Surat News: ગૂગલ પર ટાર્ગેટ સર્ચ કરી ચોરી કરતી ગેંગ ઝડપાઇ
સુરત ક્રાઈમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે. ગૂગલ મેપ્સ અને સર્ચ એન્જિનનો ઉપયોગ કરીને હાઈપ્રોફાઈલ ચોરીઓને અંજામ આપતી આંતરરાજ્ય ગેંગના 4 રીઢા આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ ગેંગ ખાસ કરીને મની એક્સચેન્જની દુકાનોને ટાર્ગેટ કરતી હતી.ગૂગલ પર સર્ચ કરી બનાવતા હતા પ્લાન પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, તેઓ જે શહેરમાં જતા ત્યાં સૌથી પહેલા ગૂગલ પર 'મની એક્સચેન્જ' સર્ચ કરતા હતા. આ દુકાનોને ટાર્ગેટ કરવા પાછળનું મુખ્ય કારણ એ હતું કે ત્યાંથી તેઓને ખૂબ જ સરળતાથી મોટી માત્રામાં રોકડ મળી જતી હતી. ગૂગલ પર લોકેશન મેળવ્યા બાદ તેઓ આસપાસના વિસ્તારની રેકી કરતા અને મોડી રાત્રે હાથફેરો કરતા હતા. અલથાણની હોટલમાંથી ઝડપાયા સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, આ ગેંગ સુરતના અલથાણ વિસ્તારમાં આવેલી એક ખાનગી હોટલમાં રોકાઈ છે અને કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે. પોલીસે ઓચિંતી રેડ કરી ચારેય આરોપીઓને ઝડપી લીધા હતા. તેમની તપાસ કરતા માલૂમ પડ્યું કે, આ ટોળકી અગાઉ હૈદરાબાદમાં 3 અલગ-અલગ જગ્યાએ ઘરફોડ ચોરી કરી ચૂકી છે. દેશના અનેક શહેરોમાં ગુનાહિત ઈતિહાસ આ ગેંગ માત્ર ગુજરાત પૂરતી સીમિત નથી, પરંતુ તેઓએ દિલ્હી, ગાઝિયાબાદ, તમિલનાડુ, સિકંદરાબાદ, ફરીદાબાદ અને નોઇડા જેવા મોટા શહેરોમાં પણ ઘરફોડ ચોરીની અનેક ઘટનાઓને અંજામ આપ્યો છે. સુરતમાં પણ તેઓ મની એક્સચેન્જના સેન્ટરો લૂંટવાની યોજના બનાવી રહ્યા હતા, પરંતુ તે પહેલા જ સુરત પોલીસે તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ પણ વાંચો - Surat: ઉધનામાં દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ, ડાઇંગ મિલો કેમિકલયુક્ત પાણી છોડતું હોવાનો આરોપ
Read Full Story arrow_forward