android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodaraના અટલાદરામાં ગાય ડ્રેનેજમાં ખાબકી, સ્થાનિકોએ ફાયર વિભાગને કરી જાણ, જુઓ Video
calendar_today January 11, 2026

Vadodaraના અટલાદરામાં ગાય ડ્રેનેજમાં ખાબકી, સ્થાનિકોએ ફાયર વિભાગને કરી જાણ, જુઓ Video

1 કલાકની જહેમત બાદ ગાયનું કરાયું રેસ્ક્યુ અને ક્રેનની મદદથી ગાયને બહાર કાઢવામાં આવી હતી, અગાઉ ડ્રેનેજમાં ખાબકતા યુવકનું થયુ હતુ મોત, અને મનપાની ઘોર બેદરકારી ફરી છતી થઇ. વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલા બી.એ.પી.એસ. છાત્રાલય પાસે ખુલ્લી ગટરમાં એક ગાય ગત રાત્રે ખાબકી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળાએ તાત્કાલિક વાસણા ફાયર સ્ટેશનને જાણ કરી હતી. વડોદરા મહાનગર પાલિકાની બેદરકારી છતી થઈ છે આ ઘટના અંગે વાસણા ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ભારે જહેમત ઉઠાવી હતી. ગટરની ખુલ્લી ચેમ્બર હોવાથી જગ્યા સાંકડી હોવાથી ફાયરે એક કલાકના સતત પ્રયત્નો બાદ ગાયને સુરક્ષિત રીતે બહાર કાઢી માલિકને સોંપી હતી. ઉલ્લેખનીય છે કે આ ઘટનાથી ફરી એક વખત વડોદરા મહાનગર પાલિકાની બેદરકારી છતી થઈ છે. આ પણ વાંચો : Mount Abuમાં મીની જમ્મુ કાશ્મીર જેવો માહોલ, નક્કીલેક પર પ્રવાસીઓ ઉમટ્યા, જુઓ Video

Read Full Story arrow_forward
Rajkot પોલીસ બેડામાં ખળભળાટ, 60 કિલો ચાંદીના કેસમાં CP અને DCP સહિત 6 સામે કોર્ટમાં ફરિયાદ
calendar_today January 11, 2026

Rajkot પોલીસ બેડામાં ખળભળાટ, 60 કિલો ચાંદીના કેસમાં CP અને DCP સહિત 6 સામે કોર્ટમાં ફરિયાદ

રાજકોટ પોલીસ ફરી એકવાર ગંભીર વિવાદોના ઘેરામાં આવી છે. શહેરના એક વેપારી હરેશ કારેલિયાએ પોલીસ સામે ગંભીર આક્ષેપ કર્યા છે કે, 60 કિલો ચાંદીના મામલે તેમણે આપેલી અરજી પર પોલીસે કોઈ યોગ્ય તપાસ કરી નથી. વેપારીનો આક્ષેપ છે કે તેમણે ચાંદી અને પૈસાની ચૂકવણી કરી દીધી હોવા છતાં તેમની પાસેથી સતત ઉઘરાણી કરવામાં આવતી હતી. આ મામલે રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા આખરે વેપારીએ કાયદાકીય માર્ગ અપનાવ્યો છે.વરદી પર સવાલ આ ઘટનાની ગંભીરતા જોતા વેપારીએ રાજકોટ પોલીસ કમિશનર (CP), ડીસીપી (DCP), પીઆઈ (PI) અને પીએસઆઈ (PSI) સહિત કુલ છ પોલીસ અધિકારીઓ સામે કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીની અરજીને ગ્રાહ્ય રાખીને કોર્ટે આ તમામ અધિકારીઓને આગામી 27 જાન્યુઆરીએ અદાલતમાં હાજર રહેવા માટે હુકમ કર્યો છે. એકસાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સામે કોર્ટ કાર્યવાહી શરૂ થતા રાજકોટ પોલીસ વિભાગમાં ભારે ફફડાટ અને ચર્ચાઓ જાગી છે. આ પણ વાંચો : Banaskantha News : સાંસદ ગેનીબેન ઠાકોરનો અનોખો અંદાજ, દરિયાના ઊંડાણમાં કર્યું સ્કૂબા ડાઇવિંગ

Read Full Story arrow_forward
Nadiad News: હેક્ઝા ક્લીન બાયોમેડિકલ વેસ્ટ કંપનીને GPCB એ ફટકારી ક્લોઝર નોટિસ
calendar_today January 11, 2026

Nadiad News: હેક્ઝા ક્લીન બાયોમેડિકલ વેસ્ટ કંપનીને GPCB એ ફટકારી ક્લોઝર નોટિસ

ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામમાં આવેલી 'હેક્ઝા ક્લીન બાયોમેડિકલ વેસ્ટ' એકમ સામે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) એ લાલ આંખ કરી છે. પર્યાવરણના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી રહેલા આ એકમને ગાંધીનગર GPCB દ્વારા 30 દિવસની અસરમાં ક્લોઝર નોટિસ ફટકારવામાં આવતા પંથકમાં ભારે ચર્ચા જાગી છે.ગ્રામજનોના ઉગ્ર વિરોધ બાદ લેવાયા પગલાં છેલ્લા ઘણા સમયથી ઉત્તરસંડા ગામના રહીશો હેક્ઝા ક્લીન બાયોમેડિકલ વેસ્ટ દ્વારા ફેલાવવામાં આવતા પ્રદૂષણથી ત્રસ્ત હતા. હેક્ઝાક્લિન કંપનીમાં મેડિકલ વેસ્ટને ખુલ્લામાં સળગાવવામાં આવતો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાતી હતી. આ મામલે ગ્રામજનોએ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી વિરોધ નોંધાવ્યો હતો. નિયમોનું ઉલ્લંઘન અને તપાસમાં ખૂલેલી હકીકતો ગાંધીનગર GPCB ની તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જેમાં હેક્ઝા ક્લીન બાયોમેડિકલ વેસ્ટના ઇન્સિનેરેટરના સ્ટેકમાંથી સતત કાળો ધુમાડો નીકળતો હતો, અને સ્ટોરેજ એરિયા પાસે ભારે દુર્ગંધ આવતી હતી. એકમે OCEMSનો કેલિબ્રેશન રિપોર્ટ પણ જમા કરાવ્યો ન હતો. સ્થાનિક સ્તરે GPCBની રહેમ નજર હેઠળ આ યુનિટ ધમધમતું હોવાના આક્ષેપો વચ્ચે, નેગેટિવ રિપોર્ટ હોવા છતાં કંપની ચાલુ રાખવામાં આવી હતી.https://x.com/sandeshnews/status/2010168060469227755 પર્યાવરણીય કાયદાઓની જોગવાઈઓનું ઉલ્લંઘન જણાતા ગાંધીનગર હેડ ઓફિસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. 30 દિવસના અંતે આ એકમ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જે પ્રદૂષણ ફેલાવતા અન્ય એકમો માટે પણ ચેતવણી સમાન છે. આ પણ વાંચો - Nadiad: ખેડા જિલ્લામાં 24 સીએસસી સેન્ટરોના આઈડી બ્લોક

Read Full Story arrow_forward