android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Somnath Swabhiman Parv: PM મોદીની સભામાં ઉમટ્યો જનમેદનીનો મહાસાગર, સોમનાથની દીકરીએ પેન્સિલ સ્કેચ તૈયાર કર્યું
calendar_today January 11, 2026

Somnath Swabhiman Parv: PM મોદીની સભામાં ઉમટ્યો જનમેદનીનો મહાસાગર, સોમનાથની દીકરીએ પેન્સિલ સ્કેચ તૈયાર કર્યું

ગીર સોમનાથની પવિત્ર ધરતી પર આજે 'સોમનાથ સ્વાભિમાન પર્વ' નિમિત્તે એક અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. ભગવાન સોમનાથના દર્શન અને પૂજા કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધન કરી રહ્યા છે. આ સભામાં ઉમટી પડેલા વિશાળ જનસાગરમાં રાષ્ટ્રભક્તિ અને ગૌરવનો અનેરો ઉમંગ જોવા મળી રહ્યો છે.દીકરીની કલા અને વડાપ્રધાન પ્રત્યેની લાગણી આ આયોજનમાં આકર્ષણનું કેન્દ્ર સોમનાથની એક દીકરી બની છે, જેણે પોતાની કલા દ્વારા વડાપ્રધાન પ્રત્યે અનોખો પ્રેમ વ્યક્ત કર્યો છે. આ દીકરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુંદર પેન્સિલ સ્કેચ તૈયાર કર્યા છે. તેણે ગર્વ સાથે જણાવ્યું કે, મારો જન્મ સોમનાથની પવિત્ર ભૂમિ પર થયો છે તેનું મને અભિમાન છે, પરંતુ આજે વડાપ્રધાનની હાજરીથી આ ગૌરવ બમણું થઈ ગયું છે. વૈશ્વિક ફલક પર સોમનાથનું ગૌરવ સ્થાનિકોમાં એવી લાગણી પ્રબળ જોવા મળી રહી છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પ્રભાસની આ ધરતી અને સોમનાથ મંદિરને વૈશ્વિક સ્તરે એક નવી ઓળખ અને વિશેષ ગૌરવ પ્રાપ્ત થયું છે. સભામાં હાજર રહેલા લોકોમાં 'અડગ સ્વાભિમાન' અને 'રાષ્ટ્ર ચેતના'નો સંગમ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. જનમેદનીમાં રાષ્ટ્ર ભાવનાનો જુવાળ વડાપ્રધાનને સાંભળવા માટે દૂર-દૂરથી લોકો ઉમટી પડ્યા છે. સભાસ્થળ 'ભારત માતા કી જય' અને 'સોમનાથ મહાદેવ'ના જયઘોષથી ગુંજી ઉઠ્યું છે. વડાપ્રધાને પણ જનતાના આ ઉમળકાને વધાવ્યો હતો અને સોમનાથના સાંસ્કૃતિક વારસાને વધુ સુદ્રઢ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ પણ વાંચો - Gir Somnath SwabhimanParv: PM મોદીએ કર્યા સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા-અર્ચના

Read Full Story arrow_forward
સોમનાથ મંદિરના પ્રાંગણમાં PM મોદીએ કલાકારોને બીરદાવ્યા
calendar_today January 11, 2026

સોમનાથ મંદિરના પ્રાંગણમાં PM મોદીએ કલાકારોને બીરદાવ્યા

સોમનાથ મંદિર, ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગોમાંનું એક, ભારતની આધ્યાત્મિક આસ્થા અને સંસ્કૃતિનું મહત્વપૂર્ણ પ્રતીક છે. 

Read Full Story arrow_forward
Gir Somnath SwabhimanParv : ગઝનવી વિખેરાઈ ગયો, પણ સોમનાથ આજે પણ અજેય, હર્ષ સંઘવીનું ગર્જનાભર્યું નિવેદન
calendar_today January 11, 2026

Gir Somnath SwabhimanParv : ગઝનવી વિખેરાઈ ગયો, પણ સોમનાથ આજે પણ અજેય, હર્ષ સંઘવીનું ગર્જનાભર્યું નિવેદન

ગીર સોમનાથની પવિત્ર ધરા પર આયોજિત શૌર્ય સભાને સંબોધતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોમનાથ મંદિરના ભવ્ય ઈતિહાસ અને ભારતીય સંસ્કૃતિની અતૂટ શક્તિ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સોમનાથ મંદિર એ માત્ર પથ્થરોનું બાંધકામ નથી, પરંતુ તે દેશનું સ્વાભિમાન છે. ઇતિહાસમાં આક્રમણ કરનારો ગઝનવી વિખેરાઈ ગયો, પણ સોમનાથ આજે પણ અજેય અને અતૂટ ઊભું છે. આ પવિત્ર ધામને બચાવવા માટે અનેક શૂરવીરોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેમાં હમીરજી ગોહિલનું પરાક્રમ હંમેશા એકતાના ઉદાહરણ તરીકે યાદ રાખવામાં આવશે.હિમાલયથી દક્ષિણ સુધી તીર્થોનો જિર્ણોદ્ધાર વધુમાં હર્ષ સંઘવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા કહ્યું હતું કે, પીએમ મોદીનો સંકલ્પ આજે ભારતની નીતિ બની ચૂક્યો છે. તેમના માર્ગદર્શન હેઠળ હિમાલયથી લઈને દક્ષિણના છેડા સુધીના તમામ તીર્થોનો જિર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, જે રીતે ભગવાન રામનું ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે, તે પીએમના મક્કમ ઈરાદાનું પરિણામ છે. સોમનાથની આ શૌર્ય સભામાં તેમણે યુવાનોને દેશની વિરાસત પ્રત્યે ગર્વ લેવા અને પૂર્વજોના બલિદાનને યાદ રાખવા આહવાન કર્યું હતું. આ પણ વાંચો : Vadodara News : નશાખોર મહિલાનો આતંક, ફૂલ સ્પીડે કાર ચલાવી દીવાલ સાથે ભટકાડી

Read Full Story arrow_forward