android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
LDF-UDF માટે ચેતવણી? અમિત શાહે કેરળમાં કહ્યું, 'હવે ભાજપ સરકારનો માર્ગ ખુલશે'
calendar_today January 11, 2026

LDF-UDF માટે ચેતવણી? અમિત શાહે કેરળમાં કહ્યું, 'હવે ભાજપ સરકારનો માર્ગ ખુલશે'

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવાર, 11 જાન્યુઆરીના રોજ કેરળ માટે ભાજપનું “અંતિમ લક્ષ્ય” જાહેર કર્યું. તેમણે જણાવ્યું કે ભાજપ રાજ્યમાં માત્ર પોતાની હાજરી મજબૂત કરવા માટે નહીં, પરંતુ એક દિવસ કેરળમાં ભાજપની સરકાર બનાવવાનો અને પાર્ટીના સભ્યને મુખ્યમંત્રી બનતા જોવા માટે પ્રતિબદ્ધ છે. તિરુવનંતપુરમમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતનારા પ્રતિનિધિઓને સંબોધતા તેમણે આ વાત કહી અને આ શહેરને ભાજપ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન ગણાવ્યું. અમિત શાહે શું કહ્યું ? અમિત શાહે કહ્યું કે કેરળમાં ભાજપનો રસ્તો સહેલો નહોતો, પરંતુ વર્ષો સુધીના સંઘર્ષ અને કાર્યકરોની મહેનતના કારણે આજે પાર્ટીએ રાજ્યમાં મજબૂત પાયો બનાવ્યો છે. તેમણે આક્ષેપ કર્યો કે LDF અને UDF બંને ગઠબંધનોએ કેરળના વિકાસમાં અવરોધ ઉભા કર્યા છે અને તુષ્ટિકરણની રાજનીતિને પ્રોત્સાહન આપ્યું છે. તેમના મત અનુસાર, કેરળના સર્વાંગી વિકાસ અને સુરક્ષા માટે ભાજપની નીતિઓ જ અસરકારક સાબિત થઈ શકે છે. વધતા મતહિસ્સા પર પણ ભાર ગૃહમંત્રીએ ભાજપના વધતા મતહિસ્સા પર પણ ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે 2014માં ભાજપને કેરળમાં 11 ટકા મત મળ્યા હતા, 2019માં તે વધીને 16 ટકા થયા અને 2024માં લગભગ 20 ટકા સુધી પહોંચ્યા છે. તેમના કહેવા મુજબ, હવે 20થી 30 અને 40 ટકા સુધી પહોંચવું અશક્ય નથી અને 2026ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ આ સાબિત કરશે. અમિત શાહે વધુમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “વિકસિત ભારત”ના સ્વપ્નને સાકાર કરવા માટે દક્ષિણ ભારત, ખાસ કરીને કેરળનો વિકાસ ખૂબ જરૂરી છે. તેમણે કહ્યું, “વિકસિત ભારતનો માર્ગ વિકસિત કેરળમાંથી પસાર થાય છે.” કોંગ્રેસની કરી કડક ટીકા તેમણે કોંગ્રેસ પર પણ કડક ટીકા કરી અને કહ્યું કે દેશભરમાં કોંગ્રેસ ધીમે ધીમે ગાયબ થઈ રહી છે. તેમના મતે, કેરળના વિકાસ, સુરક્ષા અને લોકોના અધિકારોનું રક્ષણ ફક્ત એનડીએ અને ભાજપના નેતૃત્વ હેઠળ જ શક્ય છે. અંતમાં, તેમણે કેરળના લોકોને ભાજપને સમર્થન આપવા અપીલ કરી અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનારા સમયમાં રાજ્યમાં મોટો રાજકીય બદલાવ જોવા મળશે.આ પણ વાંચો : PM Kisan 22મો હપ્તો ક્યારે મળશે? ખેડૂતો માટે ડબલ ખુશખબર

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : સૌરાષ્ટ્ર વાયબ્રન્ટ સમિટ,સૌરાષ્ટ્ર અને કચ્છ ભારતની વૃદ્ધિનું એન્કર રિઝન બન્યું છે – PM મોદી
calendar_today January 11, 2026

