android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dhoraji માં ભૂકંપના આંચકાઓ વચ્ચે નગરપાલિકા દ્વારા જાગૃતિ અભિયાન,  નગરપાલિકા દ્વારા વિશેષ પગલાં લેવામાં આવ્યા
calendar_today January 9, 2026

Dhoraji માં ભૂકંપના આંચકાઓ વચ્ચે નગરપાલિકા દ્વારા જાગૃતિ અભિયાન, નગરપાલિકા દ્વારા વિશેષ પગલાં લેવામાં આવ્યા

રાજકોટ જિલ્લાના ધોરાજી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી સતત ધરતીકંપના આંચકાઓ અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં નાગરિકોને સાવચેત અને જાગૃત રાખવા માટે ધોરાજી નગરપાલિકા દ્વારા વિશેષ પગલાં લેવામાં આવ્યા છે.એક વ્યક્તિને માઇક સાથે વિવિધ વિસ્તારોમાં ફરતા રાખવામાં આવ્યો આજરોજ ધોરાજી નગરપાલિકા દ્વારા નગરપાલિકાની વાહનમાં એક વ્યક્તિને માઇક સાથે વિવિધ વિસ્તારોમાં ફરતા રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન ભૂકંપના આંચકા આવે ત્યારે કઈ પ્રકારની સાવચેતી રાખવી, ઘરમાં કે બહાર કેવી રીતે સુરક્ષિત રહેવું તેમજ અફરાતફરી ન મચાવવાની સૂચનાઓ જાહેર જનતાને આપવામાં આવી હતી. ધોરાજી ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું નગરપાલિકા દ્વારા શહેર ઉપરાંત ધોરાજી ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા મુજબ, કોઈપણ આપત્તિ સમયે લોકો યોગ્ય માર્ગદર્શનથી જ સુરક્ષિત રહી શકે, તે હેતુસર આ પગલું લેવામાં આવ્યું છે. નગરપાલિકાના આ પ્રયાસને આવકાર્યો સ્થાનિક નાગરિકોએ નગરપાલિકાના આ પ્રયાસને આવકાર્યો છે અને આવી જાગૃતિથી લોકોમાં ભય ઘટી સાવચેતી વધશે તેવી આશા વ્યક્ત કરી છે. આ પણ વાંચો----   Jetpur: લુણાસરી ગામ બન્યું ભૂકંપનું એપી સેન્ટર, અત્યાર સુધીમાં એક બાદ એક આવ્યા 12 ભૂકંપના આંચકા

Read Full Story arrow_forward
Weather News : ગુજરાતમાં હજુ 48 કલાક હાડ થીજવતી ઠંડી પડશે, હવામાન વિભાગની મહત્વની આગાહી
calendar_today January 9, 2026

Weather News : ગુજરાતમાં હજુ 48 કલાક હાડ થીજવતી ઠંડી પડશે, હવામાન વિભાગની મહત્વની આગાહી

ગુજરાત રાજ્યમાં હાલ ઉત્તર-પૂર્વના ઠંડા પવનો ફૂંકાવાને કારણે કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. હવામાન વિભાગની તાજી આગાહી મુજબ, આગામી 48 કલાક સુધી રાજ્યમાં કડકડતી ઠંડીનો અનુભવ થશે. ખાસ કરીને સરહદી જિલ્લા કચ્છનું નલિયા 4.8 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર નોંધાયું છે. આ સિવાય સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ ઠંડીનું જોર યથાવત છે, જેમાં રાજકોટનું લઘુતમ તાપમાન 9.4 ડિગ્રી અને ડીસામાં 10.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાન સામાન્ય કરતા નીચું રહેતા જનજીવન ઠિઠુરાયું છે.કાતિલ પવન ફૂંકાતા ધ્રૂજ્યું ગુજરાત જોકે, ઠંડીમાં ધ્રૂજી રહેલા નાગરિકો માટે રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાક બાદ રાજ્યમાં ઠંડીના જોરમાં થોડો ઘટાડો થશે અને લઘુતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. અમદાવાદમાં હાલ લઘુતમ તાપમાન 11.7 ડિગ્રી આસપાસ સ્થિર છે, પરંતુ પવનની ગતિને કારણે ઠંડીની તીવ્રતા વધુ અનુભવાઈ રહી છે. બે દિવસ પછી પવનની દિશામાં ફેરફાર થવાની શક્યતાને પગલે તાપમાનનો પારો થોડો ઊંચકાશે, જેનાથી લોકોને હાડ થીજવતી ઠંડીમાંથી થોડી મુક્તિ મળશે. આ પણ વાંચો : Vadodara માં બુટલેગરોની અનોખી તરકીબ, બાઈકની પેટ્રોલ ટાંકીમાં 'દારૂખાનું' બનાવી કરી હેરાફેરી

Read Full Story arrow_forward
Rajkot News: આરોગ્ય વિભાગનો સપાટો, પાણીપુરીની 35 ધંધાર્થીઓને ત્યાં તપાસનો ધમધમાટ
calendar_today January 9, 2026

Rajkot News: આરોગ્ય વિભાગનો સપાટો, પાણીપુરીની 35 ધંધાર્થીઓને ત્યાં તપાસનો ધમધમાટ

રાજકોટ શહેરમાં ખાણી-પીણીની શુદ્ધતાને જાળવી રાખવા માટે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ખાસ કરીને લોકોમાં અત્યંત લોકપ્રિય એવી પાણીપુરીના વેચાણ પર તંત્રએ સપાટો બોલાવ્યો છે. તાજેતરમાં શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીપુરીના કુલ 35 જેટલા ધંધાર્થીઓને ત્યાં ઓચિંતા ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતું. મસાલા અને પાણીની ગુણવત્તાની ઝીણવટભરી કરાઇ તપાસ મળતી માહિતી પ્રમાણે આ તપાસ દરમિયાન આરોગ્ય અધિકારીઓએ માત્ર સ્વચ્છતા જ નહીં, પરંતુ પાણીપુરીમાં વપરાતા મસાલા અને પાણીની ગુણવત્તાની પણ ઝીણવટભરી તપાસ કરી હતી. ખાસ કરીને મીઠું, તીખું, જીરૂં અને લસણ વાળા પાણીના નમૂના લેવામાં આવ્યા હતા.આ નમૂનાઓને તપાસ માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જો આ નમૂનાઓમાં કોઇ હાનિકારણ તત્વો અથવા અખાદ્ય રંગોની હાજરી જણાશે, તો સંબંધિત ધંધાર્થીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નિયમો અંગે તંત્રનું કડક વલણ માત્ર ગુણવત્તા જ નહીં પરંતુ વહીવટી નિયમોના પાલન અંગે પણ તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યુ હતુ. ચેકિંગ દરમિયાન જાણવા મળ્યુ હતુ કે ઘણા ધંધાર્થીઓ પાસે જરૂરી દસ્તાવેજોનો અભાવ હતો. આ તપાસમાં નિયમોનું ઉલ્લંઘન કરનારા 8 ધંધાર્થીઓને ફૂડ લાયસન્સ બાબતે પણ નોટિસ ફટકારવામાં આવી છે. યોગ્ય લાયસન્સ વગર વેચાણ કરતા અને હાઇજીન જાળવવામાં નિષ્ફળ રહેલા એકમો પર તંત્રની ગાજ પડી હતી. આ પણ વાંચોઃ Jetpur: લુણાસરી ગામ બન્યું ભૂકંપનું એપી સેન્ટર, અત્યાર સુધીમાં એક બાદ એક આવ્યા 12 ભૂકંપના આંચકા

Read Full Story arrow_forward