android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Weather News : ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી, જાણો કયા શહેરમાં કેટલા ડિગ્રી તાપમાન નોંધાયું...
calendar_today January 9, 2026

Weather News : ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી, જાણો કયા શહેરમાં કેટલા ડિગ્રી તાપમાન નોંધાયું...

સમગ્ર ગુજરાતમાં અત્યારે કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને કચ્છનું નલિયા સીઝનનું સૌથી ઠંડું શહેર નોંધાયું છે, જ્યાં લઘુતમ તાપમાન ઘટીને 4.8 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. નલિયાના તાપમાનમાં છેલ્લા 24 કલાકમાં 4 થી 5 ડિગ્રીનો મોટો ઘટાડો જોવા મળ્યો છે, જેને કારણે વહેલી સવારે અને મોડી રાત્રે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે. લોકો ઠંડીથી બચવા માટે તાપણાં અને ગરમ વસ્ત્રોનો સહારો લઈ રહ્યા છે.રાજ્યમાં શીતલહેરનો પ્રકોપ માત્ર નલિયા જ નહીં, પરંતુ રાજ્યના અન્ય મોટા શહેરોમાં પણ ઠંડીનો જોરદાર પ્રભાવ જોવા મળી રહ્યો છે. અમરેલીમાં 8.6 ડિગ્રી અને રાજકોટમાં 9.4 ડિગ્રી તાપમાન નોંધાતા સૌરાષ્ટ્રમાં ધ્રુજારી વ્યાપી ગઈ છે. બીજી તરફ ગાંધીનગરમાં 10.08 ડિગ્રી, ડીસામાં 10.1 ડિગ્રી અને અમદાવાદમાં 11.7 ડિગ્રી તાપમાન રહેતા મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ હાડ થીજવતી ઠંડી અનુભવાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનું જોર વધી શકે તેવી શક્યતા છે. આ પણ વાંચો : Rajkot News : ધોરાજીમાં ભૂકંપના ઉપરાઉપરી 8 આંચકા, ફફડાટ વચ્ચે ખાનગી શાળાઓમાં રજા જાહેર

Read Full Story arrow_forward
Rajkot News : ધોરાજીમાં ભૂકંપના ઉપરાઉપરી 8 આંચકા, ફફડાટ વચ્ચે ખાનગી શાળાઓમાં રજા જાહેર
calendar_today January 9, 2026

Rajkot News : ધોરાજીમાં ભૂકંપના ઉપરાઉપરી 8 આંચકા, ફફડાટ વચ્ચે ખાનગી શાળાઓમાં રજા જાહેર

રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં છેલ્લા કેટલાક કલાકોથી સતત ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે. ગઈકાલે રાત્રે 8:44 વાગ્યાથી શરૂ થયેલો આ સિલસિલો આજે સવાર સુધી જારી રહ્યો હતો, જેમાં અત્યાર સુધીમાં કુલ 8 જેટલા આંચકાઓ નોંધાયા છે. ખાસ કરીને વહેલી સવારે 6:19 કલાકે 3.8ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો, ત્યારબાદ 2.7 થી 3.2 ની તીવ્રતાના સતત આંચકાઓએ લોકોને ઘરની બહાર નીકળવા મજબૂર કરી દીધા હતા. આ અવિરત કંપનને કારણે સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે.ધોરાજી થરથ ભૂકંપના આ આંચકાઓને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ધોરાજીની તમામ ખાનગી શાળાઓમાં તાત્કાલિક અસરથી રજા જાહેર કરી દેવામાં આવી છે. વારંવાર આવતા આંચકાઓને કારણે વાલીઓમાં પણ ચિંતા જોવા મળી હતી, જેના પગલે શાળા સંચાલકોએ સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લીધો છે. સવારે 8:34 કલાકે પણ વધુ એક આંચકો અનુભવાતા લોકો હજુ પણ ભયના ઓથાર હેઠળ છે. હાલમાં તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે. આ પણ વાંચો : Gandhinagar માં ટાઈફોઈડનો કહેર, કુલ આંકડો 167 પર પહોંચ્યો, વધુ 14 નવા કેસ નોંધાતા ફફડાટ

Read Full Story arrow_forward
મહર્ષિ ભારદ્વાજ જયંતીની પ્રયાગરાજમાં દિવ્ય ઉજવણી
calendar_today January 9, 2026

મહર્ષિ ભારદ્વાજ જયંતીની પ્રયાગરાજમાં દિવ્ય ઉજવણી

આ દ્વિ-ઉત્સવે શહેરની પ્રાચીન આધ્યાત્મિક ધરોહર, સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરા અને ભારતીય સભ્યતામાં તેના અવિસ્મરણીય મહત્વને ઉજાગર કર્યું. 

Read Full Story arrow_forward