android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Panchmahal:ઉત્તરાયણને લઇ બોડેલી ખાતે કરુણા અભિયાન બેઠક યોજાઇ
calendar_today January 9, 2026

Panchmahal:ઉત્તરાયણને લઇ બોડેલી ખાતે કરુણા અભિયાન બેઠક યોજાઇ

બોડેલી વન વિભાગ દ્વારા NGO તથા પશુ ચિકિત્સકની ઉપસ્થિતિમાં બોડેલી નગરજનો માટે કરુણા અભિયાન અંતર્ગત બેઠક યોજી વિસ્તૃત માહિતી અપાઇ હતી. સવારે 9 વાગ્યા પહેલા અને સાંજે 6 વાગ્યા બાદ પતંગ ન ઉડાડવા સૂચનો કરાયા હતા. રાત્રિ દરમિયાન ફ્ટાકડા ફોડવા તેમજ તુક્કલ ન ઉડાડવા જણાવાયું હતું.ઉતરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે પતંગના દોરામાં મૂંગા પક્ષીઓ ભેરવાઈ જતા હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. જેના કારણે અનેક પક્ષીઓ ઇજાગ્રસ્ત થાય છે. આવા ઇજા ગ્રસ્ત પક્ષીઓની સમયસર સારવાર કરીને તેમનો જીવ બચાવી શકાય તે હેતુથી બોડેલી વનવિભાગ દ્વારા નગરજનોને એકત્રિત કરી મહત્વની ચર્ચા કરાઇ હતી. બોડેલી વન વિભાગ દ્વારા પશુ ચિકિત્સક અને NGOની ઉપસ્થિતિમાં બોડેલી નગરજનોને સાથે રાખી કરુણા અભિયાન અંતર્ગત બેઠક યોજાઇ હતી. જેમા ઇજાગ્રસ્ત પક્ષીઓને કેવી રીતે સુરક્ષિત રીતે બચાવવા, પ્રાથમિક સારવાર આપવાની પદ્ધતિ, તેમજ વનવિભાગ અથવા પશુ દવાખાનાનો સંપર્ક કેવી રીતે કરવો તે અંગે વિસ્તૃત માહિતી અપાઇ હતી. વનવિભાગ દ્વારા નાગરિકોને અપીલ કરાઇ હતી કે, ઉતારાયણ દરમિયાન શક્ય તેટલી સાવચેતી રાખી પતંગ ઉડાડે, ચાઈનીઝ દોરાનો ઉપયોગ નહી કરવા અને કોઈપણ પક્ષી ઇજાગ્રસ્ત હાલતમાં જોવા મળે તો તરત જ વન વિભાગને જાણ કરે. આ અભિયાન દ્વારા પક્ષી સંરક્ષણ અને માનવ સંવેદનશીલતાનો સશક્ત સંદેશ અપાયો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Chhotaudaypur:ઝરી પ્રાથમિક શાળામાં પાંચના મહેકમ સામે માત્ર 3 શિક્ષક
calendar_today January 9, 2026

Chhotaudaypur:ઝરી પ્રાથમિક શાળામાં પાંચના મહેકમ સામે માત્ર 3 શિક્ષક

છોટાઉદેપુર જિલ્લાના કદવાલ તાલુકાના ઝરી પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ, અને બે અલગ-અલગ શાળા કેમ્પસને લઈને બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે. બાળકોનું ભવિષ્ય જોખમાઈ રહ્યું છે.ઝરી પ્રાથમિક શાળાના જૂનાં કેમ્પસમાં બે ઓરડામા બાલવાટિકા, 1લું અને બીજુ ધોરણ ચાલે છે. જેમાં 72 બાળકો છે. અને માત્ર એક શિક્ષક છે. જેને લઇને શિક્ષકને બાળકોને અભ્યાસ કરાવવામાં ખૂબ મુશ્કેલી પડે છે. જેની સીધી અસર બાળકોના અભ્યાસ પર પડે છે. ઉપરાંત બંને કેમ્પસના બાળકો જૂના કેમ્પસ ખાતે પ્રાર્થના, મધ્યાહન ભોજન અને સાંજના નાસ્તા માટે ભેગા થાય છે. ત્યારે નવા કેમ્પસમાં બાળકોને દિવસમાં ત્રણ વખત લગભગ અડધો કિ.મી દૂર જૂના કેમ્પસમાં જવું પડે છે. જેને લઇને બાળકોનો અભ્યાસ બગડે છે. ત્યારે આ ઝરી ગામમાં બાળકોને ભણાવવા માટે કયારે શિક્ષક મળશે તે આવનારો સમય બતાવશે. બીજા ઓરડમાં ભણાવું તો, બાકીના બાળકોનું તોફાન અહીંયા કુલ 128 બાળકો છે, અને 5 નુ મહેકમ છે અને ત્રણ શિક્ષકો છે. બે શિક્ષકની ઘટ છે. અહીંયા હું બાલવાટિકા,1લું ધોરણ અને 2 જુ ધોરણ ભણાવું છું. અહીં 72 બાળકો છે. હું આ ઓરડામા ભણાવવા જઉ તો બીજા ઓરડામાં બાળકો ધમાલ કરે છે. બીજા ઓરડામાં ભણાવવા જઉ તો આ બાળકો ધમાલ કરે છે. એટલે બે શિક્ષકોની ઘટ જલ્દી પૂરી કરવા માંગ છે. - લાલસિંગભાઈ વાઘેલા, શિક્ષક, ઝરી પ્રા. શાળા મહેકમ ટૂંક સમયમાં જ્ઞાન સહાયક અને બદલીના કૅમ્પમાં પણ નિમણૂક થઈ જશે કદવાલ તાલુકાના ઝરી પ્રા. શાળામાં બે કેમ્પસમાં શાળા ચાલે છે. 1લા કેમ્પસમાં 2 શિક્ષકો દ્વારા શિક્ષણકાર્ય કરાય છે. જ્યારે બીજા કેમ્પસમાં શાળામાં 3થી 5નું શિક્ષણકાર્ય હાલ ચાલુ છે. મહેકમ ટૂંક સમયમાં જ્ઞાન સહાયક અને બદલીના કેમ્પમાં પણ નિમણૂક થશે. ઓરડાની ઘટ છે તે સમગ્ર શિક્ષા દ્વારા મંજૂર થયેલા છે. - જશવંત પરમાર, ડીઇઓ, છોટાઉદેપુર ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Chhotaudaypur:આકોના ગામે 6 ફૂટ લાંબા અજગરનું સફ્ળ રેસ્ક્યૂ
calendar_today January 9, 2026

Chhotaudaypur:આકોના ગામે 6 ફૂટ લાંબા અજગરનું સફ્ળ રેસ્ક્યૂ

નસવાડી તાલુકાના આકોનાં ગામ ખાતે એક રહેણાંક વિસ્તારની નજીક અંદાજે 6 ફૂટ લાંબો વિશાળ અજગર દેખાતા સમગ્ર ગામમાં ભય અને ચકચારનો માહોલ સર્જાયો હતો. અજગર દેખાતા જ સ્થાનિક રહેવાસીઓમાં દહેશત ફેલાઈ હતી. તરત જ તેની જાણ નસવાડી જીવદયા પ્રેમી ટીમને કરાઇ હતી. માહિતી મળતાં જ નસવાડી જીવદયા પ્રેમી ટીમના અનુભવી અને પ્રશિક્ષિત સભ્યો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ટીમે અત્યંત શાંતિ, સતર્કતા અને કુશળતાપૂર્વક રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. રેસ્ક્યુ દરમિયાન ગામના કોઈપણ નાગરિકને ઇજા ન થાય તેમજ અજગરને કોઈપણ પ્રકારની હાનિ કે, તણાવ ન થાય તેની ખાસ કાળજી લેવાઇ હતી. ઘણાં સમયની મહેનત બાદ અજગરને સુરક્ષિત રીતે પકડીને કુદરતી વાતાવરણમાં ઇન્દ્રાલના જંગલમાં સુરક્ષિત રીતે મુક્ત કરાયો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward