android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News : રાજકોટમાં આ જગ્યાની પાણીપુરી ખાધી તો પડી શકો છો બીમાર, મનપાની ટીમે 72 કિલો અખાદ્ય અને વાસી ખોરાકનો નાશ કર્યો
calendar_today January 9, 2026

Rajkot News : રાજકોટમાં આ જગ્યાની પાણીપુરી ખાધી તો પડી શકો છો બીમાર, મનપાની ટીમે 72 કિલો અખાદ્ય અને વાસી ખોરાકનો નાશ કર્યો

રાજકોટ આરોગ્ય વિભાગે 72 કિલો અખાદ્ય અને વાસી ખોરાકનો નાશ કર્યો હતો અને વાસી પાણી, બટેકાનો માવો, વાસી ડુંગળીનો નાશ કરવામાં આવ્યો હતો પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે મનપાની ઝુંબેશ સામે આવી છે અને 10 ધંધાર્થીઓને ફૂડ લાયસન્સ અંતર્ગત નોટિસ ફટકારી હતી.40 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધરાયું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સતત બીજા દિવસે પાણીપુરીના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ અને પાણીપુરીની લારીઓ પર જઈને આ ચેકિંગ કરવામાં આવ્યું હતુ, જે પાણીપુરીની લારીએ વાસી બટાકા અને ખરાબ પાણી હોય તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો તો 40 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધરી 72 કિલો અખાદ્ય અને વાસી ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો, પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે મનપાના ફૂડ વિભાગે ઝુંબેશ હાથ ધરી છે. 10 ધંધાર્થીઓને ફૂડ લાયસન્સ અંતર્ગત નોટીસ ફટકારી રાજકોટ મનપા દ્વારા પીવાના પાણીના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા અને વાસી બટાકા અને પાણીના સેમ્પલ લઈ તેને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે, જેમાં10 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ તેમજકુલ મળી અંદાજિત72 કિ.ગ્રા/લિટરવાસી અખાદ્ય ચીજોનો સ્થળપર નાશ કરવામાં આવેલ હતો. આ પણ વાંચો : Weather News : ગુજરાતમાં કડકડતી ઠંડી પડતા શહેરીજનો ઠુઠવાયા, 15 થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો પવન 

Read Full Story arrow_forward
Gir Somnath News : સોમનાથ મહાદેવ મંદિર અને પરિસર રોશનીથી ઝળહળ્યું, PM નરેન્દ્ર મોદીના રોડ શોના રૂટ પર પણ રોશનીનો ઝળહળાટ
calendar_today January 9, 2026

Gir Somnath News : સોમનાથ મહાદેવ મંદિર અને પરિસર રોશનીથી ઝળહળ્યું, PM નરેન્દ્ર મોદીના રોડ શોના રૂટ પર પણ રોશનીનો ઝળહળાટ

સોમનાથ સ્વાભિમાન પર્વની ઉલ્લાસમય ઉજવણીનો શુભારંભ કરવામાં આવ્યો છે, સોમનાથ મહાદેવ મંદિર અને પરિસર સહિત સમગ્ર પ્રભાસ તીર્થ રોશનીથી ઝળહળી ઉઠ્યું છે અને રંગબેરંગી કલાત્મક લાઈટો સોમનાથનો મુખ્ય માર્ગ સજવાયો છે, ત્રણ દિવસીય સ્વાભિમાન પર્વની સંધ્યાએ સોમનાથ ધામ દિવ્યતાથી ઝળહળ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાશે શૌર્ય યાત્રા અને શૌર્ય સભા. સોમનાથ સ્વાભિમાન પર્વ અન્વયે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે 9 જાન્યુઆરીના રોજ રાજભા ગઢવી, કીર્તિ સાગઠીયા અને હાર્દિક દવે તથા 10 જાન્યુઆરીના રોજ હંસરાજ રઘુવંશી, બ્રીજરાજ ગઢવી અને મયુર દવે સહિતના કલાકારોના કાર્યક્રમ યોજાનાર છે. ત્યારે આ કાર્યક્રમો નિહાળવા પધારવા સોમનાથ દર્શનાર્થે આવેલા ભાવિકો અને સોમનાથ વાસીઓને ગીર-સોમનાથ વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. મહાદેવ મંદિર પરિસરમાં ભવ્યાતિભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી ડૉ. પ્રદ્યુમન વાજા અને કૌશિક વેકરિયાસહિતના મહાનુભાવો જોડાયા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો કિર્તીદાન ગઢવી, જીગરદાન ગઢવી અનેઉમેશ બારોટે સોમનાથ મહાદેવની આરાધના અને ભજનો સાથે આપણી સંસ્કૃતિ, ધરોહર અને સનાતન ધર્મને સંગીતના સૂરોના તાંતણે બાંધી અહોભાવ સાથે શિવ ભક્તિમાં તરબોળ કરતા ગીતોની રમઝટ બોલાવી હતી. ઉપસ્થિત પ્રેક્ષકો મંત્રમુગ્ધ બની શિવ ભક્તિમાં લીન બન્યા હતા અને સંગીતમાં ઝૂમ્યા હતા પ્રેક્ષકોએ પણ આત્મીયતાથી આ કાર્યક્રમ સાથે જોડાઈ શિવ ભક્તિના અનેક ગીતોની સાથે તાળીઓ સાથે કલાકારોના સૂરમાં સૂર પુરાવ્યો હતો. સાંઈરામ દવેએ સાહિત્યની પ્રસ્તુતિ સાથે સોમનાથ મહાદેવની સ્થાપના, વિદેશી આક્રમણો અને આપણા યોદ્ધાઓ તથા આજે પણ અડીખમ આ સોમનાથ મંદિર તથા આપણા ઐતિહાસિક ધરોહર વિશે વાત કરી હતી. કર્ણપ્રિય ગીત સંગીત, રોશનીથી દીપી ઊઠેલું મંદિર પરિસર અને નીરખી નિરખીને પણ મન ન ભરાય એવું અલૌકિક સોમનાથ જ્યોર્તિલિંગનું દેવાલય, આ ત્રિવેણી સંગમથી જાણે દિવ્ય વાતાવરણનું સર્જન થયું હતું. કલાકારોએ શિવ ભક્તિના ગીતોની સાથે ગરબાની પણ રમઝટ બોલાવી હતી. આ પણ વાંચો : Rajkot News : રાજકોટમાં આ જગ્યાની પાણીપુરી ખાધી તો પડી શકો છો બીમાર, મનપાની ટીમે 72 કિલો અખાદ્ય અને વાસી ખોરાકનો નાશ કર્યો 

Read Full Story arrow_forward
Mehsana News : મહેસાણામાં 300થી વધુ સોસાયટીના સ્થાનિકોએ ડ્રેનેજ લાઈનનો કર્યો વિરોધ, થાળી-વેલણ સાથે તંત્રને જગાડવા મહિલાઓ રોડ પર ઉતરી
calendar_today January 9, 2026

Mehsana News : મહેસાણામાં 300થી વધુ સોસાયટીના સ્થાનિકોએ ડ્રેનેજ લાઈનનો કર્યો વિરોધ, થાળી-વેલણ સાથે તંત્રને જગાડવા મહિલાઓ રોડ પર ઉતરી

મહેસાણામાં ડ્રેનેજ લાઈનને લઈ મહિલાઓએ થાળી-વેલણ વગાડીને તંત્ર સામે રોષ દર્શાવ્યો હતો, પાણીના સંપ પાસે ગટર લાઈનનો કરાયો વિરોધ અને સંપ અને બે ટ્યુબવેલની નજીક ગટર લાઈનનો વિરોધ કરવામાં આવ્યો હતો, દૂષિત પાણીના ત્રાસથી રહીશો રસ્તા પર ઉતર્યા અને પાલિકા કમિશનરને રજૂઆત છતા કોઈ કામગીરી નહીં થતો હોવાનો આક્ષેપ મહિલાઓએ કર્યો હતો.મહેસાણામાં પીવાના પાણીના સંપ પાસે ગટર લાઈનનો વિરોધ મહેસાણામાં પીવાના પાણીના સંપ પાસે ગટર લાઈન હોવાથી પાણી દૂષિત આવે છે તેવો આક્ષેપ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો હતો, મહિલાઓનું કહેવું છે કે, આ મામલે અવાર-નવાર અધિકારીઓને રજૂઆત કરી છે તેમ છત્તા નિરાકરણ આવતું નહી હોવાનો આક્ષેપ મહિલાઓ કરી રહી છે, સધી માતાના મંદિર પાસે ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન બનાવવા સામે સ્થાનિકોનો હોબાળો હતો, તો તંત્રનું કહેવું છે કે, દૂષિત પાણી નહી આવે તેના માટે પાઈપલાઈનમાં પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પીવાના પાણીના સંપ અને બે ટ્યુબવેલની તદ્દન નજીક ગટર લાઈન નાખતા વિરોધ ગટરનું દૂષિત પાણી પીવાના પાણીમાં ભળવાની ભીતિ સેવાઈ રહી છે અને હજારો લોકોના સ્વાસ્થ્ય પર જોખમ તોળાઈ રહ્યું છે, 300થી વધુ સોસાયટીના રહીશોએ થાળી-વેલણ વગાડી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો, વોટર સપ્લાય બોર્ડના નિવૃત્ત ડેપ્યુટી એન્જિનિયરે પણ ટેકનિકલ કારણો સાથે વિરોધ નોંધાવ્યો હતા અને પાલિકા કમિશનરને રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતા આંદોલન વધુ ઉગ્ર બન્યું છે, ગાંધીનગર લિંક રોડ પર સ્થાનિકોએ એકત્ર થઈ તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.આ પણ વાંચો : Gir Somnath News : સોમનાથ મહાદેવ મંદિર અને પરિસર રોશનીથી ઝળહળ્યું, PM નરેન્દ્ર મોદીના રોડ શોના રૂટ પર પણ રોશનીનો ઝળહળાટ

Read Full Story arrow_forward