Padra:શિરડી ખાતે સાંઇબાબા મંદિરે ભક્તિપૂર્વક ધ્વજા અર્પણ કરાઇ
પાદરા શ્રી સાંઈ સેવા સમિતિ ટ્રસ્ટ, સ્ટેશન રોડ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પાદરા થી શિરડી પગપાળા સંઘનું આયોજન કરાયું હતું. સંઘના પ્રસ્થાન પૂર્વે પાદરા નગરમાં ભવ્ય પાલખી શોભાયાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ભાગ લઈને ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો. સ્ટેશન રોડ સ્થિત સાંઈબાબાના મંદિરેથી સાંઈબાબાની પાલખી, ધજાઓ તથા પદયાત્રીઓના સંઘ સાથે પાદરાના મુખ્ય માર્ગો પરથી પાલખી શોભાયાત્રા નીકળી હતી. ત્યારે 15 દિવસની પદયાત્રા પૂર્ણ કરીને તા.7 જાન્યુ.-26ના રોજ શિરડી ખાતે વાજતે ગાજતે શોભાયાત્રા સાથે પાલખી યાત્રા સાથે નિજ મંદિરે પહોચી ધ્વજા ચઢાવાઇ હતી. આ પ્રસંગે પાદરાના અગ્રણી ઉદ્યોગપતિ હિતેશ પટેલ (મારૂતિ સિરામિક), પાદરા નગરપાલિકાના સદસ્ય સુભાષ પટેલ, કૌશિક દરજી સહિત શ્રી સાંઈ સેવા સમિતિના કાર્યકરો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ પવિત્ર યાત્રામાં આ વર્ષે 50થી વધુ ભક્તોએ પગપાળા સંઘમાં જોડાઈ ઉમંગ અને શ્રદ્ધા સાથે ભાગ લીધો હતો. દરમિયાન પાદરાથી કેટલાક સાઈ ભક્તો શિરડી પહોચ્યા હતા અને દર્શન નો લાભ લીધો હતો. અને શિરડી ખાતે ધ્વજા ની શોભાયાત્રા માં જોડાયા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward