Surendranagar News: કરોડોના વિદેશી દારૂ પર ફર્યું બુલડોઝર
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા અને નાની મોલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલા વિદેશી દારૂના જંગી જથ્થાનો આજે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો. વહીવટી પ્રક્રિયા અને કોર્ટના આદેશ બાદ લાખોની સંખ્યામાં રહેલી દારૂની બોટલો પર રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું.29 ગુનાનો મુદ્દામાલનો નાશ કરાયો મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા અને નાની મોલડી પોલીસ સ્ટેશનના અલગ-અલગ કુલ 29 ગુનાઓમાં અગાઉ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. આ તમામ કેસોનો નિકાલ કરવાના ભાગરૂપે આજે પોલીસ તંત્ર દ્વારા સત્તાવાર રીતે નાશ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. કેટલો દારૂનો જથ્થો? આ દરમિયાન 53,947 કુલ બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો. જેની કુલ કિંમત 4,22,55,193 આંકવામાં આવી રહી છે. આ તમામ મુદ્દામાલ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. કડક સુરક્ષા વચ્ચે કામગીરી દારૂના નાશની આ પ્રક્રિયા ચોટીલા હાઈવે નજીક ખુલ્લા મેદાનમાં રાખવામાં આવી હતી. જેમાં પ્રાંત અધિકારી, ડીવાયએસપી અને મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓની સમક્ષ દારૂની બોટલો પર બુલડોઝર અને રોલર ફેરવી દેવાયું હતું. દારૂનો નાશ કર્યા બાદ ખાલી બોટલોના કાચ અને પ્રવાહીના નિકાલ માટે ઊંડો ખાડો ખોદીને તેને ડાટી દેવાની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી હતી. ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે આટલી મોટી કિંમતના મુદ્દામાલનો નાશ થતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ પણ વાંચો - Surendranagar: થાનગઢના વર્ષ 2016ના મારામારી કેસમાં બે આરોપીને કોર્ટે સજા ફટકારી
Read Full Story arrow_forward