Surendranagar: ઠંડીથી રક્ષણ મેળવવા કરેલા હીટરને લીધે ઘરમાં આગ ભભૂકી
સુરેન્દ્રનગર શહેરમાં છેલ્લા થોડા દિવસોથી કાતીલ ઠંડી પડી રહી છે. ત્યારે ઠંડીથી બચવા લોકો અલગ-અલગ રીત અપનાવે છે. જેમાં શહેરના એક ઘરમાં ઠંડીથી બચવા રૂમમાં કરાયેલ હીટરને લીધે આગ લાગી હોવાનું સામે આવ્યુ છે. મળતી માહિતી મુજબ ઘર હો તો ઐસા પરિસરમાં તુલસીપાન એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે આવેલ ફલેટમાં શીતલબેન શાહ પરિવાર સાથે રહે છે. તેઓએ તા. 9મીના રોજ ઠંડીથી રક્ષણ મેળવવા રૂમમાં હીટર ચાલુ કર્યુ હતુ. ત્યારે રાત્રે 1 કલાકે અચાનક હીટરના લીધે રૂમમાં આગ લાગી હતી. બનાવની જાણ થતા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગના દેવાંગભાઈ, રાહુલભાઈ, જયભાઈ, ભગીરથસિંહ, વિશ્વજીતસિંહ, અશોકસિંહ સહિતનાઓ દોડી ગયા હતા. અને આગને કંટ્રોલ કરી હતી. આ બનાવમાં કોઈને જાનહાનિ થઈ ન હતી. પરંતુ આગને લીધે રૂમમાં રહેલ ફર્નીચર સંપુર્ણ રીતે બળીને ખાખ થઈ ગયુ હતુ.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward