ઇન્દ્રજીત પટેલ , રજિસ્ટ્રાર સંદિપ વાલિયાએ શુભેચ્છા પાઠવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vallabh vidyanagar : કસ્તુરબા કન્યા વિદ્યાલયમાં ક્વિઝ સ્પર્ધા યોજાઇ
calendar_today October 22, 2026

Vallabh vidyanagar : કસ્તુરબા કન્યા વિદ્યાલયમાં ક્વિઝ સ્પર્ધા યોજાઇ

ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત કસ્તુરબા કન્યા વિદ્યાલય આણંદ ખાતે સરદાર પટેલ રિન્યુએબલ એનર્જી રિસર્ચ ઇન્સ્ટિટયુટના સંયુક્ત ઉપક્રમે પુનઃપ્રાપ્ય ઉર્જા અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ લાવવાના હેતુથી ગ્રીનપાર્ક ક્વિઝ સ્પર્ધા યોજાઇ હતી. સ્પેરીના શ્રદ્ધા પંડયા અને શિવમ ઠાકરના વડપણ હેઠળ યોજાયેલી સ્પર્ધામાં શાળાના માધ્યમિક વિભાગની વિદ્યાર્થિનીઓએ પોતાની તર્કશક્તિ અને વિષયજ્ઞાનનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. જેમાં ટીમ એ ની વિદ્યાર્થિની શિઝા સમીર મન્સૂરી અને ખુશી પ્રવીણ પ્રજાપતિએ પ્રથમ ક્રમાંક હાંસલ કરી શાળાનું ગૌરવ વધાર્યુ હતું. વિજેતાઓને સ્પેરી તરફથી પ્રોત્સાહક ઇનામો આપ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward