android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Padra:જિલ્લાના ધો.1-2નાં શિક્ષકો માટેની ડાયટ તાલીમ યોજાઈ
calendar_today January 9, 2026

Padra:જિલ્લાના ધો.1-2નાં શિક્ષકો માટેની ડાયટ તાલીમ યોજાઈ

સ્ટેટ પ્રોજેક્ટ ઓફ્સિ, સમગ્ર શિક્ષા, ગાંધીનગરની સૂચના અન્વયે તથા નેશનલ એજ્યુકેશન પોલિસી-2020ને ધ્યાને લઈ નિપુણ ભારત મિશનને સાર્થક કરવાના હેતુથી બાલવાટિકા તેમજ ધો. 1 અને 2ના બાળકો માટે ઉપલબ્ધ કરાવેલી અધ્યયન-અધ્યાપન સામગ્રીના અસરકારક ઉપયોગ અંગે શિક્ષકોની જિલ્લાકક્ષાની ડાયટ તાલીમ યોજાઇ હતી.શૈક્ષણિક વર્ષ 2024-25થી તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા તેમજ ધોરણ 1 અને 2ના બાળકો માટે વિવિધ પ્રકારની અધ્યાપન સામગ્રી ઉપલબ્ધ કરાઇ છે. શૈક્ષણિક વર્ષ 2025-26માં ધો.1 અને 2ના બાળકોને અભ્યાસક્રમમાં નવિનતા, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ તથા વર્ગખંડની પ્રક્રિયાને વધુ રુચિકર બનાવવા માટે આ સામગ્રીનો યોગ્ય ઉપયોગ થાય તે આશયથી તા. 7 અને 8 જાન્યુ.-26એ ડાયટ, વડોદરા ખાતે બે દિવસીય બિનનિવાસી માસ્ટર ટ્રેનર્સ તાલીમ યોજાઈ હતી. તાલીમમાં જિલ્લાના અંદાજે 70 જેટલા તાલીમાર્થીએ ભાગ લીધો હતો. રાજ્યકક્ષાએ તૈયાર થયેલા આર.પી. (Resource Persons) દ્વારા તાલીમ અપાઇ હતી. સમગ્ર આયોજન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મહેશ પાંડેના સીધા માર્ગદર્શનમા કરાયું હતું. જેના પ્રથમ દિવસે ડીઇઓ મહેશ પાંડેએ તાલીમાર્થીને વિવિધ દ્રષ્ટાંતો દ્વારા પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે શાળાઓને આપેલી શૈક્ષણિક સાહિત્ય-સામગ્રીનો અસરકારક ઉપયોગ થાય તે બાબત પર ભાર મૂક્યો હતો. માસ્ટર ટ્રેનર્સ તાલીમ પૂર્ણ થયા બાદ હવે જિલ્લાના દરેક તાલુકામાં ધો.1 અને 2ના વિદ્યાર્થીઓને ભણાવતા શિક્ષકો માટે તાલુકા કક્ષાએ વિવિધ તાલીમ કેન્દ્રો ઉપર તાલીમ યોજાશે. તેવી માહિતી અપાઇ છે. જિલ્લા કક્ષાએ યોજાયેલ માસ્ટર ટ્રેનર્સ તાલીમનું સફ્ળ સંચાલન ઝ્રઇઝ્ર કો.ઓ. બીનીતાબેન તરબદા તથા મુકેશ શર્મા દ્વારા કરાયું હતું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Panchmahal:રણભુન ઘાટી ગામે જંગલમાં ખોદકામ કરાતા રૂા.20 હજાર દંડ
calendar_today January 9, 2026

Panchmahal:રણભુન ઘાટી ગામે જંગલમાં ખોદકામ કરાતા રૂા.20 હજાર દંડ

બોડેલીના રણભુન ઘાટી ગામ પાસે પૂર્વ મંજૂરી લીધા વગર વનવિભાગની જમીનમાં પાણી પુરવઠાની લાઈનના કામે ખોદકામ થતાં બોડેલી વનવિભાગે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.હાલોલ બોડેલી ને.હા. ઉપર રણભુન ઘાટી ગામ પાસે બોડેલી વનવિભાગ હસ્તકની જમીનમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની પાઇપલાઇન કરવા માટે બોડેલી વન વિભાગની પૂર્વ મંજૂરી લીધા વિના ખોદકામ કર્યું હતું. જેની જાણ બોડેલી વન વિભાગને થતા વનવિભાગે પરવાનગી વગરની કામગીરીને અટકાવીને કંપનીના સંચાલકો પાસે દંડ વસૂલાયો હતો. રણભૂન અને ખાખરીયા ગામે રોડની બાજુમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા પાઇપલાઇન નું કામ કરવા માટે ખોદકામ હાથ કરાયું હતું. જેમા વનવિભાગે ઉછેરેલા રોપાને નુકસાન થયું હતું. જેને પગલે દંડનીય કાર્યવાહી કરી હતી. બોડેલી વનવિભાગે વાવેતર કરેલા રોપાને નુકસાન પહોંચાડયું બોડેલી વનવિભાગે વાવેતર કરેલા રોપાને નુકસાન પહોંચાડયું હતું. વનવિભાગ દ્વારા દંડનીય કાર્યવાહી હાથ ધરી રૂા.20 હજાર રૂપિયાનો દંડ વસૂલ કરાયો હતો. - જ્યોત્સનાબેન રાઠવા, આરએફ્ઓ, બોડેલી ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara:ધર્મપુરી ગામે સરકારી રેકૉર્ડ સાથે છેડછાડ કરી રૂમ બાંધતા ચકચાર
calendar_today January 9, 2026

Vadodara:ધર્મપુરી ગામે સરકારી રેકૉર્ડ સાથે છેડછાડ કરી રૂમ બાંધતા ચકચાર

ડભોઈ તાલુકાના ધર્મપુરી ગ્રામ પંચાયતમાં વર્ષ 2026 -2027ના વર્ષના બજેટના મંજૂર કરવાની ગ્રામ પંચાયતના સભ્યોની અરજીના સમાચારની શાહી સુકાઈ નથી. ત્યાં ધર્મપુરી ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારની લેખિત ફરીયાદ તાલુકા વિકાસ અધિકારીને કરાતા તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો છે.ધર્મપુરી બોરીયાદ રોડ પર રાઠોડીયા વાગા પાસે નાળુ બનાવેલ છે. જે નાળુ સરકાર રેકોર્ડ પર અલગ જગ્યાએ બોલે છે. પણ અરજીમાં થયેલ આક્ષેપ પ્રમાણે, ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા પોતાની મનગમતી જગ્યાએ નાળુ બનાવવડાવી સરકારી રેકોર્ડ સાથે છેડછાડ કરી હોવાનું મનાય છે. બીજા એક બનાવમાં ધર્મપુરી તળાવ પાસે અજાણ્યા ઈસમને રૂમ બાંધવા દેવાઇ છે. જેમાં તલાટી કે ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા કોઈ કાર્યવાહી કરાઇ નથી. ત્યારે તલાટી દ્વારા દબાણ હટાવવાને બદલે દબાણ સામે આંખ આડા કાન દાળમાં કાળુ હોવાની શંકા પ્રબળ કરે છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward