android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News : સુરતમાં 5 લાખની નકલી ચલણી નોટ સાથે 2 ઝડપાયા, SOGએ પર્દાફાશ કરી આરોપીને દબોચ્યા
calendar_today January 12, 2026

Surat News : સુરતમાં 5 લાખની નકલી ચલણી નોટ સાથે 2 ઝડપાયા, SOGએ પર્દાફાશ કરી આરોપીને દબોચ્યા

સુરત શહેરના વરાછાના મીની બજારમાંથી નકલી ચલણી નોટ SOG પોલીસે ઝડપી પાડી છે અને બાતમીના આધારે ઓપરેશન પાર પાડયું છે, 5 લાખની નકલી નોટ સાથે બે ઈસમોની ધરપકડ કરવામાં આવી છે, છેલ્લા ઘણા સમયથી નકલી નોટો છાપતા હોવાની વાત સામે આવી છે, પોલીસે મુદ્દામાલ પણ ઝડપી પાડયો છે, નકલી નોટ ક્યાંથી લાવ્યા અને કોને આપવાના હતા તે દિશામાં પણ તપાસ શરુ કરવામાં આવી છે.વરાછા વિસ્તારમાં છાપતા હતા નકલી ચલણી નોટો સુરત એસઓજી પોલીસે ઓપરેશ પાર પાડયું છે અને નકલી ચલણી નોટો છાપતા 2 શખ્સને ઝડપી પાડયા છે, પોલીસની તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ લાંબા સમયથી નકલી ચલણી નોટો છાપતા હતા અને પ્રિન્ટર મશીન પણ જપ્ત કરવામાં આવ્યું છે, નકલી ચલણી નોટો પર સિરિઝ પણ નંબરની આગળ પાછળ છાપતા હતા અને આ નોટો અત્યાર સુધી કોને અને કયાં આપવામાં આવી છે તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. 13 ડિસેમ્બર 2025ના રોજ સુરતમાં નકલી ચલણી નોટ છાપતા 3 ઝડપાયા હતા એક જાગૃત નાગરિકની સતર્કતાને કારણે સુરત પોલીસે પશ્ચિમ બંગાળથી ગુજરાત સુધી ફેલાયેલા એક આંતરરાજ્ય ફેક કરન્સી (બનાવટી નોટો) રેકેટનો પર્દાફાશ કર્યો છે. શહેરના અર્થતંત્રને નુકસાન પહોંચાડી રહેલા આ નેટવર્ક પર લીંબાયત પોલીસે સપાટો બોલાવીને કુલ રૂ. 3,84,500ની કિંમતની નકલી નોટો સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. આ પણ વાંચો : Morbiમાં AAPની સભામાં AAPના જ કાર્યકરોએ નોંધાવ્યો વિરોધ, જુઓ Video

Read Full Story arrow_forward
Rajkot મોરબી હાઇવે પર ટ્રાફિક જામ, સૌરાષ્ટ્ર-કચ્છ વાઇબ્રન્ટ સમિટમાં પહોંચતા અધિકારીઓ અને ઉદ્યોગકાર ફસાયા
calendar_today January 12, 2026

Rajkot મોરબી હાઇવે પર ટ્રાફિક જામ, સૌરાષ્ટ્ર-કચ્છ વાઇબ્રન્ટ સમિટમાં પહોંચતા અધિકારીઓ અને ઉદ્યોગકાર ફસાયા

રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છ વાઇબ્રન્ટ સમિટ ચાલી રહી છે. આજે સવારથી જ રાજકોટ-મોરબી હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. સમિટમાં ભાગ લેવા માટે જઇ રહેલા અનેક અધિકારીઓ, ઉદ્યોગકારો અને ઇન્વેસ્ટરો હાઈવે પર ફસાયા હતા. 1 થી 1.5 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો માહિતી મુજબ, માર્કેટિંગ યાર્ડથી લઈને મારવાડી કોલેજ સુધી આશરે 1 થી 1.5 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી મોટી સંખ્યામાં વેપારીઓ, ઉદ્યોગકારો અને પ્રતિનિધિઓ સમિટમાં ભાગ લેવા માટે આ રસ્તા પસાર થયા. સ્થાનિક પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા કાર્યવાહી શરુ ટ્રાફિકમાં ફસાયેલા લોકો માટે સ્થાનિક પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા કાર્યવાહી શરુ કરી દેવાઇ છે. હાઇવે પર ટ્રાફિક જામના કારણે પ્રવાસીઓ અને વાહનચાલકોને વિલંબ થયો છે. મોરબી અને કચ્છ તરફનો ટ્રાફિક તો બીજી તરફ પર વાઇબ્રન્ટ સમિટનો ટ્રાફિક પોલીસે ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુચારૂ બનાવવાના પ્રયાસો શરૂ કર્યા છે, જેથી તમામ આગંતુકો સમયસર સમિટમાં પહોંચી શકે. આ રોડ પર મોરબી અને કચ્છ તરફનો ટ્રાફિક છે તો બીજી તરફ પર વાઇબ્રન્ટ સમિટ નો ટ્રાફિક છે જેથી ટ્રાફિક જામ સર્જાયો છે. આ પણ વાંચો----   Ahmedabad : ગાંધીઆશ્રમનું પુનઃનિર્માણ, 1200 કરોડના ખર્ચે વિશ્વસ્તરીય સ્મારક બનશે, સાદગી-અધિકૃત સ્થાપત્યોને જાળવીને જીર્ણોદ્ધાર કરાશે

Read Full Story arrow_forward
Ahmedabad: PM મોદી અને જર્મન ચાન્સેલર બાપુના શરણે
calendar_today January 12, 2026

Ahmedabad: PM મોદી અને જર્મન ચાન્સેલર બાપુના શરણે

વડાપ્રધાન મોદી તથા જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝએ અમદાવાદના સાબરમતી નદીના તટે ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે બંને મહાનુભાવોએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.વડાપ્રધાન અને જર્મનીના ચાન્સેલરશ્રીએ આશ્રમ માં ગાંધીજીના નિવાસસ્થાન હૃદય કુંજની પણ મુલાકાત લઈ રેંટિયો કાતવાની પ્રક્રિયાને નિહાળી હતી. દુનિયામાં આજે પણ ગાંધીજીના ઉપદેશો એટલા જ પ્રસ્તુત ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન ગાંધીજીના સાદગીપૂર્ણ જીવન, આત્મનિર્ભરતાના સંદેશ તેમજ સત્ય અને અહિંસાના મૂલ્યો અંગે બંને નેતાઓએ ઊંડો આદર ભાવ વ્યક્ત કર્યો હતો. જર્મનીના ચાન્સેલર શ્રી ફ્રેડરિક મેર્ઝ ગાંધી આશ્રમની મુલાકાત લઈ પ્રભાવિત થયા હતા.તેમણે વિઝિટર્સ બુકમાં મેસેજ આપતા જણાવ્યું કે, સ્વતંત્રતાની શક્તિ અને દરેક વ્યક્તિના મનમાં મહાત્મા ગાંધીનો અડગ વિશ્વાસ આજે પણ આપણને પ્રેરણા આપે છે. આ માનવીય વારસો ભારત અને જર્મનીના લોકોને મિત્રતા દ્વારા એકસાથે જોડે છે, દુનિયામાં આજે પણ ગાંધીજીના ઉપદેશો એટલા જ પ્રસ્તુત છે.

Read Full Story arrow_forward