android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : અમદાવાદ મેટ્રોમાં હવે બ્લ્યુ, રેડ, યલો અને વાયોલેટ લાઈન દ્વારા મુસાફરી સરળ બનશે
calendar_today January 12, 2026

Gujarat Latest News Live : અમદાવાદ મેટ્રોમાં હવે બ્લ્યુ, રેડ, યલો અને વાયોલેટ લાઈન દ્વારા મુસાફરી સરળ બનશે

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 12 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Weather News : ગુજરાત હવામાન વિભાગે ઉતરાયણ પર્વ પર પવનને લઈ કરી આગાહી, 14 અને 15 જાન્યુઆરીએ પવનની ગતિ સારી રહેશે
calendar_today January 12, 2026

Weather News : ગુજરાત હવામાન વિભાગે ઉતરાયણ પર્વ પર પવનને લઈ કરી આગાહી, 14 અને 15 જાન્યુઆરીએ પવનની ગતિ સારી રહેશે

ઉતરાયણના દિવસે પવનની ગતિ 5 થી 15 કિમી પ્રતિ કલાક રહેશે, હવામાન વિભાગનું અનુમાન છે કે, આગામી 7 દિવસ વાતાવરણ સુકૂં રહેશે અને આગામી 3 દિવસ લઘુતમ તાપમાન વધશે અને ત્યાર પછી 4 દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે સાથે સાથે લઘુતમ તાપમાન 16 ડિગ્રી રહેશે અને નલિયામાં લઘુતમ તાપમાન 6 ડિગ્રી નોંધાયું છે, અમરેલીમાં લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી નોંધાયું અને અમદાવાદમાં આજે 16 ડિગ્રી તાપમાન છે, આગામી 24 કલાકમાં તાપમાન 1 ડિગ્રી ઘટી શકે છે.ઉત્તર ભારતમાં ઠંડી સતત નિતનવા રેકોર્ડ બનાવી રહી છેઘણા પહાડી વિસ્તારોમાં બરફની ચાદર છવાઇ ગઇ છે તો મેદાન વિસ્તારોમાં ગાત્રો થીજવતી ઠંડીએ લોકોને કંપારી છોડાવી દીધી છે. દેશના ઘણા વિસ્તારોમાં ભીષણ ઠંડીને કારણે પારો શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી ગયો છે અને ઘણા સ્થળોએ ઠંડીએ રેકોર્ડ તોડયો છે. ઉત્તર ભારતમાં આકરી ઠંડી પડી રહી છે. અહીં બે દિવસ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં શીતલહેરની ચેતવણી અપાઈ છે. ત્યારબાદ કેટલાક વિસ્તારોમાં 14 જાન્યુઆરીએ પણ ભારે ઠંડી પડશે. જોકે, તે બાદ તેમાં રાહત મળશે અને ઠંડીમાં કમી આવશે. મેદાન વિસ્તારમાં ઘણા શહેરોમાં તાપમાન શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી રહ્યો છે આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારત અને બિહારમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની આશંકા છે. રાજસ્થાનનું પિલાની દેશનું સૌથી ઠંડુ શહેર રહ્યુંહતું તે દિલ્હીના આયાનગરમાં પારો ૨.૯ ડિગ્રી રેકોર્ડ થયો હતો. હવામાન વિભાગના અનુસાર દિલ્હીના લોકોને ઓછામાં ઓછા બે દિવસ ઠંડીથી રાહત નહીં મળે. દેશના ઘણા મેદાન વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન રેકોર્ડ બનાવી રહ્યું છે. મેદાન વિસ્તારમાં ઘણા શહેરોમાં તાપમાન શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી રહ્યો છે. આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદના આકાશમાં સર્જાયો રંગોનો ઉત્સવ, સાબરમતી રિવરફ્રન્ટ પર ભારત ઉપરાંત 50 જેટલા દેશોના 1000થી વધુ પતંગબાજોનો જમાવડો

Read Full Story arrow_forward
Gujarat Weather News: અંબાલાલ પટેલની આગાહી, જાણો ઉત્તરાયણના દિવસે પવન કેવો રહેશે
calendar_today January 12, 2026

Gujarat Weather News: અંબાલાલ પટેલની આગાહી, જાણો ઉત્તરાયણના દિવસે પવન કેવો રહેશે

ગુજરાતમાં ઉત્તરાયણને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. આ ઉત્તરાયણ પતંગ રસિયાઓ માટે સાનુકુળ હોવાની શક્યતા છે. પવનની ગતિને લઈને અંબાલાલ પટેલે કહ્યું હતું કે, રાજ્યમાં ઉત્તરાયણના દિવસે સવારે પવનની ગતિ સાતથી 9 કિ.મી રહી શકે છે. બપોર પછી પવનની ગતિમાં ઘટાડો થવાની સંભાવનાઓ છે. ઉત્તરાયણના બીજા દિવસે પવનની ગતિમાં વધઘટ રહેશે અંબાલાલ પટેલે કહ્યું હતું કે, ઉત્તરાયણના દિવસે બપોર પછી પવન ઓછો થઈ જશે. પવનની ગતિ 6 કિ.મી પ્રતિકલાકની રહી શકે છે. જ્યારે બપોર બાદ પવનની ગતિમાં વધારો થઈ શકે છે. સાંજના સમયે પવનની ગતિ સાત કિ.મી પ્રતિ કલાક સુધીની રહી શકે છે. જેના કારણે પતંગ રસિયાઓને પતંગ ચકાવવા માટે સાનુકુળ હવામાન મળી શકે છે. ઉત્તરાયણના બીજા દિવસે પવનની ગતિમાં વધઘટ રહેશે. દક્ષિણ ગુજરાતમાં પવનની ગતિ 26 કિ.મી આસપાસ રહી શકે છે. ઉત્તર ગુજરાતમાં પણ પવન સારો રહેશે. આગામી 24 કલાકમાં તાપમાનમાં એક ડિગ્રીનો ઘટાડો થશે બીજી તરફ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સાત દિવસ વાતાવરણ સુકુ રહેશે. આગામી ત્રણ દિવસમાં લઘુતમ તાપમાનમાં વધારો થશે. ત્યાર બાદ ચાર દિવસમાં બેથી ત્રણ ડિગ્રી સુધી તાપમાન ઘટશે. આગામી 24 કલાકમાં તાપમાનમાં એક ડિગ્રીનો ઘટાડો થશે. આ પણ વાંચોઃ India and Germany Bilateral Meeting: જર્મની સાથે મિત્રતા વધુ મજબૂત બનાવવા ભારત પ્રતિબદ્ધ: PM મોદી

Read Full Story arrow_forward