android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
અંકલેશ્વરના અંદાડાની શાન્તનુ વિદ્યાલયમાં રક્ષાબંધનની ઉજવણી
calendar_today August 31, 2026

અંકલેશ્વરના અંદાડાની શાન્તનુ વિદ્યાલયમાં રક્ષાબંધનની ઉજવણી

અંકલેશ્વર તાલુકાના અંદાડા ખાતેની શાન્તનું વિદ્યાલયમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં તા.27ને ગુરૂવારે રક્ષાબંધનની ઉજવણી ઉત્સાહભેર કરાઈ હતી. જેમાં શિશુ-1 થી ધો-12ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીનીઓએ વિદ્યાર્થીઓના હાથમાં રાખડી બાંધી બહેનોની રક્ષા માટે અને દીર્ઘાયુષ્યની કામના કરી હતી. ભાઈઓએ બહેનોને ભેટ આપી હતી. આચાર્ય શહેનાઝે રક્ષાબંધનના પવિત્ર તહેવારની શુભકામના પાઠવી હતી. રક્ષાબંધનના પવિત્ર તહેવાર વિષે દરેક ધોરણની બાળકીઓએ પ્રભાવશાળી વક્તવ્ય રજુ કર્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
કાયાવરોહણ ખાતે શ્રાવણી તૃતિય સોમવારે સેંકડો ભક્તો ઊમટી પડયાં
calendar_today August 31, 2026

કાયાવરોહણ ખાતે શ્રાવણી તૃતિય સોમવારે સેંકડો ભક્તો ઊમટી પડયાં

ડભોઇ તાલુકાના કાયાવારોહણ ગામે શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું. શિવલિંગના અગ્ર ભાગમાં સ્વયં પ્રતિષ્ઠિત ભગવાન લકુલીશજીની મૂર્તિ સાથે શિવલિંગ ધરાવતું દેશનું એકમાત્ર મંદિર કાયાવારોહણ ગામમાં આવેલું છે.જે ગુજરાતના કાશી તરીકે ઓળખાય છે. આ મહાતીર્થ કાયાવારોહણ જે સતયુગથી અસ્તિત્વ ધરાવતી આધ્યાત્મિક નગરી છે. ભગવાન શિવજીનો 28માં અવતારની અવતાર ભૂમિ છે. જ્યાં સ્વયં ભગવાન લકુલીશજીએ સ્વપ્નમાં આદેશ આપ્યો તે મુજબ, યોગાચાર્ય શ્રી કૃપાલ્વાનંદજી મહારાજે 3 મે, 1974ના રોજ મંદિરની સ્થાપના કરી હતી. આ મહાતીર્થ મહર્ષિ વિશ્વામિત્રી મહર્ષિ અત્રિ, મહર્ષિ ભૃગુ ઋષીની તપોભૂમિ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
ગીતામંદિરના નવા બસ ટર્મિનલ-2માં 15 જ દિવસમાં ભ્રષ્ટાચાર અને બેદરકારી છતી થઈ
calendar_today August 31, 2026

ગીતામંદિરના નવા બસ ટર્મિનલ-2માં 15 જ દિવસમાં ભ્રષ્ટાચાર અને બેદરકારી છતી થઈ

અમદાવાદઅમદાવાદના હૃદય સમાન ગીતામંદિર વિસ્તારમાં એસ.ટી. નિગમ દ્વારા કરોડોના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવેલા નવા બસ ટર્મિનલ-2 નું હજુ માંડ 15 દિવસ પહેલાં જ ધામધૂમથી ઉઘ્ઘાટન કરવામાં આવ્યું હતું. નેતાઓ અને અધિકારીઓએ આ ટર્મિનલને એરપોર્ટ જેવી સુવિધાઓ વાળું ગણાવીને પીઠ થાબડી હતી. પરંતુ, વાસ્તવિકતા કાંઈક ઓર જ છે, જે મુસાફરો માટે હાલાકીનું કારણ બની છે.મહત્વનું છે કે સૌથી ગંભીર હાલત ટર્મિનલના એક્ઝિટ બહાર નીકળવાના દ્વાર પાસે જોવા મળી. જ્યાંથી સેંકડો બસો અને હજારો મુસાફરો પસાર થાય છે, ત્યાં રસ્તો સાવ બિસ્માર હાલતમાં છે. 15 જ દિવસમાં પાકો રસ્તો જાણે ગાયબ થઈ ગયો છે અને તેની જગ્યાએ કપચી અને માટીના ઢગલા જોવા મળી રહ્યા છે.આ સવાલ હવે દરેક મુસાફરના મનમાં ઉઠી રહ્યો છે. શું કરોડોના ખર્ચે બનેલા આ પ્રોજેક્ટમાં માત્ર 15 દિવસ સુધી ટકી શકે તેવો રસ્તો જ બનાવવામાં આવ્યો હતો? કામગીરીની ગુણવત્તા પર ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. ચોમાસું હજુ પૂરું પણ નથી થયું અને રસ્તો બેસી ગયો છે, જે કોન્ટ્રાક્ટર અને મોનિટરિંગ કરતા અધિકારીઓની મિલીભગત તરફ્ ઈશારો કરે છે. આ કામમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા નકારી શકાય નહીં.મુસાફરોનું કહેવું છે કે એક્ઝિટ દ્વાર પરના આ ખાડાઓ અને ઉડતી ધૂળને કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સામાન સાથે ચાલતા મુસાફરો, ખાસ કરીને વૃદ્ધો અને બાળકો માટે અકસ્માતનો ભય રહે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward