android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Panchmahal Road Accident: ગોધરા-અમદાવાદ હાઈવે પર બે ટ્રક વચ્ચે ટક્કર બાદ ભીષણ આગ, એક જીવતો ભૂંજાયો
calendar_today January 9, 2026

Panchmahal Road Accident: ગોધરા-અમદાવાદ હાઈવે પર બે ટ્રક વચ્ચે ટક્કર બાદ ભીષણ આગ, એક જીવતો ભૂંજાયો

પંચમહાલ જિલ્લામાં ગોધરા-અમદાવાદ હાઈવે પર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સામલી ગામ પાસે બે ટ્રકો વચ્ચે થયેલી જોરદાર ટક્કર બાદ એક ટ્રકમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં ટ્રક ચાલકનું કેબિનમાં જ સળગી જવાથી કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓનો આબાદ બચાવ થયો છે.કેવી રીતે સર્જાયો અકસ્માત? ઘટનાની મળતી માહિતી અનુસાર, અમદાવાદ હાઈવે પર સામલી ગામ નજીક ટાઇલ્સ ભરીને જતી એક ટ્રક અને ડેરી પ્રોડક્ટ્સ ભરેલી ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો પ્રચંડ હતો કે, એક ટ્રક બેકાબૂ બની રોડ સાઈડમાં આવેલા વીજ થાંભલા સાથે અથડાઈ હતી. વીજ થાંભલા સાથે અથડાતા ટ્રક બની આગનો ગોળો ટ્રક વીજ થાંભલા સાથે અથડાતા શોર્ટ સર્કિટ અથવા ઘર્ષણને કારણે ટ્રકમાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. કમનસીબે, ટ્રકનો ડ્રાઈવર કેબિનમાં જ ફસાઈ ગયો હતો અને બહાર નીકળે તે પહેલા જ આગમાં જીવતો સળગી ગયો હતો. આ અકસ્માતમાં અન્ય બે લોકો સમયસૂચકતા વાપરીને બહાર નીકળી જવામાં સફળ રહ્યા હતા, જેથી તેમનો જીવ બચી ગયો છે. ફાયર ફાઈટર્સે આગ પર મેળવ્યો કાબુ આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક ગોધરા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઈટરની ટીમે ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં આખી ટ્રક બળીને ખાખ થઈ ગઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતને પગલે હાઈવે પર થોડો સમય ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. આ પણ વાંચો - Godhara: પરવડી બાયપાસ પર કાળમુખો ટ્રક બે મકાનોમાં ઘૂસ્યો, દિવાલો ધરાશાયી થતા મોટું નુકસાન

Read Full Story arrow_forward
Surat માં રોંગમાં આવતા બાઈકને કારણે અકસ્માત!, સીટી બસ નીચે કચડાતા 29 વર્ષીય યુવાનનું કરુણ મોત
calendar_today January 9, 2026

Surat માં રોંગમાં આવતા બાઈકને કારણે અકસ્માત!, સીટી બસ નીચે કચડાતા 29 વર્ષીય યુવાનનું કરુણ મોત

સુરતના કતારગામ વિસ્તારમાં રોંગ સાઈડમાં વાહન ચલાવવાની લાયમાં એક ૨૯ વર્ષીય આશાસ્પદ યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હીરાના વ્યવસાય સાથે સંકળાયેલો યુવાન પોતાનું બાઈક લઈને રોંગ સાઈડમાં આવી રહ્યો હતો, ત્યારે અચાનક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા બાઈક સ્લિપ થઈ ગયું હતું. આ દરમિયાન બાજુમાંથી પસાર થઈ રહેલી સીટી બસના પાછળના ટાયર નીચે યુવાન આવી જતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જે જોઈને કોઈપણ ધ્રૂજી ઉઠે તેમ છે.બસનું ટાયર ફરી વળ્યું... મૃતક યુવાનની ઓળખ હીરાના કારખાનેદાર તરીકે થઈ છે. અકસ્માત એટલો ભયાનક હતો કે યુવાનને હોસ્પિટલ પહોંચાડવાનો પણ સમય મળ્યો ન હતો. આ ઘટનાને પગલે કતારગામ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન અને રોંગ સાઈડમાં વાહન હંકારવું કેટલું જોખમી હોઈ શકે છે, તે આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે. યુવાનના અકાળે અવસાનથી તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ પણ વાંચો : Surat મનપાની ગંભીર બેદરકારી પર CMની લાલ આંખ, ગટર અને પીવાની પાણીની લાઈન જોડે નાખતા મચ્યો હોબાળો

Read Full Story arrow_forward
Surat News : માંગરોળમાં સ્કૂલ બસ ચાલકની ઘોર બેદરકારી, વિદ્યાર્થીઓને મધદરિયે મૂકી ડ્રાઈવર બસમાંથી કૂદી પડ્યો
calendar_today January 9, 2026

Surat News : માંગરોળમાં સ્કૂલ બસ ચાલકની ઘોર બેદરકારી, વિદ્યાર્થીઓને મધદરિયે મૂકી ડ્રાઈવર બસમાંથી કૂદી પડ્યો

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોટી નરોલી પાસે ધનવંતરી શાળાના બસ ચાલકની ભારે બેદરકારી સામે આવતા વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ બસ હાઈવે પરના એક ટેકરા પર ચઢી ગઈ હતી. અચાનક બસ રિવર્સ આવવા લાગતા ચાલક ગભરાઈ ગયો હતો અને બસમાં બેઠેલા નિર્દોષ વિદ્યાર્થીઓને સુરક્ષિત કરવાને બદલે તે પોતે ચાલુ બસમાંથી કૂદીને ભાગી છૂટ્યો હતો. બસમાં ફસાયેલા માસૂમ બાળકોના જીવ તાળવે ચોંટ્યા હતા, જોકે સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી અને બાળકોનો આબાદ બચાવ થયો છે.વાલીઓ લાલઘૂમ આ ઘટના બાદ વાલીઓનો રોષ બેવડાયો હતો કારણ કે અકસ્માતની જાણ કરવા છતાં શાળા મેનેજમેન્ટ તરફથી કોઈ પણ વ્યક્તિ ઘટનાસ્થળે પહોંચી ન હતી. વાલીઓએ આક્ષેપ કર્યો છે કે શાળા તંત્ર બાળકોની સુરક્ષાને લઈને બિલકુલ ગંભીર નથી. રસ્તા પર બસ રિવર્સ આવવાની અને ડ્રાઈવરના ફરાર થઈ જવાની આ ઘટનાએ ખાનગી શાળાઓમાં ટ્રાન્સપોર્ટેશનની સુરક્ષા સામે અનેક સવાલો ઉભા કર્યા છે. હાલમાં વાલીઓ દ્વારા આ મામલે જવાબદાર ચાલક અને શાળા સામે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી રહી છે. આ પણ વાંચો : Surat માં રોંગમાં આવતા બાઈકને કારણે અકસ્માત!, સીટી બસ નીચે કચડાતા 29 વર્ષીય યુવાનનું કરુણ મોત

Read Full Story arrow_forward