android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Chhotaudaypur:ઇજાગ્રસ્ત પક્ષીના જીવ બચાવવા 5 તાલુકા કંટ્રોલ રૂમ કાર્યરત
calendar_today January 12, 2026

Chhotaudaypur:ઇજાગ્રસ્ત પક્ષીના જીવ બચાવવા 5 તાલુકા કંટ્રોલ રૂમ કાર્યરત

છોટાઉદેપુર વન વિભાગ દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓ અને સ્વંયસેવકોના સહકારથી કરુણા અભિયાન-2026 અંતર્ગત ઇજાગ્રસ્ત પક્ષીની સારવાર અને બચાવની કામગીરીનું આયોજન કરવામાં આવેલ છે. કરૂણા અભિયાન-2026 અંતર્ગત નીચે મુજબના કેન્દ્રો અને સંપર્કો નંબર નક્કી કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત પક્ષીઓના જીવ બચાવવા, આ કરુણા અભિયાનમાં સહભાગી થવા જાહેરજનતાને વન વિભાગ દ્વારા અપીલ કરાઇે છે. વિસ્તારમાં કોઇપણ ઇજાગ્રસ્ત પક્ષી ધ્યાને આવે તો તેને દર્શાવેલા નજીકના કોઇપણ એક કેન્દ્ર ઉપર પહોચાડવા વિંનતી છે, અથવા વિસ્તાર મુજબની મદદ માટેના સંપર્ક કેન્દ્રોને જાણ કરવા વન વિભાગ દ્વારા અનુરોધ કરાયો છે.ઘવાયેલ પક્ષીઓની સારવાર માટે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન નંબરઃ- 1962, વોટ્સએપ નંબર 83200 02000, વન વિભાગનો હેલ્પ લાઇન નંબરઃ- 1926 ઉપર પણ સંપર્ક કરી શકાશે. છોટાઉદેપુર જિલ્લામાં ઇજાગ્રસ્ત પક્ષીઓના જીવ બચાવવા જિલ્લામાં 5 તાલુકા કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા છે જેમાં પરિક્ષેત્ર વન અધિકારી છોટાઉદેપુર : 90168 27328, પરિક્ષેત્ર વન અધિકારી પાવીજેતપુર : 98790 04742, પરિક્ષેત્ર વન અધિકારી કવાંટ : 99782 85568 પરિક્ષેત્ર વન અધિકારી નસવાડી : 95377 74800 પરિક્ષેત્ર વન અધિકારી બોડેલી : 99094 72190 સંપર્ક નંબર પર કોલ કરી જાણ કરવા અપીલ કરી છે.  જે સાથે સવારે 9 વાગ્યા પહેલા અને સાંજના 5 વાગ્યા પછી પતંગ ન ચગાવવા માટે અપીલ કરાઇ છે. સાથે ચાઇનીઝ, સિન્થેટિક કે કાચ પાયેલી દોરીનો ઉપયોગ ન કરવા માટે જાહેર જનતાને અનુરોધ કરાયો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara:ડભોઇમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવાયેલો કુંડાનો તહેવાર
calendar_today January 12, 2026

Vadodara:ડભોઇમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવાયેલો કુંડાનો તહેવાર

ડભોઇ શહેરમાં રહેતા મુસ્લિમ બિરાદરોએ કુંડાનો તહેવાર મનાવ્યો હતો. જેમા ઘરે દૂધપાક અને ખીરની નિયાજ બનાવી તેને પીરસવામાં આવી હતી.ઇસ્લામ ધર્મમાં ચાર ઇમામો થયા જેમાં હઝ. મોહમ્મદ સાહેબના દોહિત્ર નવાસા હઝ. ઇમામ હુસેન હઝરત જૈનુલ આબેદીન અને ચૌથા હઝ. ઇમામ જાફ્ર સાદીક ર. દી.ઓ જેવો ઇસ્લામી હિસ વર્ષના રજબ મુસ્લિમ મહિના ચાંદ 15થી 22ની તારીખે આફની દુનિયાને છોડી ગયા હતા. જેથી આ દિવસ તેઓની યાદમાં મનાવાય છે. આ તહેવારને કુંડાનો તહેવાર એટલા માટે કહે છે, આ દિવસે મુસ્લિમ બિરાદારો પોતાની યથાશક્તિ ઘરે ખીર દુધપાક અને પુરી બનાવી તેને માટીના કુંડામાં મૂકી તેઓને યાદ કરી સંબંધીને પોતાના ઘરે બોલાવી પીરસે છે. બાળકોથી લઇ વયસ્કો પણ એકબીજાના ઘરે પ્રસાદીનો લાભ લે છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Kheda: નડિયાદમાં બ્રહ્મ પ્રીમિયર લીગ, ધોતી-કુર્તા પહેરી મેદાનમાં ઉતર્યા ભૂદેવો, સંસ્કૃતમાં કોમેન્ટ્રી અને શ્લોકો સાથે જામ્યો ક્રિકેટનો રોમાંચ
calendar_today January 12, 2026

