android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad Kite Festival 2026 : અમદાવાદમાં આજે PM નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું કરશે ઉદ્ધાટન, 50 દેશના 135 પતંગબાજો સહભાગી થશે
calendar_today January 12, 2026

Ahmedabad Kite Festival 2026 : અમદાવાદમાં આજે PM નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું કરશે ઉદ્ધાટન, 50 દેશના 135 પતંગબાજો સહભાગી થશે

અમદાવાદની વારસાગત સ્થાપત્ય પરંપરાને દર્શાવતી હેરિટેજ હવેલી અને પૌરાણિક પોળ, રંગબેરંગી હસ્તકલા બજાર, હેરિટેજ વોક-વે પર રચાયેલ પતંગ મ્યુઝિયમ, આકર્ષક આઈકોનિક ફોટો વોલ ઇન્સ્ટોલેશન્સની સાથોસાથ સાંજે ૦૭:૦૦ વાગ્યાથી વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમો નગરજનોને આકર્ષિત કરશે. જેમાં સુપ્રસિદ્ધ લોક ગાયિકા કિંજલબેન દવે પ્રસ્તુતિ કરશે.વડોદરા ખાતે 13 જાન્યુઆરી 2026ના રોજ યોજાશે પતંગ ઉત્સવ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬માં ૫૦ દેશોના ૧૩૫ આંતરરાષ્ટ્રીય પતંગબાજો, ભારતના ૧૩ રાજ્યોમાંથી ૬૫ તથા ગુજરાતના ૧૬ જિલ્લાઓમાંથી ૮૭૧ પતંગબાજો એમ કુલ મળીને ૧,૦૭૧ પતંગ રસિયાઓ ભાગ લેશે. આ મહોત્સવ દરમિયાન ૨૫ હસ્તકલા સ્ટોલ અને ૧૫ ફૂડ સ્ટોલ કાર્યરત રહેશે, જે સ્થાનિક કલા, હસ્તકલા અને સ્થાનિક વ્યંજનોને પ્રોત્સાહન આપશે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬ અમદાવાદ ઉપરાંત રાજકોટ, સુરત અને કચ્છના ધોળાવીરામાં તા.૧૦ જાન્યુઆરી ૨૦૨૬, વડનગર, શિવરાજપુર તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તા.૧૧ જાન્યુઆરી ૨૦૨૬ તેમજ વડોદરા ખાતે તા.૧૩ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ યોજાશે. પાંચ લાખથી વધુ પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવશે અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ-૨૦૨૫માં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવે સમગ્ર ગુજરાતમાં ૩.૮૩ લાખથી વધુ મુલાકાતીઓને આકર્ષ્યા હતા, ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’ દ્વારા ગુજરાત ટૂરિઝમ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે અગ્રણી સાંસ્કૃતિક અને પ્રવાસન સ્થળોમાં પ્રવાસીઓને આકર્ષિત કરી રહ્યું છે. જેના પરિણામ સ્વરૂપે આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬માં અંદાજિત પાંચ લાખથી વધુ પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવશે તેમ ગુજરાત ટૂરિઝમની યાદીમાં જણાવાયું છે. આ પણ વાંચો : Weather News : ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ, નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું

Read Full Story arrow_forward
Valsad News : વલસાડના મોગરવાડીમાં ચાઈનીઝ દોરીનો કેસ કરવા ગયેલ પોલીસકર્મીને સ્થાનિકોએ ઢીબી નાખ્યો
calendar_today January 12, 2026

Valsad News : વલસાડના મોગરવાડીમાં ચાઈનીઝ દોરીનો કેસ કરવા ગયેલ પોલીસકર્મીને સ્થાનિકોએ ઢીબી નાખ્યો

