android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Weather: રાજ્યમાં ઠંડીથી લોકો ધ્રુજી ઉઠ્યા, નલિયા બન્યું સૌથી ઠંડું સ્થળ
calendar_today January 13, 2026

Gujarat Weather: રાજ્યમાં ઠંડીથી લોકો ધ્રુજી ઉઠ્યા, નલિયા બન્યું સૌથી ઠંડું સ્થળ

રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેતા શિયાળાની અસર વધુ ગાઢ બની છે. ઉત્તર અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસ નોંધાતાં રાજ્યનું સૌથી ઠંડું સ્થળ બન્યું છે. કંડલામાં 7.9 ડિગ્રી અને ભુજમાં 8.6 ડિગ્રી તાપમાન નોંધાયું હવામાન વિભાગના આંકડાઓ મુજબ કંડલામાં 7.9 ડિગ્રી અને ભુજમાં 8.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ ઠંડીની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. અમરેલીમાં 9.7 ડિગ્રી જ્યારે રાજકોટમાં લઘુત્તમ તાપમાન 10.3 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. ડીસામાં 11.3 ડિગ્રી, કેશોદમાં 11.5 ડિગ્રી, ઉત્તર ગુજરાતના ડીસામાં 11.3 ડિગ્રી, કેશોદમાં 11.5 ડિગ્રી, તેમજ મુન્દ્રમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સુરેન્દ્રનગરમાં લઘુત્તમ તાપમાન 12.5 ડિગ્રી નોંધાયું હોવાનું જણાવાયું છે. અમદાવાદમાં 14.8 ડિગ્રી તાપમાન મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ઠંડીની અસર અનુભવાઈ રહી છે. ગાંધીનગરમાં 13.8 ડિગ્રી અને અમદાવાદમાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં 14.2 ડિગ્રી જ્યારે સુરતમાં 14.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું હતું. ઠંડી યથાવત રહેવાની શક્યતા ઠંડી વધતા વહેલી સવારે અને મોડી રાત્રે લોકો ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળ્યા હતા. હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડી યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે, જેને ધ્યાનમાં રાખીને નાગરિકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. આ પણ વાંચો-----    Gandhinagar: રાજ્યના TRB જવાનો માટે સરકારનો મોટો નિર્ણય, દૈનિક વેતનમાં 50 ટકાનો ધરખમ વધારો

Read Full Story arrow_forward
Ahmedabad: નારોલમાં જૂની અદાવતમાં ચાર શખ્સોએ યુવકને દંડાથી ફટકારીને ચપ્પુના ઘા માર્યા
calendar_today January 12, 2026

Ahmedabad: નારોલમાં જૂની અદાવતમાં ચાર શખ્સોએ યુવકને દંડાથી ફટકારીને ચપ્પુના ઘા માર્યા

નારોલ વિસ્તારમાં મિત્રતા નિભાવવી એક યુવકને ભારે પડી છે. મિત્રો વચ્ચેની પૈસા બાબતની માથાકૂટમાં મધ્યસ્થી કરી ઝઘડો શાંત કરાવનાર યુવક પર ચાર શખ્સ જૂની અદાવત રાખી જીવલેણ હુમલો કર્યો હતો.હુમલાખોરોએ યુવકને દંડાથી ફ્ટકારી અને ચપ્પુના ઘા ઝીંકી લોહીલુહાણ કરી મૂક્યો હતો. આ મામલે નારોલ પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નારોલ વિસ્તારમાં રહેતો અને રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતો દિલીપ યાદવ ગત 11 જાન્યુઆરીએ હાઇ-ફઇ ચાર રસ્તા પાસે પોતાની રિક્ષા પાર્ક કરીને બેઠો હતો. આ દરમિયાન નિખિલ નામનો શખ્સ તેના અન્ય ત્રણ મિત્રો નિમેશ, કાલો અને શેરૂ સાથે ત્યાં ધસી આવ્યો હતો. અગાઉ થયેલી બોલાચાલીની અદાવત રાખીને આ ચારેય શખ્સોએ દિલીપ સાથે ઝઘડો શરૂ કર્યો હતો અને બિભત્સ ગાળો આપી હતી.જોતજોતામાં મામલો બિચક્યો હતો અને ચારેય શખ્સોએ દંડા વડે દિલીપ પર તૂટી પડયા હતા. હિંસક બનેલા નિખિલ અને તેના સાગરીતોએ ચપ્પુ વડે દિલીપ પર હુમલો કરી તેને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. બૂમાબૂમ થતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા, જેને જોતા ચારેય હુમલાખોરો ઘટનાસ્થળેથી નાસી છૂટયા હતા. ગત 11 જાન્યુઆરીએ બપોરે દિલીપના મિત્ર લવયુ દિક્ષીત અને નિખિલ વચ્ચે રૂપિયાની લેતીદેતી મામલે ઝઘડો થયો હતો. દિલીપે વચ્ચે પડીને આ ઝઘડો શાંત કરાવ્યો હતો. જેનો બદલો લેવા માટે નિખિલે તેના મિત્રો સાથે મળીને સાંજે દિલીપ પર હુમલો કર્યો હતો. હાલ ઇજાગ્રસ્ત દિલીપ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને પોલીસે ફરાર આરોપીઓને પકડવા ચક્ર ગતિમાન કર્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: નિકોલમાં બાઇક પાર્ક કરવા જેવી બાબતમાં કારચાલકે પતંગના સ્ટોલ પર કાર ચઢાવી
calendar_today January 12, 2026

Ahmedabad: નિકોલમાં બાઇક પાર્ક કરવા જેવી બાબતમાં કારચાલકે પતંગના સ્ટોલ પર કાર ચઢાવી

નિકોલમાં ચાર શખ્સો ગાડી લઈને આવ્યા અને પતંગનો સ્ટોલ ધરાવતી મહિલાનો સ્ટોલ જોડે અથડાવીને નુકશાન પહોંચાડયું હતુ. સ્ટોલમાં હાજર યુવક અને તેની પત્નીને ધમકી આપી કે તારા માસી અને તેમનો દીકરો અમારા રસ્તામાં બાઈક કેમ પાર્ક કરે છે. જો હવેથી બાઈક પાર્ક કરશો તો જાનથી મારી નાંખીશું કહીને કાર ચાલક સહીત ચાર લોકો નાસી ગયા હતા. આ અંગે મહિલાએ ચાર શખ્સો સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.કઠવાડા સિંગરવા રોડ પાસે ગુજરાત હાઉસિંગના મકાનમાં રહેતા પારુલબેન પટણી છુટક મજુરી કરે છે. ઉત્તરાયણનો તહેવાર હોવાથી મહિલાએ ખોડલધામ સોસાયટીના ગેટ પાસે પતંગ અને ફીરકીનો સ્ટોલ લગાવીને વેપાર ધંધો કરે છે. ગત 9 જાન્યુઆરીએ રાત્રીના સમયે મહિલાનો ભાણીયો અને તેની પત્ની સ્ટોલ પર હાજર હતા ત્યારે એક કાળા કલરની સ્કોર્પીઓ ગાડી પુરપાટ ઝડપે આવી અને સ્ટોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. ત્યારબાદ ગાડીમાંથી ધર્મેશ ઉર્ફે બટાકો બહાર આવ્યો અને મહિલાના ભાણેજની ધમકી આપી કે તારા માસી પારુલ અને તેમનો દીકરો અમારા રસ્તાની આગળ બાઈક કેમ પાર્ક કરે છે. હવેથી બાઈક વચ્ચે મુકતા નહી નહિતર તમને બધાને જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપીને ચારેય શખ્સો નાસી ગયા હતા. શહેરમાં આવા અસામાજીક તત્વોને જાણે પોલીસ અને કાનુનની કોઈ બીક જ નથી રહી. આ અંગે પારુલબેને ધર્મેશ ચુનારા, સાગર, જતીન ઠાકોર અને આકાશ ટેકવાણી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward