android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Junagadh News: બોલવૂડ અભિનેત્રી પરવીન બાબીની ઐતિહાસિક હવેલીમાંથી લાકડા અને પથ્થરો ભેદી સંજોગોમાં ગાયબ
calendar_today January 12, 2026

Junagadh News: બોલવૂડ અભિનેત્રી પરવીન બાબીની ઐતિહાસિક હવેલીમાંથી લાકડા અને પથ્થરો ભેદી સંજોગોમાં ગાયબ

બોલિવૂડમાં એક સમયે સુપર સ્ટાર રહેલા અભિનેત્રી પરવીન બાબીની જૂનાગઢની મિલકતને અજાણ્યા શખ્સોએ તોડી હતી. તેમાંથી રાતો રાત સાગના લાકડા અને પથ્થરો ગાયબ થઈ જતાં તે કોણ લઈ ગયું તેનું રહસ્ય સર્જાયું છે. પરવીન બાબીનો ઐતિહાસિક બંગલો કોઈપણ સત્તાવાર જાહેરાત વિના જ તોડી પાડવામાં આવતા અનેક સવાલો ઉભા થયાં છે. બંગલાને તોડવાની કામગીરી 12 દિવસ સુધી ચાલી બોલિવૂડની અભિનેત્રી પરવીન બાબીના બંગલામાંથી નવાબીકાળના કલાત્મક કિમતી પથ્થરો અને વર્ષો જૂના સાગના લાકડા કોઈ અજાણ્યા શખ્સો લઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ બાબી ટ્રસ્ટના ટ્રસ્ટીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. આ મામલે તેઓ જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાને રજૂઆત કરશે. પરવીન બાબીના બંગલાને તોડવાની કામગીરી 12 દિવસ સુધી ચાલી હતી. સ્થાનિકોએ કહ્યું હતું કે, બંગલો તોડવાની કામગીરી રાત્રે થતી હતી અને દિવસં બંધ કરવામાં આવી હતી. લાકડા અને પથ્થરો રહસ્યમય સંજોગોમાં ગાયબ બંગલાના ડિમોલિશન બાદ તેમાંથી નીકળેલા સાગના લાકડાના બારી દરવાજા તેમજ વિશાળ બીમ રાતોરાત ટ્રેક્ટર ભરીને લઈ જવામાં આવ્યા હતા. ઉપરાંત નવાબી કાળના પથ્થરો પણ ગાયબ થઈ ચૂક્યા છે. જૂનાગઢ વિસ્તારમાં ટ્રેક્ટર ભરીને સમાનની હેરફેર થતી હોવાનું તંત્રને ધ્યાનમાં આવ્યું તેવું પણ સવાલ લોકો કરી રહ્યા છે.બાર દિવસ સુધી આ રસ્તાને બંધ રાખવામાં આવ્યો હતો અને અવરજવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. વેપારીઓને પણ ધંધા રોજગાર બંધ રાખવાનું દબાણ કરવામાં આવતું હતું.આ પ્રોપર્ટી મામલે હાલ કોર્ટમાં કેસ ચાલુ હોવાનું જાણવા મળે છે અને બીજી બાજુ શા કારણોથી આ મકાનને તોડી પાડવામાં આવ્યું તે ચર્ચાનો વિષય બન્યો છે. આ પણ વાંચોઃ Ahmedabad : ગાંધીઆશ્રમનું પુનઃનિર્માણ, 1200 કરોડના ખર્ચે વિશ્વસ્તરીય સ્મારક બનશે, સાદગી-અધિકૃત સ્થાપત્યોને જાળવીને જીર્ણોદ્ધાર કરાશે

Read Full Story arrow_forward
PM Modi in Ahmedabad: પીએમ મોદી અને જર્મન ચાન્સેલરે ગાંધી આશ્રમની લીધી મુલાકાત, બાપુને આપી અંજલિ
calendar_today January 12, 2026

PM Modi in Ahmedabad: પીએમ મોદી અને જર્મન ચાન્સેલરે ગાંધી આશ્રમની લીધી મુલાકાત, બાપુને આપી અંજલિ

અમદાવાદમાં મકરસંક્રાતિ તહેવારની ઉજવણીની તડામાર તૈયારી થઈ રહી છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાતે છે. અમદાવાદમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે ગાંધી આશ્રમની મુલાકાત લીધી. પીએમ મોદીએ જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝેનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. જુઓ બંને નેતાઓની સાબરમતી આશ્રમ મુલાકાતના ફોટો.

Read Full Story arrow_forward
ISRO: સૌથી મહત્વનું ડિફેન્સ સેટેલાઇટ અન્વેષા લૉન્ચ, 600 કિમીની ઊંચાઇએથી દુશ્મનોને જોઇ શકશે
calendar_today January 12, 2026

ISRO: સૌથી મહત્વનું ડિફેન્સ સેટેલાઇટ અન્વેષા લૉન્ચ, 600 કિમીની ઊંચાઇએથી દુશ્મનોને જોઇ શકશે

ઇસરો 2026નું પહેલું લોન્ચિંગ 12 જાન્યુઆરીએ PSLV-C62 મિશનથી કર્યુ. . શ્રી હરિકોટાથી સવારે 10.17 કલાકે ટેક ઓફ કર્યુ. મુખ્ય સેટેલાઇટ ડીઆરડીઓનું EOS-N1 રક્ષા માટે છે. . સ્પેનનું KID પ્રોબ અને 17 અન્ય કોર્મશિયલ પેલોડ્સ પણ છે. મુખ્ય ઉપગ્રહ: EOS-N1 મિશનનું પ્રાથમિક પેલોડ EOS-N1 છે, જેને "અન્વેષા" ઉપનામ આપવામાં આવ્યું છે. આ ઉપગ્રહ DRDO દ્વારા બનાવવામાં આવ્યો હતો. તે એક હાઇપરસ્પેક્ટ્રલ ઇમેજિંગ ઉપગ્રહ છે જે સેંકડો વિવિધ તરંગ લંબાઇમાં પૃથ્વીની સપાટીનું નિરીક્ષણ કરવા સક્ષમ છે. તે સંરક્ષણ, કૃષિ, શહેર મેપિંગ, પર્યાવરણીય દેખરેખ અને સામગ્રી ઓળખમાં મદદ કરશે. તે ખાસ કરીને વ્યૂહાત્મક હેતુઓ માટે રચાયેલ છે. ISRO એ 'X' (પહેલાનું ટ્વિટર) પર પોસ્ટ કર્યું હતું કે જનતા શ્રીહરિકોટામાં લોન્ચ વ્યૂ ગેલેરીમાંથી લોન્ચ જોઈ શકે છે. ઓનલાઈન નોંધણી ફરજિયાત છે. એજન્સીએ દર્શકોને વિનંતી કરી છે કે તેઓ નોંધણી પ્રક્રિયાને સરળ બનાવવા અને ઝડપી બનાવવા માટે તેમનો આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ અથવા અન્ય સરકારી ઓળખ કાર્ડ, તેમનો મોબાઇલ નંબર અને ઇમેઇલ સરનામું તૈયાર રાખે. https://x.com/isro/status/2010574814214508685અન્ય પેલોડ્સ કેસ્ટ્રેલ ઇનિશિયલ ડેમોન્સ્ટ્રેટર (KID): આ નાનું પ્રોબ (25 કિલો, ફૂટબોલનું કદ) સ્પેનિશ સ્ટાર્ટઅપ ઓર્બિટલ પેરાડાઈમ દ્વારા વિકસાવવામાં આવ્યું હતું. તે રોકેટના ચોથા તબક્કા (PS-4) સાથે જોડાયેલ હશે અને ફરીથી પ્રવેશ ટેકનોલોજીનું પરીક્ષણ કરશે. ભારત, મોરેશિયસ, લક્ઝમબર્ગ, UAE, સિંગાપોર, યુરોપ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્ટાર્ટઅપ્સ અને સંશોધન સંસ્થાઓના 17-18 અન્ય વ્યાપારી પેલોડ પણ હશે. લોન્ચ શા માટે ખાસ છે?ગયા વર્ષે PSLV-C61 ની આંશિક નિષ્ફળતા પછી આ મિશન PSLV ના પુનરાગમનનું પ્રતીક છે. PSLV એ ISRO નું વર્કહોર્સ રોકેટ છે, જે નાના અને મધ્યમ ઉપગ્રહોને ચોક્કસ ભ્રમણકક્ષામાં પહોંચાડે છે. મુખ્ય પેલોડ: EOS-N1 'અન્વેષા' ની વિશેષતાઓમિશનનો પ્રાથમિક ઉપગ્રહ, EOS-N1, જેને 'અન્વેષા' નામ આપવામાં આવ્યું છે, તે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા વિકસિત એક અદ્યતન પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ છે. તેમાં હાઇપરસ્પેક્ટ્રલ ઇમેજિંગ ટેકનોલોજી છે, જે પ્રતિ પિક્સેલ સેંકડો પ્રકાશ બેન્ડ રેકોર્ડ કરે છે. આ પાકના સ્વાસ્થ્ય, જમીનની ભેજ, ખનિજ સંસાધનો, શહેરી વિસ્તરણ અને પર્યાવરણીય ફેરફારો પર ખૂબ જ દાણાદાર માહિતી પ્રદાન કરશે.આ પણ વાંચો- Ruchak Rajyog: 7 દિવસ બાદ મંગળ ચમકાવશે આ રાશિની કિસ્મત, નોકરી ધંધામાં થશે પ્રગતિ

Read Full Story arrow_forward