Gujarat Latest News Live : સૌરાષ્ટ્ર વાયબ્રન્ટ સમિટ,સૌરાષ્ટ્ર અને કચ્છ ભારતની વૃદ્ધિનું એન્કર રિઝન બન્યું છે – PM મોદી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 11 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Vibrant Regional Summit 2026 : વાયબ્રન્ટ સમિટથી ગુજરાતનો વિકાસ થયો, 3.57 લાખ કરોડનું FDI થયું: CM ભુપેન્દ્ર પટેલ
calendar_today January 11, 2026

Vibrant Regional Summit 2026 : વાયબ્રન્ટ સમિટથી ગુજરાતનો વિકાસ થયો, 3.57 લાખ કરોડનું FDI થયું: CM ભુપેન્દ્ર પટેલ

રાજકોટમાં વાયબ્રન્ટ રીજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે PM મોદીના હસ્તે વાયબ્રન્ટ સમિટનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. PMએ કચ્છ - સૌરાષ્ટ્ર વાયબ્રન્ટ સમિટનો પ્રારંભ કરાવ્યો છે, જેમાં 5,000થી વધુ ઉદ્યોગ જગતના દિગ્ગજો હાજર રહ્યા છે. રોકાણકર્તાઓ અને નીતિ નિર્માતાઓની હાજરી છે. ઔદ્યોગિક, આર્થિક, કૃષિ ઉર્જા ક્ષમતાને મંચ મળશે. આ સાથે જ વેન્ડર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ, રાઉન્ડ ટેબલ ચર્ચાઓ પણ થશે.વાયબ્રન્ટ સમિટથી ગુજરાતનો વિકાસ થયો : CM ભુપેન્દ્ર પટેલ ત્યારે સૌરાષ્ટ્ર વાયબ્રન્ટ સમિટમાં CM ભુપેન્દ્ર પટેલે સંબોધન કરતા કહ્યું કે વિશ્વભરના લોકોનો ગુજરાત પર વિશ્વાસ છે, વાયબ્રન્ટ સમિટથી ગુજરાતનો વિકાસ થયો છે. 3.57 લાખ કરોડનું FDI થયું છે, એક્સપોર્ટમાં ગુજરાતનો મોટો ભાગ છે. MSMEની સંખ્યામાં વધારો થયો છે. સાથે જ ગુજરાતે પ્રગતિના નવા બેન્ચમાર્ક પ્રસ્થાપિત કર્યા અને ગુજરાત NO WEREથી EVERY WERE બન્યું છે. સૌથી વધુ MoU સૌરાષ્ટ્ર અને કચ્છ માટે થયા છે. નાના શહેરોને વિકાસગ્રોથમાં જોડવાનો પ્રયાસ છે. 2024માં 98,000 એમઓયુ થયા હતા અને જિલ્લાઓ પણ વિવિધ મેન્યુફેક્ચરના હબ બન્યા છે. રાજકોટમાં વાયબ્રન્ટ રીજનલ સમિટમાં RILની જાહેરાત બીજી તરફ રાજકોટમાં વાયબ્રન્ટ રીજનલ સમિટમાં RILએ મોટી જાહેરાત કરતા કહ્યું કે રિલાયન્સ ગ્રુપ 7 લાખ કરોડનું રોકાણ કરશે. વાયબ્રન્ટ રીજનલ સમિટમાં મુકેશ અંબાણીએ જાહેરાત કરી કે જામનગર ઊર્જાનું કેન્દ્ર છે અને વધુ વિકસિત બનશે. ગ્રીન હાઈડ્રોજન, ગ્રીન એનર્જી પર ખાસ ફોક્સ છે. વિશ્વના સૌથી મોટા સોલર પ્રોજેક્ટને આગળ વધારીશું. જામનગરમાં AIનું સૌથી મોટું ડેટા સેન્ટર તૈયાર થઈ રહ્યું છે. જીઓ AIના ક્ષેત્રમાં વધુ સક્રિય, વિસ્તરણ કરવા જઈ રહ્યું છે. ઓલિમ્પિકને લઈને ઓન રિલાયન્સ ફાઉન્ડેશન સક્રિય છે. ઓલિમ્પિક માટે અમે ખૂબ આશાવાદી અને તૈયાર છીએ. વિશ્વ ઝડપથી બદલાઈ રહ્યું છે, વિશ્વમાં ઘણા પડકારો વર્તમાન સમયમાં છે.આ પણ વાંચો: Vibrant Regional Summit: રાજકોટમાં વાયબ્રન્ટ રિજનલ સમિટનો પ્રારંભ, DYCM હર્ષ સંઘવીએ કહી આ વાત

Read Full Story arrow_forward