android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara:ડભોઇ સરકારી દવાખાના રોડ પર બીમાર પડેલી ગાય
calendar_today January 12, 2026

Vadodara:ડભોઇ સરકારી દવાખાના રોડ પર બીમાર પડેલી ગાય

ડભોઇમાં પવિત્ર ગણાતી ગાયની હાલત આજે અત્યંત દયનીય બની છે. શહેરના મુખ્ય વિસ્તાર એવા પોલીસ સ્ટેશન અને સરકારી દવાખાના રોડ પર, રબારી વગા પાસે છેલ્લા ત્રણ દિવસથી એક ગાય ગંભીર બીમારી અને ભૂખ-તરસથી પીડાઈ રહી છે. આશ્ચર્યની વાત એ છે કે, આ ગાય રસ્તાની વચ્ચે જીવતદાન માટે ટળવળતી હોવા છતાં તંત્ર કે પશુપાલકોના પેટનું પાણી હલતું નથી.સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, આ ગાય છેલ્લા ત્રણ દિવસથી એક જ જગ્યાએ પડી રહી છે. તે એટલી બીમાર અને અશક્ત છે. તે જાતે ઊભી પણ થઈ શકતી નથી. રહીશો દ્વારા નજીકમાં આવેલા રબારીવગાના પશુપાલકોને વારંવાર જાણ કરાઇ હતી. કેટલાક લોકો આવીને જોઈ પણ ગયા, પરંતુ પોતાની જવાબદારી સ્વીકારવાને બદલે ત્યાંથી ચાલતી પકડતા જોવા મળ્યા છે. ચર્ચાઈ રહ્યું છે કે ગાયે દૂધ આપવાનું બંધ કરી દીધું હોવાથી માલિકે તેને રઝળતી મૂકી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara:ડભોઇમાં નર્મદા વિસ્થાપિતોની વસાહતોમાં પ્રાથમિક સુવિધા નહીં
calendar_today January 12, 2026

Vadodara:ડભોઇમાં નર્મદા વિસ્થાપિતોની વસાહતોમાં પ્રાથમિક સુવિધા નહીં

ડભોઇ તાલુકાના સીમલીયા, ગોપાલપુરા, પણસોલીની એમ.પી.વસાહતમાં નળ, હવાડા, શૌચાલય અને બોર શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યાં છે.સીમલીયા, ગોપાલપુરા, બાંબોજ, પણસોલીની (MP) વસાહત, તેમજ કુકડ વસાહત સહિતની નર્મદા વિસ્થાપિતોની વસાહતોમાં પ્રાથમિક સુવિધા શોભાના ગાંઠિયા બની છે. નળ છે તો પાણી નથી. બોર છે. પણ વીજ કનેક્શન નથી. હવાડા છે તો પાણી વિના બિનઉપયોગી થયા છે. જેથી અનેક રજૂઆતો બાદ પણ કોઈ ઉકેલ ના આવતા આદિવાસી વિસ્થાપિતો પરિસ્થિતિ સાથે સમાધાન કરવા મજબૂર બન્યા છે. તાલુકાના દરેક ગામ તેમજ નર્મદા યોજનાની વસાહત આવેલી છે. જેમા શૌચાલય નલ સે જલ સ્ટેન્ડ પોસ્ટ પશુને પીવા માટે હવાડા બિસ્માર છે. જેમાં ટયુબવેલ વર્ષોથી લાઈટ કનેકશનના અભાવે શોભાના ગાંઠિયા બન્યા છે. નર્મદા વિસ્થાપિતોની વસાહતોમાં કોન્ટ્રાક્ટરો દ્વારા બેફામ ભ્રષ્ટાચાર થયેલ હોવાનું વસાહતીઓ કહી રહ્યા છે. વસાહતોમાં પ્રાથમિક સુવિધા માટે ના નળ, બિસ્માર શૌચાલય અને હવાડા, બોર, તેની ચાડી ખાઇ રહ્યા છે. સરકારી કોન્ટ્રાકટ નર્મદા નિગમના સરકારી બાબુઓ મોટા બીલો પાસ કરી વર્ષોથી કૌભાંડ કરેલ છે. તપાસ કરે તો ઘણું સત્ય બહાર આવે તેમ છે.સરકારના પૈસાનો ઉપયોગ માત્ર દેખાવ પૂરતા કરી ગ્રાન્ટ મંજુર કરેલ છે. જાણવા મળ્યા મુજબ, ઘણા જુના ગામડા તેમજ નર્મદાની વસાહતોમાં રૂબરૂ જઈ તપાસ કરતા પ્રાથમિક સુવિધાથી વંચિત વસાહતો જોવા મળેલ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Chhotaudaypur:અંબાડા ખાતે 11 પ્રાથમિક શાળાનો પતંગોત્સવ ઉજવાયો
calendar_today January 12, 2026

Chhotaudaypur:અંબાડા ખાતે 11 પ્રાથમિક શાળાનો પતંગોત્સવ ઉજવાયો

નસવાડી તાલુકાની અંબાડા પ્રાથમિક શાળામાં તા.12ના રોજ પતંગોત્સવની ઉજવણી કરાઇ હતી. જેમાં અંબાડા તથા આસપાસની 11 પ્રાથમિક શાળાના 400થી વધારે બાળકોને પતંગ, દોરા, ચીકી, ચવાણુંનું વિતરણ અલગ અલગ દાતાઓ દ્વારા કરાયું હતું. જે બાદ તમામ બાળકોને સ્વરુચિ ભોજનની પણ વ્યવસ્થા આ પતંગોત્સવ આયોજન કમિટી દ્વારા કરાઇ હતી.પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને ઉત્તરાયણના પર્વ નિમિતે આટલી સરસ કીટનું વિતરણ થતાં અત્રેની શાળામાં તમામ વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળેલ હતો. આ કાર્યક્રમ અંતર્ગત ઘણા બરોડા સિનિયર સિટીઝન ગ્રુપના દાતાઓ દ્વારા દાન આપેલ હતું. આ કાર્યક્રમને સફ્ળ બનાવવા માટે TDO હરીશ તલાટી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જીગ્નેશ વણકર તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ પરસોત્તમ રાઠવા, મંત્રી મુકેશ ભીલ, બી.આર.સી. આમિર દિવાન, સી.આર.સી. વઘાચ, અર્જુન ડિંડોર, સી.આર.સી. સાંકળ તણખલા, જૈમીન પટેલ, દામણીયાઆંબા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક રાજેશભાઈ પટેલ, સહતિના શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward