android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gir Somnath News : સોમનાથમાં સ્વાભિમાન પર્વને લઈ અનેરો ઉત્સાહ, ગિરનાર તીર્થક્ષેત્ર સહિતના સાધુ- સંતો ભગવાન સોમનાથના દર્શનાર્થે પહોંચ્યા
calendar_today January 9, 2026

Gir Somnath News : સોમનાથમાં સ્વાભિમાન પર્વને લઈ અનેરો ઉત્સાહ, ગિરનાર તીર્થક્ષેત્ર સહિતના સાધુ- સંતો ભગવાન સોમનાથના દર્શનાર્થે પહોંચ્યા

સાધુ-સંતો સહિતના મહાનુભાવોએ ભગવાન સોમનાથના આસ્થાભેર દર્શન કર્યા : પદયાત્રા અને સોમનાથ મંદિરમાં હર હર મહાદેવના જયઘોષથી વાતાવરણ ભક્તિમય બન્યું. સાધુ- સંતોની પદયાત્રામાં પરંપરાગત વાદ્ય સાથેના સિદ્ધિવિનાયક ઢોલ ગ્રુપ અને શિવ ભક્તિમય સંગીતથી સોમનાથમાં ભવ્ય અને દિવ્ય માહોલ સર્જાયો.ગિરનાર તીર્થક્ષેત્રના સાધુ સંતો હાજર રહ્યાં સ્વાભિમાન પર્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે ભવ્ય અને દિવ્ય માહોલ સર્જાયો છે, આજે ગિરનાર તીર્થક્ષેત્ર સહિતના સાધુ-સંતોએ સોમનાથના શંખચોકથી પદયાત્રા કરીને દેવાધિદેવ ભગવાન મહાદેવના દર્શનાર્થે પહોંચ્યા હતા. આ આધ્યાત્મિક ચેતનાને ઉજાગર કરતી પદયાત્રામાં રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી ડો. પ્રદ્યુમન વાજા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા સહિતના મહાનુભાવો જોડાયા હતા. આ પદયાત્રામાં ગિરનાર તીર્થક્ષેત્રના ઇન્દ્રભારતી બાપુ, મહેન્દ્રાનંદગીરી બાપુ, હરીહરાનંદ બાપુ સહિતના સાધુ સંતો જોડાયા હતા. ભાવિકોએ પણ સાધુ સંતોના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ દરમિયાન મોટી સંખ્યામાં સાધુ સંતોએ ભગવાન શિવજીના પ્રિય વાદ્ય ડમરૂના નાદનો ગુંજારવ કરીને આધ્યાત્મિક ઉર્જા પ્રસરાવી હતી. ઉપરાંત ૭૫ જેટલા ઢોલ વાદકો સાથેના સિદ્ધિવિનાયક ઢોલ ગ્રુપે તાલબદ્ધ પ્રસ્તુતિથી અનેરો માહોલ સર્જ્યો હતો. આ પદયાત્રામાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, અગ્રણી ધવલભાઈ દવે, પુનિતભાઈ શર્મા, ઝવેરીભાઈ ઠકરાર સહિતના મહાનુભાવો જોડાયા હતા અને ભાવભેર ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પદયાત્રામા દરમિયાન પુષ્પવર્ષા સાથે સાધુ સંતો અને મહાનુભાવનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રાથી સમગ્ર સોમનાથ મંદિર પરિસરમાં ભવ્ય અને દિવ્ય વાતાવરણ સર્જાયું હતું, ઉપરાંત ઉપસ્થિત ભાવિકોએ પણ સાધુ સંતોના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પણ વાંચો : Gir Somnath News : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોમનાથ મુલાકાતને લઈ શહેરી વહીવટીતંત્ર અને સફાઈ કર્મચારીઓ સોમનાથની સ્વચ્છતામાં આપી રહ્યા છે યોગદાન

Read Full Story arrow_forward
Gujarat News: શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના પ્રોફેસરોની મનમાની, 11,000 વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ
calendar_today January 9, 2026

Gujarat News: શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના પ્રોફેસરોની મનમાની, 11,000 વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ

મધ્ય ગુજરાતની સૌથી મોટી અને મહત્વની ગણાવી શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી હાલમાં જ પ્રોફેસરોની મનમાની અને વહીવટી શિથિલતાને કારણે વિવાદોમાં ઘેરાઇ છે. યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલી સ્નાતક કક્ષાની પરીક્ષાઓ બાદ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં અંદાજે 11,000 જેટલી આન્સર સીટ તપાસ્યા વગર જ પરત મોકલી દેવામાં આવી છે.સમયમર્યાદા વિતવા છતાં પરિણામ ગુલ સામાન્ય રીતે યુનિવર્સિટીમાં પરીક્ષા પૂર્ણ થયાના 15 થી 20 દિવસમાં પરિણામ જાહેર કરવાનું હોય છે. જોકે આ વર્ષે સેમેસ્ટર-5 (BA, BCOM, BSC, BBA)ની પરીક્ષાઓ પૂર્ણ થયાને 45 દિવસથી વધુનો સમય વીતી ગયો હોવા છતાં પરિણામના કોઇ ઠેકાણા નથી. આ વિલંબ પાછળનું મુખ્ય કારણ પ્રોફેસરો દ્વારા પેપર તપાસવાનો ઇનકાર છે. પ્રોફેસરોની જીદ અને તંત્રની લાચારી મળતી માહિતી પ્રમાણે સેલ્ફ ફાયનાન્સ કોલેજોની આન્સર સીટ ચકાસવા બાબતે પ્રોફેસરોએ નકારાત્મક વલણ અપનાવ્યુ છે. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે પણ એ સ્વીકાર્યુ છે કે મોટી સંખ્યામાં પેપર તપાસ્યા વગર પરત આવ્યા છે. પ્રોફેસરોની આ મનમાનીને કારણે હજારો વિદ્યાર્થીઓના શૈક્ષણિક વર્ષ અને કારકિર્દી પર જોખમ ઊભું થયું છે. સેમેસ્ટર-5 એ અંતિમ વર્ષનું મહત્વનું પડાવ હોવાથી વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કડક કાર્યવાહીના સંકેત આ મામલે યુનિવર્સિટી વહીવટી તંત્ર હવે હરકતમાં આવ્યું છે. પેપર તપાસવાનો ઈનકાર કરનારા અને આન્સર સીટ પરત મોકલનારા તમામ પ્રોફેસરો પાસે સત્તાવાર ખુલાસો માંગવામાં આવ્યો છે. જો સમયસર આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે, તો વિદ્યાર્થીઓના પરિણામમાં હજુ મોટો વિલંબ થઈ શકે છે. આ પણ વાંચોઃ Ahmedabad News: DyCM હર્ષ સંઘવીનું મિશન ઓલિમ્પિક્સને લઇ નિવેદન,ગુજરાત આંતરરાષ્ટ્રીય રમતોની મેજબાની માટે તૈયાર

Read Full Story arrow_forward
Surat News: ઉતરાયણ પહેલા ચાઈનીઝ દોરીના જથ્થા સાથે એકની ધરપકડ
calendar_today January 9, 2026

Surat News: ઉતરાયણ પહેલા ચાઈનીઝ દોરીના જથ્થા સાથે એકની ધરપકડ

સુરત શહેરમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કારણે સર્જાતી ઘાતક ઘટનાઓને રોકવા માટે પોલીસ કમિશનરના જાહેરનામાની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે. ડિંડોલી પોલીસ મથકની ટીમ દ્વારા મળેલી બાતમીના આધારે રેડ કરવાાં આવી હતી. આ રેડ દરમિયાન પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના રીલ સાથે એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે.ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી ઘટના મળતી માહિતી અનુસાર, સુરત શહેરમાં ડિંડોલી પોલીસને બાતમી મળી હતી કે, એક શખ્સ ગુપ્ત રીતે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને મનીષ લોહાર નામના શખ્સને ઝડપી લીધો હતો. પોલીસ તપાસ દરમિયાન તેની પાસેથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના 16 નંગ રીલ મળી આવ્યા હતા. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ચાઈનીઝ દોરી પક્ષીઓ અને નિર્દોષ વાહનચાલકો માટે જીવલેણ સાબિત થતી હોવાથી હાઈકોર્ટ અને રાજ્ય સરકાર દ્વારા તેના પર સખત પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ડિંડોલી પોલીસે પ્રતિબંધિત દોરીનો જથ્થો જપ્ત કરી આરોપી મનીષ લોહાર વિરૂદ્ધ જાહેરનામાના ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત પોલીસ દ્વારા અન્ય વેપારીઓને પણ અપીલ કરવામાં આવી છે કે, આવી જીવલેણ દોરીનું વેચાણ ન કરે, અન્યથા કડક જેલવાસ ભોગવવો પડી શકે છે.આ પણ વાંચો - Surat News: હવે AI લેશે ડ્રાઇવિંગ ટેસ્ટ, જાણો ક્યારથી શરૂ થશે નવી સિસ્ટમ?

Read Full Story arrow_forward