android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Anand: આણંદમાં રાજમાર્ગે સ્વામી વિવેકાનંદની પ્રતિમા મુકાશે
calendar_today January 12, 2026

Anand: આણંદમાં રાજમાર્ગે સ્વામી વિવેકાનંદની પ્રતિમા મુકાશે

આણંદ શહેરના સરદાર પટેલ રાજમાર્ગ ઉપર કલાત્મક સર્કલનું નિર્માણ કરી સ્વામી વિવેકાનંદની પુર્ણ કદની પ્રતિમા મુકવામાં આવશે અને તે સ્થળને વિવેકાનંદ સર્કલ તરીકે વિકસિત કરવામાં આવશે.સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે નિર્ણય લેવાયો છે. આણંદ-વિદ્યાનગર રોડ પર વૃંદાવન ગ્રાઉન્ડ ખાતે કન્વેન્શન સેન્ટર, શહેરના નાના મોટા તળાવો ભેગા કરીને મીની કાંકરીયા જેવું પ્રવાસન સ્થળ વિકસિત કરવા, ટાઉન હોલનું નવીનીકરણ સહિતના કામોની ચર્ચાઓ હાથ ધરાઇ હતી. ત્યારે આજે કરમસદ આણંદ મહાનગરપાલિકાની કમિશ્નર મિલિંદ બાપનાની અધ્યક્ષસ્થાને મળેલી સંકલન સમિતિમાં ધારાસભ્ય અને સંસદ સભ્ય મિતેશ પટેલની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી. મહાનગરપાલિકાને એક વર્ષ પુર્ણ થતા અનેક વિકાસના કામોની કમિશ્નર મિલિંદ બાપનાએ રોડમેપ તૈયાર કર્યો છે. સોમવારે સવારે મહાનગરપાલિકા ખાતે મળેવી સંકલન સમિતિની બેઠકમાં અનેક વિકાસકામોની ચર્ચાઓ હાથ ધરાઇ હતી. જેમાં સંસદસભ્ય મિતેશ પટેલ દ્વારા પ્રજાલક્ષી પ્રશ્નોની રજુઆત કરવામાં આવી હતી. ટાઉનહોલની આજુ બાજુની ખાલી જગ્યા ઉપર થીમપાર્ક બનાવવા, વિદ્યાનગર ભાઇકાકા સ્ટેચ્યુ પાસે ઓવરબ્રીજનું આયોજન, બાકરોલ ગેટથી જોળ સુધીનો ફોરલેન રોડ બનાવવા, કરમસદ નવા રસ્તાઓ ઉપર સ્ટ્રીટ લાઇટ નાખવી, અટલ ચોક ઓવરબ્રીજનું કામ જનતા ચોકડીથી મોગરી ગામ સુધી સ્ટ્રીટ લાઇટ નાખવા, લાંભવેલ - રાવડાપુરા-કરમસદ લીંકરોડનું કામ, આણંદ - સોજીત્રા રોડ ઉપર સર્વિસ રોડ બનાવવા, નડતર ડીપી દુર કરવા, ગામડી ગામમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટરલાઇન નાંખવા, મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં ગટર લાઇન અને પંપીંગ સ્ટેશનનું કામ, બાકરોલ ખાતે આવેલા તળાવને પ્રવાસ સ્થળ તરીકે વિકસાવવા બોટીંગ સહિતની સુવિદ્યા પુરી પાડવામાં આવશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Nadiad: નડિયાદમાં બાઈક ચાલકે 7 વર્ષની બાળકીને અકસ્માતમાં મોત પહોંચાડ્યું
calendar_today January 12, 2026

Nadiad: નડિયાદમાં બાઈક ચાલકે 7 વર્ષની બાળકીને અકસ્માતમાં મોત પહોંચાડ્યું

નડિયાદમાં રવિવારની સાંજે ફતેપુરા રીંગ રોડ નહેર કેનાલ નજીક વસવાટ કરતાં પરિવારની એક સાત વર્ષની બાળકીને એક નશામાં ધૂત બાઈક ચાલકે અડફેટે લીધી હતી. બાળકીને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હોવાના કારણે તેનું મોત નિપજયું હતું. જ્યારે નશામાં ધૂત બાઈક મુકી ભાગતા ચાલકને સ્થાનિકોએ ઝડપી પોલીસ હવાલે કર્યો હતો.નડિયાદ મોટી નહેર પાસે ભાટના કુવા વિસ્તારમાં રહેતા વિનોદભાઈ પરમારની સાત વર્ષની દિકરી આરોહી ગઈકાલે તા.11 જાન્યુઆરી 2026ના રોજ સાંજના પાંચેક વાગ્યાના સુમારે ઘર આગળ ઉકરડા પાસે બેઠી હતી. દરમિયાન ફતેપુરા તરફથી કેનાલવાળા રોડે એક બાઈકચાલક પુરઝડપે બાઈક ચલાવી આવતો હતો. જેણે બાઈક પરનો કાબુ ગુમાવતાં નહેરની બોર્ડર પર લગાવેલ લોખંડની જાળીએ ભટકાયો હતો, અને બાદમાં બાળકીને ટકકર મારી હતી અને ઉકરડામાં બાઈક લઈને ઘુસી ગયો હતો. જેથી ઘરની આસપાસ બેઠેલ પરિવારજનો સ્થળ પર દોડી ગયા હતા. સ્થાનિકોએ 112ને જાણ કરતાં પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી, બાળકીને માથામાં ઈજા પહોંચી હોઈ તેને સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં ફરજ પરના ડૉકટરે બાળકીને મૃત જાહેર કરી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Nadiad: ખેડા જિલ્લામાં બે સ્થળેથી 40 લાખનો વિદેશી દારૂ પકડાયો
calendar_today January 12, 2026

Nadiad: ખેડા જિલ્લામાં બે સ્થળેથી 40 લાખનો વિદેશી દારૂ પકડાયો

ઉત્તરાયણ પહેલાં ખેડા જિલ્લાના મહારાજના મુવાડા અને નડિયાદ-મહુધા રોડ પરથી પોલીસને વિદેશી દારુનો મોટો જથ્થો હાથ લાગ્યો છે. આ સાથે પોલીસે ઝડપાયેલ 40 લાખનો વિદેશી દારુ અને અન્ય મુદ્દામાલ કબજે લઈ ફરાર ઈસમોને ઝડપી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.અમદાવાદ-ઈન્દોર હાઈવેથી પસાર થનાર એન.એલ.પાર્સિંગની એક કન્ટેનરમાં વિદેશી દારુ હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમી આધારે પોલીસે મહારાજના મુવાડા ચેક પોસ્ટ પર વોચ ગોઠવી ચેકીંગ હાથ ધરતાં બાતમીવાળું કન્ટેનર આવતા રોકી લીધું હતું. કન્ટેનરમાં તપાસ કરતાં 6041 બોટલ વિદેશી દારુ હાથ લાગ્યું હતું. પોલીસે કન્ટેનરમાં સવાર બંને ઈસમો જગમોહનલાલ રતનલાલ ચમાર (રહે.ઢાણા, હરિયાણા) અને ક્લીનર રાજુ રામફલ ચમાર (રહે.લાડનપુર, હરિયાણા)નીઅટક કરી હતી. બંનેની પુછતાછ કરતાં ગત તા.8 જાન્યુઆરી 2026ના રોજ ગામના સંદિપ ચમાર અને ઢીલા નામના ઈસમે ગુડગાંવથી કન્ટેનરમાં એર ફિલ્ટર ભરાવ્યા હતા. બાદ સાંજના સુમારે કન્ટેનર સોંપતા અહીથી અમદાવાદ જઈ, લોકેશન મોકલુ તે જગ્યાએ ગાડી લેવા એક ઈસમ આવશે તેને આપી દેવાની થોડીવારમાં ગાડી પરત આપી જશે, બાદમાં બિલ્ટી મુજબનો સામાન કાંચીપુરમ પહોંચાડી દેવાનું તેમ જણાવ્યું હતું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward