PM મોદીના આગમન પહેલા સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરાઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 જાન્યુઆરીના રોજ અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાતે આવી રહ્યા છે. જેને લઈને અમદાવાદ શહેર પોલીસ પ્રશાસન દ્વારા સુરક્ષાના કડક આયોજન હાથ ધરવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીના સુરક્ષિત અને સુચારૂ પ્રવાસના આયોજન અન્વયે આજે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિકની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી.તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે મેરેથોન બેઠક પોલીસ કમિશનર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં શહેરના તમામ સંયુક્ત પોલીસ કમિશનરો, એડિશનલ પોલીસ કમિશનરો, અને DCP સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં વડાપ્રધાન મોદીના રૂટ, જાહેર સભાના સ્થળો અને મહત્ત્વના જંકશનો પર તૈનાત કરવામાં આવનાર પોલીસ બંદોબસ્તની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. કમિશનરે સ્પષ્ટ સૂચના આપી હતી કે, સુરક્ષામાં કોઈ પણ પ્રકારની કચાસ ચલાવી લેવામાં આવશે નહીં. ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિનું નિરીક્ષણ ઉલ્લેખનીય છે કે, આજની બેઠક પૂર્વે શુક્રવારે પોલીસ કમિશનર જી. એસ. મલિકે વ્યક્તિગત રીતે વડાપ્રધાન મોદીના નિર્ધારિત કાર્યક્રમ સ્થળોની મુલાકાત લીધી હતી. તેઓએ સ્થળ પર જઈને એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ્સ, પાર્કિંગ વ્યવસ્થા અને ક્રાઉડ મેનેજમેન્ટ અંગે રુબરુ નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ચુસ્ત બંદોબસ્તનું આયોજન વડાપ્રધાન મોદીની સુરક્ષા માટે 'સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ' સાથે સંકલન સાધીને સ્થાનિક પોલીસ દ્વારા થ્રી-લેયર સુરક્ષા કવચ તૈયાર કરવામાં આવ્યું છે. મુલાકાત દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ખાસ ટ્રાફિક એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી શકે છે. ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ડ્રોન સર્વેલન્સ અને CCTV મોનિટરિંગથી પણ બાજ નજર રાખવામાં આવશે. આ પણ વાંચો - Ahmedabad News: વિજય ચાર રસ્તા પાસે સર્જાયો ગંભીર અકસ્માત
Read Full Story arrow_forward