Kheda: નડિયાદમાં બ્રહ્મ પ્રીમિયર લીગ, ધોતી-કુર્તા પહેરી મેદાનમાં ઉતર્યા ભૂદેવો, સંસ્કૃતમાં કોમેન્ટ્રી અને શ્લોકો સાથે જામ્યો ક્રિકેટનો રોમાંચ

ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ ખાતે બ્રહ્મ શક્તિ સેના ગુજરાત દ્વારા એક અનોખી ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે ટી-શર્ટ અને ટ્રેકપેન્ટમાં રમાતી ક્રિકેટ અહીં તદ્દન અલગ અંદાજમાં જોવા મળી હતી. ગુજરાતભરમાંથી આવેલા બ્રાહ્મણોએ પોતાના પરંપરાગત પહેરવેશ ધોતી અને કુર્તામાં સજ્જ થઈને બેટ અને બોલ સાથે મેદાન ગજવ્યું હતું.પરંપરાગત રીતે મેચનો પ્રારંભઆ ટુર્નામેન્ટ માત્ર રમત નહીં પણ સંસ્કૃતિનું પ્રદર્શન બની રહી હતી. મેચની શરૂઆત પહેલાં તમામ ભૂદેવોએ ભગવાન પરશુરામની પૂજા-અર્ચના કરી હતી.કપાળમાં ત્રિપુંડ લગાવી અને દીપ પ્રાગટ્ય કરી આધ્યાત્મિક વાતાવરણમાં ખેલની શરૂઆત થઈ હતી.હાથમાં ભગવાન પરશુરામની ફરસી ધારણ કરી શાસ્ત્રોક્ત વિધિ મુજબ શ્લોકોચ્ચાર સાથે આયોજનને ભવ્ય બનાવવામાં આવ્યું હતું.સંસ્કૃતમાં કોમેન્ટ્રી અને લક્ષ્મીનું સન્માનઆ મેચની સૌથી મોટી વિશેષતા તેની કોમેન્ટ્રી હતી, જે હિન્દી કે અંગ્રેજીને બદલે શુદ્ધ સંસ્કૃત ભાષામાં આપવામાં આવી હતી. આ ઉપરાંત, સનાતન પરંપરાને જાળવી રાખવા માટે ટોસની પ્રક્રિયામાં સિક્કાને પગ ન લાગે અને 'લક્ષ્મી'નું અપમાન ન થાય તે રીતે સન્માનપૂર્વક હાથ ધરીને ટોસ ઉછાળવામાં આવ્યો હતો.સમાજ અને રાષ્ટ્ર નિર્માણનો સંકલ્પબ્રહ્મ શક્તિ સેનાના આ આયોજન પાછળ મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતના બ્રાહ્મણોને એકત્રિત કરવાનો અને વેદ, સંસ્કાર તથા સંસ્કૃતિનું જતન કરવાનો છે. આ પ્રસંગે 'સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ'નો સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ આયોજન દ્વારા સમાજના આર્થિક રીતે નબળા ભૂદેવોને મદદ મળે તેવો વિચાર રજૂ કરાયો હતો.  બ્રહ્મ સમાજની બહેનો આત્મનિર્ભર બને તે માટે આગામી સમયમાં વિશેષ કેમ્પ યોજવાની જાહેરાત કરાઈ હતી.આ પણ વાંચો:  એરપોર્ટ પર પરથી બેંગકોક જતા બે મુસાફરો પાસેથી 43 લાખની વિદેશી ચલણી નોટો ઝડપાઈ

Read Full Story arrow_forward