Surat News: હેવાનિયત હદો પાર, મહિલાએ બાળક સાથે કરી ક્રુરતા
સુરતના સરથાણા વિસ્તારમાં એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. શહેરના યોગી ચોક પાસે આવેલી સિલિકોન રેસિડેન્સીમાં રહેતા સુધીરભાઈ વઘાસિયાના 7 વર્ષના પુત્રને એક મહિલાએ એટલી ક્રૂરતાથી માર માર્યો કે બાળકને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ પાછળનું કારણ માત્ર એટલું જ હતું કે બાળકે મહિલાના ઘરની ડોરબેલ વગાડી હતી.જમીન પર ઢસડી અને પટકીને માર્યો વાયરલ થયેલા CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે, અપેક્ષાબેન નામની મહિલાએ માનવતા નેવે મૂકીને માસૂમ બાળકને પકડી લીધો હતો. મહિલાએ બાળકને જમીન પર ઢસડ્યો અને પટકીને માર માર્યો હતો. આ હિંસક હુમલાના કારણે માસૂમ બાળકને પેટના ભાગે અને જમણા પગે ગંભીર ઈજાઓ થઈ છે. જમીન પર ઢસડાવાને કારણે બાળકનો પગ સોજી ગયો છે અને તે હાલમાં ભયભીત અવસ્થામાં છે. પરિવારની કડક કાર્યવાહીની માગ બાળકના પિતા સુધીરભાઈ વઘાસિયાએ આ મામલે ન્યાય મેળવવા માટે સરથાણા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. પરિજનોની માગ છે કે, માસૂમ બાળક સાથે આવું અમાનવીય કૃત્ય કરનાર મહિલા અપેક્ષાબેન સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. સોસાયટીના રહીશોમાં પણ આ ઘટનાને લઈને રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે હાલમાં CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. એક માસૂમ બાળક સાથે માત્ર રમત-રમતમાં ડોરબેલ વગાડવા જેવી નજીવી બાબતે થયેલી આ ક્રૂરતાએ સમાજમાં ચર્ચા જગાવી છે. આ પણ વાંચો - Surat ના માંગરોળ તાલુકાના હથોડા ગામે ગોડાઉનમાં ભીષણ આગ, પેપરના સામાન સહિત ગોડાઉન બળીને ખાખ
Read Full Story arrow_forward