Rajkot VGRC 2026: વડાપ્રધાન મોદીએ કહ્યું, વિકાસ ભી અને વિરાસત ભી આ મંત્ર દરેક જગ્યાએ ગુંજી રહ્યો છે
વડાપ્રધાન મોદી આજે સોમનાથમાં સ્વાભિમાન પર્વની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતાં. તેમણે શૌર્ય યાત્રાનો પ્રારંભ કરાવી દેવાધિદેવ મહાદેવના દર્શન કર્યા હતાં. સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરીને તેમણે જાહેર સભાને સંબોધિત કરી હતી. હવે તેઓ રાજકોટ ખાતે યોજાનારી કચ્છ સૌરાષ્ટ્રની વાઈબ્રન્ટ સમિટમાં પહોંચ્યા છે. રાજકોટમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. તેમણે રાજકોટ ખાતેથી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2026નો પ્રારંભ કરાવ્યો છે. આજે મુકેશ અંબાણી અને અદાણી ગ્રુપ સહિતના ઉદ્યોગકારોએ રોકાણ કરવા માટે કરારો કર્યા છે.ગુજરાત એટલે વિકાસ પણ અને વિરાસત પણ છે.આ સમિટમાં વડાપ્રધાને કહ્યું હતું કે, સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવીને પ્રવાસની શરૂઆત થઈ છે. વાઈબ્રન્ટ સમિટમાં મને કોઈ સમિટ નથી દેખાતી. હવે વાઈબ્રન્ટ સમિટ આગળ વધી છે. 10 એડિશન થઈ ચૂકી છે. ગ્લોબલ પાર્ટનરની સંખ્યા સતત વધી રહી છે. આ સમિટ ગ્લોબલ ગ્રોથનું એક મોટુ ઉદાહરણ બની છે. ગ્લોબલ ગ્રોથ પાર્ટનશીપનું એક પ્લેટફોર્મ બની છે. હવે વાઈબ્રન્ટ સમિટ રોકાણથી આગળ વધી છે. ગુજરાત એટલે વિકાસ પણ અને વિરાસત પણ છે. છેલ્લા બે દશકમાં વાઈબ્રન્ટ સમિટમાં ઘણું નવું નવું થયું છે. આ સમિટ સંભાવનાને હકિકતમાં પરિવર્તિત કરે છે. ગુજરાતમાં કોઓપરેટિવ ક્ષેત્ર પણ સક્રિય છેઆપણે સંભાવનાઓ પર ફોકસ કરીને આગળ વધી રહ્યા ંછીએ. ગુજરાતમાં કોઓપરેટિવ ક્ષેત્ર પણ સક્રિય છે. દરેક ક્ષેત્રની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને આગળ વધીએ છીએ. ભારત દુનિયાની સૌથી મોટી ઈકોનોમી બનવા તરફ આગળ વધી રહ્યો છે. આજે ભારત વિશ્વનો સૌથી મોટો મેન્યુફેક્ટર દેશ છે. આજે ભારતમાં દુનિયામાં ત્રીજી સૌથી મોટી ઈકો સિસ્ટમ છે. છેલ્લા વર્ષોમાં ભારતે ઘણી પ્રગતિ કરી છે. આજે ગ્લોબલ સંસ્થાઓ ભારતને લઈને બુલિશ છે. આઈએમએફ ભારતને ગ્લોબલ ગ્રોથનું એન્જિન બતાવે છે. યુપીઆઈ દુનિયામાં ભારતમાં નંબર વન પ્લેટફોર્મ બન્યું છે. મોબાઈલ મેન્યુફેક્ચરમા ં ભારત ત્રીજા નંબરે છે. દેશ અને દુનિયાને સંભાવનાનો લાભ ઉઠાવવાનો આજ સમય છે અને સાચો સમય છે. ભારતની ખરીદ શક્તિ વધી રહી છે. મહેનતથી કામ કરાય તો સફળતા જરૂર મળે છે. સૌરાષ્ટ્ર અને કચ્છ એ ગુજરાતના એ ક્ષેત્રો છે તે આપણને શીખવે છે કે પડકાર ગમે તેવા મોટા હોય પણ ઈમાનદારીથી મહેનતથી કામ કરાય તો સફળતા જરૂર મળે છે. આ કચ્છે ભૂકંપને જોયો છે.સૌરાષ્ટ્રમાં દુકાળ પડતો હતો. પાણી માટે લોકોને કિલોમીટર સુધી પ્રવાસ કરવો પડતો હતો. દરેક તરફ મુશ્કેલીઓ હતી. આજે યુવાનોએ માત્ર એ સમયની વાર્તાઓ સાંભળી છે. લોકો કચ્છમાં અને સૌરાષ્ટ્રમા ંલોકો લાંબા સમય સુધી રહેવા તૈયાર નહોતા. પણ ઈતિહાસ સાક્ષી છે અને સમય બદલે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોએ મહેનતથી પોતાનું ભાગ્ય બદલે છે. આ રિઝન આત્મનિર્ભર ભારત અભિયાનને ગતિ આપનારૂ સેન્ટર બની રહ્યું છે. ભારતને ગ્લોબલ મેન્યુફેકચરિંગ હબ બનાવવા માટે સૌરાષ્ટ્ર કચ્છની મોટી ભૂમિકા છે. રાજકોટમાં અઢી લાખથી વધુ એમએસએમી છે. સ્ક્રૂ ડ્રાઈવરથી લઈને ઓટોપાર્ટ્સ, ફાઈટર પ્લેન અને રોકેટ સુધીના પાર્ટ આપણાં રાજકોટમાં બને છે. અલંગ દુનિયાનું સૌથી મોટું શીપ બ્રેકિંગ યાર્ડ છે અલંગ દુનિયાનું સૌથી મોટું શીપ બ્રેકિંગ યાર્ડ છે. રાજકોટનો જ્વેલરી ઉદ્યોગ છે. સિરામિકમાં મોરબી જિલ્લાનું યોગદાન મોટું છે. મેં 25 વર્ષ પહેલા કહેલી વાત સાચી પડી રહી છે. મોરબી રાજકોટ અને જામનગર મીની જાપાન બની રહ્યું છે. ધોલેરા મોર્ડન મેન્યુફેક્ચરીંગનું હબ બની રહ્યુ છે. પેરિસથી પાંચ ગણો મોટો કચ્છનો ખાવડાનો ગ્રીન એનર્જી પાર્ક છે. પીપાવાવ અને મુંદ્રા જેવા પોર્ટ ભારતના ઓટોમોબાઈલ માટે હબ છે. સરકાર ફીશરીજ સેક્ટરને પણ પ્રાથમિકતા આપે છે. ગુજરાત સરકાર ફીશરીઝ ઉદ્યોગ પર કામ કરી રહી છે.સી ફૂડના રોકાણકારો માટે અહીં અમૂલ્ય તક અને ઈકો સિસ્ટમ છે. વડાપ્રધાને કચ્છના રણોત્સવનો પણ ઉલ્લેખ કર્યો વડાપ્રધાને કચ્છના રણોત્સવનો પણ ઉલ્લેખ કર્યો હતો. ગુજરાતમાં ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીએ કેમ્પસ શરૂ કર્યું છે. કચ્છ અને જામનગર ગ્રીન હાઈડ્રોજન કેન્દ્ર છે. રોકાણકારો માટે આ ક્ષેત્ર મહત્વનું છે. તમારે તેનો લાભ ઉઠાવવો જોઈએ. અનેક વિદેશી યુનિવર્સિટી ભારતમાં આવવા માગે છે. સૌરાષ્ટ્ર કચ્છમાં કરેલું રોકાણ બિઝનેસને ગતિ આપશે. મેં રવાન્ડાને ગીરની 200 ગાય ગિફ્ટ કરી હતી. જે રવાન્ડાની ઈકોનોમીને આગળ ધપાવી રહી છે. ભારતે વીમા ક્ષેત્રમાં એફડીઆઈને મંજૂરી આપી ભારતે વીમા ક્ષેત્રમાં એફડીઆઈને મંજૂરી આપી છે. ઈન્કમટેક્સ કાયદામાં આધુનિક કરવામાં આવ્યો છે. આજે ભારત ડેટા આધારિત ઈનોવેશનનો ગ્લોબલ હબ બની રહ્યો છે. ભારતની પાવર ડિમાન્ડ વધી રહી છે. ભારતને એશ્યોર એનર્જીની ખૂબ જરૂરી છે. તેનું મોટું માધ્યમ ન્યૂકિયર પાવર છે. આ ઈન્વેસ્ટર માટે મોટો અવસર છે. ભારતની રિફોર્મ જર્ની ઈન્સ્ટીટ્યૂશનલ ટ્રાન્સફોર્મેશન તરફ વધી ગઈ છે. તમે એમઓયુ સાથે નથી આવ્યા પણ સૌરાષ્ટ્ર અને કચ્છના વિકાસ સાથે જોડાયા છે.તમારા રોકાણ તમને શાનદાર રીટર્ન આપશે. આ પણ વાંચો: Ahmedabad News: સોનાની વીંટી ચોરી નકલી વીંટી મુકી દેતી એક મહિલા ચોર ઝડપાઈ, પોલીસે ચાર ગુના ઉકેલ્યા
Read Full Story arrow_forward