android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Jamnagarમાં પતંગની દોરીએ લીધો ભોગ: આંબેડકર બ્રિજ પર બાઈક ચાલકનું ગળું કપાતા થયો લોહીલુહાણ
calendar_today January 10, 2026

Jamnagarમાં પતંગની દોરીએ લીધો ભોગ: આંબેડકર બ્રિજ પર બાઈક ચાલકનું ગળું કપાતા થયો લોહીલુહાણ

ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જામનગરમાં પતંગની કાતલ ઘાતક દોરીના કારણે અકસ્માતની ગંભીર ઘટના સામે આવી છે. શહેરના દિગ્જામ સર્કલ પાસે આવેલા આંબેડકર ઓવરબ્રિજ પર પતંગની દોરી ગળામાં ફસાઈ જતાં એક બાઈક ચાલક ગંભીર રીતે ઘાયલ થયો છે. 42 વર્ષીય ડોલન દાસ નામની વ્યક્તિ પોતાની બાઈક લઈને આંબેડકર ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહી હતી.આંબેડકર બ્રિજ પર પતંગની દોરીથી ચાલક ઘાયલ આ દરમિયાન આકાશમાંથી કપાઈને આવેલી પતંગની દોરી અચાનક તેમના ગળાના ભાગે ફસાઈ ગઈ હતી. બાઈકની ઝડપના કારણે દોરી ગળામાં ઊંડે સુધી ઉતરી ગઈ હતી, જેના પરિણામે ગળાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને જોતજોતામાં લોહી વહેવા લાગ્યું હતું. ઘટનાને પગલે આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત ડોલન દાસને તાત્કાલિક અસરથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પતંગની દોરી બાઇકચાલકના ગળામાં ભરાઇહોસ્પિટલના તબીબો દ્વારા તેમની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે ઉત્તરાયણ સમયે બ્રિજ પર દોરી ફસાવાના કારણે અનેક અકસ્માતો સર્જાય છે. આ ઘટનાએ ફરી એકવાર વાહનચાલકોની સુરક્ષા સામે સવાલ ઊભા કર્યા છે. પોલીસે પણ નાગરિકોને બ્રિજ પરથી પસાર થતી વખતે ગળામાં પ્રોટેક્શન રાખવા અથવા સાવચેતી રાખવા અપીલ કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
India-France વચ્ચે મહત્વપૂર્ણ સંરક્ષણ ડીલની તૈયારીઓ, વાયુસેનાને મળશે વધુ રાફેલ જેટ
calendar_today January 10, 2026

India-France વચ્ચે મહત્વપૂર્ણ સંરક્ષણ ડીલની તૈયારીઓ, વાયુસેનાને મળશે વધુ રાફેલ જેટ

ભારત સતત તેની લશ્કરી ક્ષમતાઓને મજબૂત બનાવી રહ્યું છે. તેની વચ્ચે ભારતીય વાયુસેના રાફેલ ફાઈટર જેટ મેળવવા માટે તેના પ્રયત્નો તેજ કરી રહ્યું છે. વાયુસેનાને નવા વિમાનોની જરૂર છે કારણ કે તેના જૂના વિમાનો નિવૃત્ત થઈ રહ્યા છે. આને ધ્યાનમાં રાખીને ભારત અને ફ્રાન્સ વચ્ચે એક મોટા અને મહત્વપૂર્ણ સંરક્ષણ સોદાની તૈયારીઓ ચાલી રહી છે, જેના હેઠળ ભારત ફ્રાન્સ પાસેથી વધુ રાફેલ ફાઈટર જેટ ખરીદી શકે છે.બંને દેશો વચ્ચેની આ ડીલ ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો કરશે એટલું જ નહીં પરંતુ ભારતમાં સંરક્ષણ ઉત્પાદન માટે એક નવી દિશા પણ પ્રદાન કરશે. આ સોદાની મુખ્ય વિશેષતા એ છે કે રાફેલ વિમાનનો મોટો ભાગ ભારતમાં જ બનાવવામાં આવશે. આ સોદો ભારતની સંરક્ષણ વ્યૂહરચના અને આત્મનિર્ભરતા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રાફેલ ફાઈટર જેટ પર વાતચીત વધુ તીવ્ર બની અહેવાલો મુજબ ભારત અને ફ્રાન્સ વચ્ચે રાફેલ ફાઈટર જેટ અંગે વાટાઘાટો વધુ તીવ્ર બની છે. બંને દેશો એક એવા સોદાની નજીક હોવાનું કહેવાય છે જેમાં ભારત વાયુસેના માટે વધારાના રાફેલ જેટ ખરીદશે. એવું માનવામાં આવે છે કે આવતા મહિને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની ભારત મુલાકાત પહેલા આ પ્રસ્તાવ વધુ ગતિ પકડી શકે છે. વાયુસેનાને લગભગ 114 આધુનિક ફાઈટર એરક્રાફ્ટની જરૂર ભારતીય વાયુસેનાએ નવા ફાઈટર જેટ માટે સરકારને પ્રસ્તાવ રજૂ કરી દીધો છે. આ પ્રસ્તાવમાં એવી પણ શરત મૂકવામાં આવી છે કે રાફેલ જેટનું ઉત્પાદન ભારતમાં જ કરવામાં આવશે. જોકે, આ સોદા હેઠળ ખરીદવામાં આવનારા વિમાનોની સંખ્યા અંગે વાટાઘાટો ચાલી રહી છે. અહેવાલ મુજબ વાયુસેનાને આશરે 114 આધુનિક ફાઈટર જેટની જરૂર છે. સંરક્ષણ સોદાઓ માટે અનેક સ્તરે મંજૂરીની જરૂર આ સંરક્ષણ સોદાને અનેક સ્તરે મંજૂરીની જરૂર પડશે. પહેલા, તેને સંરક્ષણ સંપાદન પરિષદની મંજૂરીની જરૂર પડશે. આ પછી, કિંમત પર ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિ પાસેથી અંતિમ મંજૂરી મેળવવામાં આવશે. કેન્દ્ર સરકારે પણ તેના બજેટમાં પૂરતા ભંડોળ ફાળવવા પડશે. ગયા વર્ષે, ભારતે 2025માં રાફેલના 24 નૌકાદળ સંસ્કરણો ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ સોદાના આધારે, મોટા રાફેલ સોદાની કિંમતનો અંદાજ પહેલાથી જ અસ્તિત્વમાં છે. પ્રથમ ડિલિવરી ક્યારે કરાશે? આ દરમિયાન ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ હૈદરાબાદમાં એક સમર્પિત ઉત્પાદન એકમ વિકસાવી રહી છે, જ્યાં રાફેલ માટેના 4 મુખ્ય ફ્યુઝલેજ ઘટકોનું ઉત્પાદન કરવામાં આવશે. આ સુવિધા માત્ર ભારતને જ નહીં પરંતુ દસોલ્ટના વૈશ્વિક ઓર્ડરને પણ સેવા આપશે. એવી અપેક્ષા છે કે આ સુવિધામાંથી પ્રથમ ડિલિવરી 2028 સુધીમાં શરૂ થશે. આ પ્લાન્ટમાં વાર્ષિક 24 ફ્યુઝલેજ ઉત્પન્ન કરવાની ક્ષમતા હશે.આ પણ વાંચો: 

Read Full Story arrow_forward
Vadodara News: નંદેસરી પોલીસે વાહનચાલકોને ફ્રી સેફ્ટી ગાર્ડ આપ્યા
calendar_today January 10, 2026

Vadodara News: નંદેસરી પોલીસે વાહનચાલકોને ફ્રી સેફ્ટી ગાર્ડ આપ્યા

આગામી મકરસંક્રાંતિના તહેવારને ધ્યાનમાં રાખીને વડોદરાની નંદેસરી પોલીસ એક્શન અને સેવા મોડમાં જોવા મળી રહી છે. ઉત્તરાયણ દરમિયાન દોરીથી થતા જીવલેણ અકસ્માતોને રોકવા માટે નંદેસરી પોલીસ સ્ટેશન અને 'ખાખી કેર ફાઉન્ડેશન'ના સંયુક્ત ઉપક્રમે વાહનચાલકોની સુરક્ષા માટે ખાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.સેફ્ટી વાયરનું વિતરણ અને જાગૃતિ કાર્યક્રમ નંદેસરી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓએ ખંત અને ઉત્સાહપૂર્વક વાહનચાલકોના ટુ-વ્હિલર પર વિનામૂલ્યે સેફ્ટી વાયર લગાવી આપ્યા હતા. આ સેફ્ટી વાયર ગળાના ભાગે દોરી આવતા અટકાવે છે, જે અકસ્માત નિવારવામાં અત્યંત મદદરૂપ થાય છે. આ ઉપરાંત, નંદેસરી પોલીસ દ્વારા વિસ્તારની વિવિધ શાળાઓમાં જઈને વિદ્યાર્થીઓને ઉત્તરાયણ દરમિયાન રાખવાની સાવચેતી અંગે માર્ગદર્શન આપ્યું હતું. પતંગ અને દોરીનું વેચાણ કરતા વેપારીઓ સાથે પણ બેઠક યોજી અવેરનેસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. નંદેસરી પોલીસની જનતાને ખાસ અપીલ પોલીસે ઉત્તરાયણના પર્વને સુરક્ષિત રીતે ઉજવવા માટે નીચે મુજબની માર્ગદર્શિકા જાહેર કરી છે. ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ: ચાઈનીઝ કે નાયલોન દોરી અને તુક્કલનો ઉપયોગ કરવો કાયદેસર ગુનો છે. કાંચ પાાયેલી ઘાતક દોરીનો ઉપયોગ ટાળવો. વીજળીના તારથી સાવધાન: છત પર પતંગ ચગાવતી વખતે વીજળીના તારથી દૂર રહેવું. રસ્તા પર જોખમ ન લેશો: જાહેર રસ્તા પર પતંગ ન ચગાવવા અને કપાયેલા પતંગ પાછળ રસ્તા પર દોડવું નહીં. બાળકો પર માતા-પિતાએ ખાસ ધ્યાન રાખવું. હેલ્મેટ અને સેફ્ટી વાયર: ટુ-વ્હિલર ચાલકોએ ફરજિયાત હેલ્મેટ પહેરવું અને વાહનમાં સેફ્ટી વાયર લગાવવો. ઈમરજન્સી મદદ: કોઈ ઘાયલ પક્ષી કે વ્યક્તિ જણાય તો તાત્કાલિક પોલીસ સ્ટેશન અથવા હેલ્પલાઈનનો સંપર્ક કરવો.આ પણ વાંચો - Vadodaraના શિનોરમાં અસામાજિક તત્વોનો આતંક, સાધલી સ્કૂલ સામે બે યુવકો પર જીવલેણ હુમલો

Read Full Story arrow_forward