android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
PM Modi Gujarat Visit: સોમનાથમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન: હેલિપેડ પર મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ કર્યું ભવ્ય સ્વાગત
calendar_today January 10, 2026

PM Modi Gujarat Visit: સોમનાથમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન: હેલિપેડ પર મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ કર્યું ભવ્ય સ્વાગત

બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ એવા શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આયોજિત 'સોમનાથ સ્વાભિમાન પર્વ'માં સહભાગી થવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પવિત્ર યાત્રાધામ સોમનાથ ખાતે આવી પહોંચ્યા હતા. સોમનાથ હેલિપેડ ખાતે વડાપ્રધાન મોદીનું ઉષ્માભર્યું અને ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી અને મંત્રીમંડળ દ્વારા સ્વાગતવડાપ્રધાન મોદીના આગમન સમયે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનું ભાવભીનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા પણ ઉપસ્થિત રહ્યા હતા અને વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. ઉચ્ચ અધિકારીઓ અને અગ્રણીઓની ઉપસ્થિતિહેલિપેડ ખાતે સ્વાગત સત્કાર કાર્યક્રમમાં માંડવીના ધારાસભ્ય અનિરૂદ્ધભાઈ દવે, કલેક્ટર એન. વી. ઉપાધ્યાય, જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા, અને અગ્રણી ડૉ. સંજયભાઈ પરમાર સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. વડાપ્રધાન મોદીના આગમનને પગલે સમગ્ર સોમનાથ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સોમનાથ સ્વાભિમાન પર્વમાં આપશે હાજરીવડાપ્રધાન નરેન્દ્ર મોદી 'સોમનાથ સ્વાભિમાન પર્વ' અંતર્ગત આયોજિત વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં હિસ્સો લેશે. વડાપ્રધાન મોદીની આ મુલાકાતને લઈને શ્રદ્ધાળુઓ અને સ્થાનિક જનતામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેઓ સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા-અર્ચના કરી આ પર્વની શોભા વધારશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surat News: રાંદેરમાં આરોગ્ય વિભાગની તવાઈ, અખાદ્ય જથ્થાનો નાશ કરાયો
calendar_today January 10, 2026

Surat News: રાંદેરમાં આરોગ્ય વિભાગની તવાઈ, અખાદ્ય જથ્થાનો નાશ કરાયો

સુરત શહેરના રાંદેર વિસ્તારમાં ખાણી-પીણીની લારીઓ પર આરોગ્ય વિભાગ દ્વારા અચાનક રેડ કરીને મોટા પાયે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખાસ કરીને પાણીપુરીના વિક્રેતાઓ દ્વારા ગંદકી વચ્ચે અને અખાદ્ય સામગ્રીનો ઉપયોગ કરવામાં આવતો હોવાની બૂમો ઉઠતા પાલિકાની ટીમે સપાટો બોલાવ્યો હતો. આ દરમિયાન અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.અખાદ્ય સામગ્રી અને દૂષિત પાણીનો નિકાલ રાંદેર વિસ્તારમાં આવેલી પાણીપુરીની અલગ-અલગ લારીઓ પર તપાસ દરમિયાન આરોગ્ય વિભાગને ચોંકાવનારી વિગતો મળી હતી. અનેક લારીઓ પર પાણીપુરીમાં વપરાતા પાણીની ગુણવત્તા અત્યંત ખરાબ અને બિનઆરોગ્યપ્રદ હોવાનું માલૂમ પડ્યું હતું. આ ઉપરાંત, પાણીપુરીમાં ભરવામાં આવતા બટાકાના માવામાં પણ દુર્ગંધ અને વાસી હોવાનું જણાતા, અધિકારીઓએ સ્થળ પર જ તમામ અખાદ્ય સામગ્રીનો નાશ કર્યો હતો. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓ સામે લાલ આંખ આરોગ્ય વિભાગની ટીમે રાંદેરના વિવિધ પોઈન્ટ્સ પરથી સેંકડો લીટર દૂષિત પાણી ફેંકી દીધું હતું અને બટાકા સહિતની સામગ્રીને કચરાગાડીમાં ભરી નિકાલ કર્યો હતો. પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, રોગચાળો ન ફેલાય તે હેતુથી આ કાર્યવાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ સુરત શહેરના અન્ય વિસ્તારોમાં આ પ્રકારનું ચેકિંગ ચાલુ રાખવામાં આવશે, અને જે વેપારીઓ ગંદકી રાખશે તેમની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આ પણ વાંચો - Surat માં મોટા વરાછા ખાતે સાયબર ક્રાઈમના દરોડા, દુબઈની કંપનીમાં રોકાણના નામે છેતરપિંડી કરનારા બે ઝડપાયા

Read Full Story arrow_forward
Gir Somnath: PM મોદીના આગમન પહેલા સોમનાથ છાવણીમાં ફેરવાયું, ગૃહ મંત્રીએ મંદિર પરિસર અને સુરક્ષા બંદોબસ્તનું કર્યું નિરીક્ષણ
calendar_today January 10, 2026

Gir Somnath: PM મોદીના આગમન પહેલા સોમનાથ છાવણીમાં ફેરવાયું, ગૃહ મંત્રીએ મંદિર પરિસર અને સુરક્ષા બંદોબસ્તનું કર્યું નિરીક્ષણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં આયોજિત થનારા 'સ્વાભિમાન પર્વ' પૂર્વે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સોમનાથ મંદિર પરિસરની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની ગ્રાઉન્ડ લેવલ પર સમીક્ષા કરી હતી. વડાપ્રધાનના પ્રવાસ દરમિયાન સુરક્ષામાં કોઈ કચાશ ન રહે અને શ્રદ્ધાળુઓને અસુવિધા ન થાય તે માટે તેમણે ઉચ્ચ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.સુરક્ષા અને સુવિધાની ઝીણવટભરી સમીક્ષાગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સોમનાથ મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર, યાત્રાળુઓની આવન-જાવનના માર્ગો અને વૈકલ્પિક રસ્તાઓનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. તેમણે ખાસ કરીને નીચેના મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમ દરમિયાન ભીડ નિયંત્રણ અને ઇમરજન્સી સેવાઓની સજ્જતા સુનિશ્ચિત કરવા સૂચના આપી. દેશ-વિદેશથી આવતા શ્રદ્ધાળુઓ અને સ્થાનિક નાગરિકોને ટ્રાફિક કે પાર્કિંગ બાબતે કોઈ મુશ્કેલી ન પડે તેની કાળજી લેવા જણાવ્યું.સુરક્ષા વ્યવસ્થામાં આધુનિક ટેકનોલોજી અને તમામ વિભાગો વચ્ચે પરસ્પર સંકલન જાળવવા પર ભાર મૂક્યો.મહાનુભાવોની ઉપસ્થિતિઆ નિરીક્ષણ દરમિયાન ગૃહ મંત્રીની સાથે કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, ડો. પ્રદ્યુમનભાઈ વાજા, રાજ્ય મંત્રી કૌશિક વેકરીયા અને સાંસદ રાજેશ ચુડાસમા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ સુરક્ષા પ્લાન અંગે ગૃહ મંત્રીને વિગતવાર માહિતી આપી હતી.આ પણ વાંચો: હિરાસર એરપોર્ટ પર PMનું સ્વાગત, કુંવરજી બાવળીયા અને મેયરે વડાપ્રધાનને આવકાર્યા

Read Full Story arrow_forward