વલસાડના મોગરાવાડી વિસ્તારમાં પોલીસકર્મી પર હુમલો થયો છે અને ચાઇનીઝ દોરીના દરોડા દરમિયાન હુમલો થયો હોવાની વાત સામે આવી છે, હુમલો કરનાર મહિલા સહિત અન્ય લોકોની અટકાયત કરવામાં આવી છે અને બાતમીના આધારે પોલીસે પાડ્યો હતો દરોડો. સ્થાનિકો દ્વારા પોલીસ કર્મી પર હુમલો કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો.હુમલો કરનાર મહિલાઓ સહીત અન્ય લોકોની પોલીસે કરી અટકાયત ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવાથી ચાઇનીઝ દોરી વેચનાર સામે પોલીસે લાલ આંખ કરી છે, ત્યારે વલસાડમાં ચાઇનીઝ દોરી પ્રતિબંધ ઝુંબેશ ચાલી રહી છે તે દરમિયાન મળેલ બાતમીના આધારે પોલીસ છાપો મારવા ગઈ હતી અને તે વેળા પોલીસ કર્મી પર હુમલો થતા વલસાડ સીટી પોલીસ મથકના પોલીસકર્મી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને હાલ પોલીસ હુમલો કરનારાઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ચાઈનીઝ દોરીની સેલવાસમાં ગેરકાયદે ફેક્ટરી ઝડપાઈ હતી ઉત્તરાયણ પહેલા સમગ્ર ગુજરાતમા મોટાપ્રમાણમાં ચાઇનીઝ દોરી સપ્લાય કરવા માટે સેલવાસમાં ગેરકાયદે ફેક્ટરી ઝડપાઈ ગઈ હતી જેના માલિત વિરેન પટેલની સ્પેશીયલ ઓપરેશન ગુપના સ્ટાફે વાપીથી ધરપકડ કરી હતી. આ ફેકટરીની સાથે સાથે જ અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા, કોઠ તેમજ અન્ય વિસ્તારોમાંથી પોલીસે ચાઈનીઝ દોરીનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. ફેક્ટરીમાંથી રૃપિયા દોઢ કરોડની કિંમતની ૫૦ હજારથી વધુ ચાઈનીઝ દોરીની ફીરકી અને મશીનરી સહિત અઢી કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જો કે ફેક્ટરીનો માલિક વિરેન પટેલ ફરાર થઈ ગયો હતો હાલમાં કરેલી પ્રાથમિક તપાસમાં ચાઇનીઝ દોરીનું મોટુ નેટવર્ક ધમધમતુ હોવાની માહિતી સામે આવી છે. સાણંદના રમણગઢ ગામમાંખી ચાર શખ્સોને ચાઈનીઝ દોરીની ૧૯૦૦ જેટલી રીલ સાથે ઝડપી લીધા હતા. આ ઉપરાંત, બગોદરા, બાવળા અને ધોળકામાં પણ પોલીસે દરોડો પાડીને કાર્યવાહી કરી હતી. આ પણ વાંચો : Ahmedabad Kite Festival 2026 : અમદાવાદમાં આજે PM નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું કરશે ઉદ્ધાટન, 50 દેશના 135 પતંગબાજો સહભાગી થશે 

Read Full Story arrow_forward
Junagadh News : જૂનાગઢમાં ગેરકાયદે રીતે ફટાકડાનો સંગ્રહ કરનાર વેપારી ઝડપાયો, ફટાકડાના વેચાણ કે સંગ્રહ માટે પરવાનગી ન લીધી
calendar_today January 12, 2026

Junagadh News : જૂનાગઢમાં ગેરકાયદે રીતે ફટાકડાનો સંગ્રહ કરનાર વેપારી ઝડપાયો, ફટાકડાના વેચાણ કે સંગ્રહ માટે પરવાનગી ન લીધી

જૂનાગઢમાં ગેરકાયદેસર ફટાકડાનો સંગ્રહ કરનાર વેપારી ઝડપાયો છે અને 32.63 લાખના ફટાકડાના જથ્થા સાથે વેપારીની ધરપકડ કરી છે, પોસ્ટ ઓફિસ રોડ ઉપરની જલારામ સીઝન સ્ટોરમાં પોલીસે દરોડા પાડયા હતા અને ફટાકડા વેચાણ કરવા કે સંગ્રહ કરવાની પરવાનગી વગર રખાયો હતો જથ્થો, માનવ જિંદગી જોખમાય અને ફાયર સેફટીની સુવિધા નહોતી તેને લઈ વેપારી સામે ગુનો નોંધાયો છે.નયન ભાયાણી નામના વેપારી સામે ગુનો નોંધી કરી કાર્યવાહી જૂનાગઢમાં પોસ્ટ ઓફિસ રોડ પર આવેલ સીઝન સ્ટોરમાં વેપારીએ ગેરકાયદેસર રીતે ફટાકડાનો જથ્થો રાખ્યો હતો અને તેના કારણે લોકોની જિંદગી જોખમમાં મૂકાય તેવું પોલીસને લાગ્યું હતુ અને ગુનો નોંધ્યો હતો, તો આ વેપારી પાસે ફટાકડા રાખવા માટે કોઈ પરવાનગી હતી અને ફટાકડા વેચાણને લઈ કોઈ મંજૂરી નહી હોવાથી પોલીસે ફટાકડાના જથ્થા સાથે વેપારીની ધરપકડ કરી છે. જુનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે આ દુકાનમાં તપાસ કરી હતી. ફટાકડાનું છૂટક વેચાણ પણ કરવામાં આવતું હતુ ભર બજારની વચ્ચે કોઈપણ પ્રકારનું લાઇસન્સ કે ફટાકડા વહેંચવા માટેની કોઈપણ પ્રકારની પૂર્વ કે પ્રાથમિક મંજૂરી ન હોવા છતાં પણ નયન ભાયાણીએ પોતાના કબ્જા વાળી દુકાનમાં મોટા પ્રમાણમાં ફટાકડાનો જથ્થો સંગ્રહિત કર્યો હતો અને અહીંથી તે છૂટક વેચાણ કરી રહ્યો હતો. આ પણ વાંચો : Valsad News : વલસાડના મોગરવાડીમાં ચાઈનીઝ દોરીનો કેસ કરવા ગયેલ પોલીસકર્મીને સ્થાનિકોએ ઢીબી નાખ્યો 

Read Full Story arrow_forward