Dabhoda: હાલિસા-ધણપ રોડ પર રીક્ષા ટ્રોલી પાછળ ઘૂસી જતાં એકનું મોત
ગાંધીનગરના હાલિસાથી ધણપ તરફ જતા રોડ ઉપર એક અકસ્માતમાં મજુરો ભરેલી પેસેન્જર રીક્ષા રોડ નજીક ઉભા રહેલી ટ્રોલી પાછળ પુરઝડપે ઘુસી જતા રીક્ષામાં સવાર એક ઇસમનુ મોત નિપજ્યુ હતુ તેમજ ચારથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.આ મામલે મળતી વિગતો મુજબ અનિલ રમેશભાઇ દેવિપુજક (ઉ.વ. 32, રહે. હાલિસા તા. દહેગામ) છુટક મજુરીકામ કરીને પરીવારનુ ગુજરાન કરતા હતા. અનિલ દેવીપુજક શનીવારે સવારે આઠેક વાગ્યે મજુરીકામે જવા માટે દશેલા ખાતે જના નીકળ્યા હતા. સાથે ફળીયાના અન્ય માણસો પણ મજુરીકામે સાથે નીકળ્યા હતા. રીક્ષા લઇને તમામ લોકો મજુરીકામે ગયા હતા. દરમિયાન સાંજે સાતેક વાગ્યે પરત ઘરે ફરતા હતા ત્યારે હાલિસાથી ધણપ રોડ પર આવેલા કિરણભાઇ સોમાભાઇ પટેલના બોરકુવા પાસે રીક્ષાને અકસ્માત થયો હતો. બોરકુવાની સામે રોડની સાઇડમાં એક ટ્રેક્ટર ટ્રોલી સાથે ઉભુ હતુ ત્યારે રીક્ષાના ચાલકે પુરઝડપે રીક્ષાને ટ્રોલી પાછળ ઘુસાડી દીધી હતી અને ગમખ્વાર અકસ્માત કર્યો હતો. રીક્ષામાં સવાર તમામ લોકો ફસાતા ઘટનાસ્થળે દોડી આવેલા લોકોએ બહાર કાઢયા હતા. અકસ્માતમાં અનિલ, પ્રકાશ ઇશ્વરભાઇ દેવિપુજકને શરીરે ઇજાઓ થતા તેમને 108 દ્વારા ગાંધીનગર સિવિલમાં દાખલ કર્યા હતા. જોકે સારવાર દરમિયાન અનિલ દેવિપુજકને ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. આમ રીક્ષા નંબર જીજે.18. બીવાય. 5259 ને પુરઝડપે બેદરકારીથી ચલાવી ટ્રોલી પાછળ અકસ્માત કરનારા રીક્ષા ચાલક સામે ચિલોડા પોલીસે ગુનો નોંધ્યો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward