android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: ક્લબ O7 ને નોન-વેજ પીરસવું પડ્યું ભારે! ગ્રાહકને રૂ. 25 હજારનું વળતર ચૂકવવાનો કોર્ટનો આદેશ
calendar_today January 11, 2026

Ahmedabad: ક્લબ O7 ને નોન-વેજ પીરસવું પડ્યું ભારે! ગ્રાહકને રૂ. 25 હજારનું વળતર ચૂકવવાનો કોર્ટનો આદેશ

અમદાવાદના એસ.પી રિંગ રોડ પર આવેલી જાણીતી ક્લબ 07ની ક્યુબ લોન્જમાં એક એવી ઘટના ઘટી છે કે જેને જોઇને કોઇ પણ આશ્ચર્ય પમાડી દે અને આ ઘટના માટે થઇને ક્લબ 07ની ક્યુબ લોન્જે એક વ્યક્તિને 25 હજારનું વળતર ચૂકવવું પડ્યુ છે. શું છે સમગ્ર મામલો ગ્રાહક સુરક્ષા કોર્ટમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, એક બ્રાહ્મણ પરિવાર ક્લબ 07ની ક્યુબ લોન્જમાં જમવા માટે ગયો હતો. શુદ્ધ શાકાહારી ખોરાકની અપેક્ષા સાથે પરિવારે વેજ વાનગીનો ઓર્ડર આપ્યો હતો. જોકે લોન્જના સ્ટાફ દ્વારા ભારે બેદરકારીને કારણે તેમના પ્લેટમાં શાકાહારી ઓર્ડરને બદલે નોન વેજ વાનગી પીરસી દેવામાં આવી હતી. પરિવારના સભ્યોએ જ્યારે આ જમવાનું શરૂ કર્યુ ત્યારે તેમને આ ભૂલની જાણ થઇ. કોર્ટે રૂપિયા ચૂકવવા આપ્યો આદેશ પોતાની ધાર્મિક માન્યતાઓ અને આસ્થાને ઠેસ પહોંચતા, ગ્રાહક પરિવારે મૌન રહેવાને બદલે કાયદાકીય લડત આપવાનું નક્કી કર્યુ. તેમણે કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અવલોકન કર્યુ કે, કોઇ પણ ગ્રાહકની ખાવા પીવાની પસંદગી અને તેની ધાર્મિક લાગણીઓનું સન્માન કરવું એ સર્વિસ પ્રોવાઇડરની નૈતિક અને કાયદાકીય જવાબદારી છે. વેજના બદલે નોન-વેજ પીરસવાને બદલે વળતર ગ્રાહક કોર્ટે આ ઘટનાને ગંભીર ખામી ગણીને ક્લબ 07ને આદેશ આપ્યો કે તેઓ ગ્રાહકને થયેલા માનસિક આઘાત અને હાલાકી બદલ રૂ.25,000નું વળતર ચૂકવે. આ ચુકાદો અન્ય હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સ માટે પણ એક ચેતવણી સમાન છે કે ગ્રાહકની સૂચનાઓનું પાલન કરવામાં બેદરકારી મોંઘી પડી શકે છે. આ પણ વાંચોઃ Rajkot: PM મોદીના હસ્તે વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2026નો શંખનાદ, ગુજરાત ગ્લોબલનો ગેટવે મુકાશે ખુલ્લો

Read Full Story arrow_forward
Surat News : સુરતમાં સુવાલી બીચ ફેસ્ટિવલના પ્રથમ બે દિવસે જનમેદની ઉમટી
calendar_today January 11, 2026

Surat News : સુરતમાં સુવાલી બીચ ફેસ્ટિવલના પ્રથમ બે દિવસે જનમેદની ઉમટી

ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત ત્રિદિવસીય 'સુવાલી બીચ ફેસ્ટિવલ-૨૦૨૬'માં પ્રથમ દિવસ તા.૯મી જાન્યુઆરી શુક્રવારે અંદાજિત ૬૫ હજારથી વધુ અને બીજા દિવસે, તા.૧૦મી જાન્યુઆરી શનિવારના રોજ ફૂલગુલાબી ઠંડીમાં અંદાજિત ૧.૫૦ લાખથી વધુ સહેલાણીઓ બીચની મોજ માણવા ઉમટ્યા હતા. વહીવટીતંત્ર દ્વારા AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) જનરેટેડ કેમેરા લગાવવામાં આવ્યા સુરતીઓનો મિજાજ જ કંઈક અલગ છે એમ જણાવતા ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈએ કહ્યું હતું કે, સુરતીઓ સુવાલી દરીયાકિનારે ફૂલગુલાબી ઠંડીમાં પરિવાર સાથે ફેસ્ટિવલની મજા માણવા લાખ્ખોની સંખ્યામાં અહીં ઉમટી પડ્યા છે. આજે જ્યારે આપણી લોકપ્રિય ગાયિકા ભૂમિ ત્રિવેદીના સંગીતના તાલે આપ સૌને ઝૂમતા જોયા છે. બીચ ફેસ્ટિવલના માધ્યમથી સુવાલીને પ્રવાસન નકશા પર એક નવી ઓળખ મળી છે. આ વર્ષે ફેસ્ટિવલમાં ભીડના વ્યવસ્થાપન અને સુરક્ષા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વહીવટીતંત્ર દ્વારા AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) જનરેટેડ કેમેરા લગાવવામાં આવ્યા છે, જેના દ્વારા સચોટ 'હ્યુમન કાઉન્ટિંગ' કરવામાં આવી રહી છે.આ પણ વાંચો : Surendranagar News : ચોટીલા તાલુકામાં જુદા જુદા મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રો માટે સંચાલક કમ કૂકની નિમણૂંક કરાશે

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : PM મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ, 108 અશ્વ સાથે PM મોદી શૌર્ય યાત્રામાં જોડાશે
calendar_today January 11, 2026

Gujarat Latest News Live : PM મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ, 108 અશ્વ સાથે PM મોદી શૌર્ય યાત્રામાં જોડાશે

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 11 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward