android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
સોમનાથમાં પીએમ મોદીનું ‘સ્વાભિમાન પર્વ’: ત્રિશુળ ધારણ કરી શિવભક્તિમાં લીન થયા વડાપ્રધાન
calendar_today January 10, 2026

સોમનાથમાં પીએમ મોદીનું ‘સ્વાભિમાન પર્વ’: ત્રિશુળ ધારણ કરી શિવભક્તિમાં લીન થયા વડાપ્રધાન

પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના સાનિધ્યમાં આયોજિત 'સ્વાભિમાન પર્વ'માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિથી ભક્તિ અને ઉત્સાહનો અદભૂત સંગમ જોવા મળ્યો હતો. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથેની બેઠક પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન હમીરજી સર્કલથી પગપાળા ચાલીને સોમનાથ મંદિર પહોંચ્યા હતા, જ્યાં જનમેદનીએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

Read Full Story arrow_forward
Gandhinagar: આયુર્વેદ ભારતની ઋષિ પરંપરાનું જીવનવિજ્ઞાન, આયુર્વિવેક મહોત્સવમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું પ્રેરક ઉદબોધન
calendar_today January 10, 2026

Gandhinagar: આયુર્વેદ ભારતની ઋષિ પરંપરાનું જીવનવિજ્ઞાન, આયુર્વિવેક મહોત્સવમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું પ્રેરક ઉદબોધન

અડાલજ સ્થિત દાદા નગર કન્વેશન સેન્ટર ખાતે આયુર્વેદ વ્યાસ પીઠ દ્વારા આયોજિત 'આયુર્વિવેક મહોત્સવ'માં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ હાજરી આપી હતી. તેમણે આયુર્વેદ, ગૌ-આધારિત પ્રાકૃતિક ખેતી અને માનવ સ્વાસ્થ્યના આંતરસંબંધો પર ઊંડાણપૂર્વક પ્રકાશ પાડ્યો હતો.આયુર્વેદ માત્ર સારવાર નહીં, જીવનવિજ્ઞાનરાજ્યપાલએ જણાવ્યું કે આયુર્વેદ એ અથર્વવેદનો ઉપવેદ છે અને તે ભારતીય ઋષિ પરંપરાની દેન છે. તેમણે આપણા ઋષિઓને પ્રથમ 'રિસર્ચ સ્કોલર' ગણાવતા કહ્યું કે, હજારો વર્ષો પહેલાના તેમના સિદ્ધાંતો આજે પણ આધુનિક લેબમાં એટલા જ સચોટ સાબિત થાય છે.દેશી ગાય અને પ્રાકૃતિક ખેતીનું મહત્વરાજ્યપાલશ્રીએ પોતાના વક્તવ્યમાં ગાયના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો, દેશી ગાયનું દૂધ, ઘી અને ગોમૂત્ર અદભૂત ઔષધિ છે. ગાયનું ઘી કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને ઝેરને નિષ્ક્રિય કરવામાં પણ સક્ષમ છે. પ્રાકૃતિક ખેતી વિ. ઓર્ગેનિક ખેતી: તેમણે સ્પષ્ટ કર્યું કે પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ નહિવત છે અને તે જમીનને ફળદ્રુપ બનાવે છે. જ્યારે ઓર્ગેનિક ખેતી વધુ ખર્ચાળ છે. ગાયના ૧ ગ્રામ ગોબરમાં ૩૦૦ થી ૫૦૦ કરોડ સૂક્ષ્મજીવો હોય છે, જેમાંથી બનતું 'જીવામૃત' જમીનને જીવંત બનાવે છે.રાસાયણિક ખેતી અને ટેકનોલોજી પર ચિંતારાજ્યપાલશ્રીએ વર્તમાન સમયના બે ગંભીર પડકારો વિશે ચેતવણી આપી. કેમિકલ યુક્ત આહાર: રાસાયણિક ખેતીને કારણે માતાના દૂધમાં પણ કેમિકલ્સ મળી રહ્યા છે, જે ખૂબ જ ચિંતાજનક છે. આજની પેઢીમાં મોબાઇલની વધતી લતને તેમણે ગંભીર સમસ્યા ગણાવી હતી.સફળ ઉદાહરણો અને અપીલતેમણે કુરુક્ષેત્રના ગુરુકુલનું ઉદાહરણ આપતા કહ્યું કે ત્યાં જાત સુધારાના પરિણામે ગાયો રોજે 40 લિટર દૂધ આપે છે. તેમણે વૈદ્યોને અપીલ કરી કે તેઓ આયુર્વેદ પર વિશ્વાસ રાખી સતત સંશોધન કરતા રહે, જેથી ભારત એક સ્વસ્થ અને આત્મનિર્ભર રાષ્ટ્ર બની શકે. આ પણ વાંચો:સ્વાભિમાન પર્વની દિવ્ય રોનક, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાદેવના દર્શન કરી ભવ્ય ડ્રોન શો નિહાળ્યો

Read Full Story arrow_forward
Chotila: સુવિધાજનક બનાવવા તંત્ર એક્શન મોડમાં
calendar_today January 10, 2026

Chotila: સુવિધાજનક બનાવવા તંત્ર એક્શન મોડમાં

પવિત્ર યાત્રાધામ ચોટીલા ડુંગર જવાનો રસ્તો 40 ફુટનો છે. પરંતુ આ રસ્તાની બન્ને તરફ આવેલા દુકાનોના માલીકોએ 10-10 ફુટ દબાણ કરી નાંખતા રસ્તો 20 ફુટનો જ થઈ ગયો હતો. ત્યારે આ દબાણ દુર કરવા નાયબ કલેકટરે તા. 9ના રોજ વેપારીઓને સુચના આપ્યા બાદ તા. 10ના રોજ સવારથી સાંજ સુધી ડીમોલેશન કાર્યવાહી ચાલી હતી. જેમાં અંદાજે 400થી વધુ દુકાનોના છાપરા, ઓટા પર જેસીબી ફેરવી દેવાયુ છે. જયારે નવગ્રહ મંદિરના કેમ્પસ નજીક આવેલ 3 માળનું ગેરકાયદેસર ગેસ્ટ હાઉસ પણ તોડી પડાયુ છે.અમદાવાદ-ચોટીલા હાઈવે પર આવેલ ચોટીલા માં ચામુંડાનું ધામ છે. અહીં હજારો યાત્રીકો માતાજીના દર્શને આવે છે. પુનમ અને તહેવારોના સમયે આ સંખ્યા લાખોમાં પહોંચી જાય છે. ત્યારે ચોટીલાના મફતીયાપરાના રસ્તેથી મંદિર તરફ જવાના રોડ પર છેલ્લા કેટલાક સમયથી દુકાનદારોએ દબાણ કર્યા હતા. આ રસ્તો 40 ફુટનો હોવાનું તથા બન્ને તરફ દુકાનદારોના 10-10 ફુટના દબાણને લીધે રસ્તો 20 ફુટનો થઈ જતા ખાસ કરીને પુનમના તહેવારે આ રસ્તે ટ્રાફીક જામ થઈ જતુ હતુ. આ વાત નાયબ કલેકટર એચ.ટી.મકવાણાના ધ્યાને આવી હતી. આથી તા. 9ના રોજ દુકાનદારોને આ દબાણ સ્વૈચ્છાએ દુર કરવા સુચના આપી હતી. જેમાં અમુક દુકાનદારોએ દબાણો દુર કર્યા હતા. જયારે મોટાભાગના આ સુચનાને ઘોળીને પી ગયા હતા. ત્યારે શનીવારે સવારથી નાયબ કલેકટર જેસીબી, ટ્રેકટર સહિતના વાહનો લઈને પહોંચ્યા હતા. અને દબાણો દુર કરવાની કાર્યવાહી આરંભી હતી. આ દબાણ હટાવ ઝુંબેશમાં ચોટીલા મામલતદાર, ચોટીલ પીઆઈ સહિતનાઓ જોડાયા હતા. દુકાનોના ઓટા, છાપરા, દુકાનોની બહાર કરાયેલા સ્ટોલ સહિતનાઓ પર જેસીબી ફેરવી દેવાયુ હતુ. આ દરમીયાન નવગ્રહ મંદિરના કેમ્પસ નજીક ગેરકાયદેસર 3 માળના ગેસ્ટ હાઉસ પર પણ તવાઈ બોલાવાઈ હતી. આ ગેસ્ટ હાઉસ 17 ગુંઠા જમીનમાં ખડુ કરાયુ હતુ. જે દબાણ દુર કરીને 105 કરોડની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે. આ રસ્તાને આગામી દિવસોમાં વિકાસ પથ તરીકે વિકસાવવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવનાર છે. અને સરકારી જમીન પર ફરી દબાણ ન થાય તે માટે પણ કાર્યવાહી કરાશે. ચોટીલા ડુંગર જવાના રસ્તે દબાણ હટાવ ઝુંબેશથી યાત્રીકોને રાહત થશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward