android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara:ઓસલામ ગામ પાસે અકસ્માતમાં નિવૃત્ત તલાટીના પત્નીનું મોત થયું
calendar_today January 8, 2026

Vadodara:ઓસલામ ગામ પાસે અકસ્માતમાં નિવૃત્ત તલાટીના પત્નીનું મોત થયું

કરજણ તાલુકાના ને.હા.48 પર ઓસલામ ગામના કટ ઉપર રોડ ક્રોસ કરી રહેલા દંપતી મોટર સાઈકલ સવારને પૂરઝડપે આવી રહેલ વેગનઆર ગાડીના ચાલકે અડફેટે લેતાં જીવલેણ ઇજાઓને પગલે પત્નીનું ઘટના સ્થળે મોત નિપજયાનું સૂત્રો જણાવે છે.મળતી માહિતી અનુસાર, ઓસલામ ગામે રહેતા નિવૃત્ત તલાટી કમમંત્રી ભાઈલાલભાઈ ચૌહાણ અને તેમના પત્ની સવિતાબેન ગત તા.7 ના રોજ બપોર બાદ વડોદરા ખાતે રહેતા તેમના પુત્રના ઘરે જવા માટે મોટર સાઈકલ નં. GJ 06 MA 9186 લઈને નીકળ્યા હતાં. ત્યારે કરજણ ને.હા.48 પર ઓસલામ ગામ ઉપરની કટ પાસેથી રોડ ક્રોસ કરી રહ્યા હતાં. તે દરમિયાન પુરઝડપે બેફ્કિરાઈથી આવી રહેલા વેગનઆર ગાડી ચાલકે ભાઈલાલભાઈની મોટર સાઇકલને ટક્કર મારી અડફેટે લીધા હતાં. જેથી મોટર સાઈકલ દંપતી સવાર રોડ ઉપર પટકાતાં ભાઈલાલભાઈને પગમાં ગંભીર ઇજા થઈ હતી. જ્યારે તેમના પત્ની સવિતાબેન ભાઈલાલભાઈ ચૌહાણને માથાના ભાગે જીવલેણ ઇજા થતાં સ્થળ ઉપર કરૂણ મોત નીપજ્યું હતું. પોલીસે મરણ જનારના પુત્રની ફરિયાદ લઈ ફરાર વેગન આર ગાડી નં. GJ 19 M 2717ના અજાણ્યા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Padra:ગાયત્રી પરિવારની ભવ્ય પોથીયાત્રા અને શોભાયાત્રા યોજાઇ
calendar_today January 8, 2026

Padra:ગાયત્રી પરિવારની ભવ્ય પોથીયાત્રા અને શોભાયાત્રા યોજાઇ

પાદરા સ્થિત ગાયત્રી શક્તિ પીઠ મંદિર દ્વારા શ્રીમદ્ પ્રજ્ઞા પુરાણ કથાનું ભવ્ય આયોજન કરાયું છે. જેના ઉપલક્ષમાં પાદરા ખાતે પોથીયાત્રા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. અને ત્યારબાદ કથાનો વિધિવત શુભારંભ કરાયો હતો. મંદિર ખાતે પાંચ દિવસીય શ્રીમદ્ પ્રજ્ઞા પુરાણ કથા યોજાઈ રહી છે. હરિદ્વાર સ્થિત શાંતિકુંજ ખાતે અખંડ જ્યોતિને 100 વર્ષ પૂર્ણ થવા, વંદનીય માતાજીના અવતરણના 100 વર્ષ તેમજ પૂજ્ય ગુરુદેવની સાધનાને 100 વર્ષ પૂર્ણ થવા જેવા ત્રિવેણી સંગમના મહોત્સવની ઉજવણી પૂર્વે, અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારની પ્રેરણાથી પાદરા ગાયત્રી શક્તિ પીઠ ખાતે આ કથાનું આયોજન કરાયું છે.આ પાંચ દિવસ દરમિયાન વિવિધ પ્રસંગો સાથે કથાકાર પ્રજ્ઞા પુત્રી પૂ. મીનાક્ષીબેન કાબરિયા દ્વારા ભક્તોને કથારસનું રસપાન કરાવાશે. કથાના ઉપલક્ષમાં પાદરા સ્ટેશન રોડ પર બાબુભાઈ પટેલના નિવાસસ્થાનેથી ભવ્ય પોથીયાત્રા નીકળી હતી. જે નગરના મુખ્ય રાજમાર્ગો પરથી પસાર થઈ હતી. આ શોભાયાત્રામાં મુખ્ય યજમાન વડુ મંદિરના વિપુલચંદ્ર મહંતના પરિવારજનો સાથે ગાયત્રી શક્તિ પીઠ મંદિરના મુખ્ય ટ્રસ્ટી જીગ્નેશભાઈ ચોક્સી તેમજ હર્ષદબાપા, જીગર પંડયા ઉપસ્થિત રહ્યા હતા. શોભાયાત્રામાં કુંવારિકાઓ દ્વારા જવારા, કલશ તથા પોથી સાથે બહેનો જોડાઈ હતી. વિવિધ દેવી-દેવતાઓના વેશભૂષા સાથે બાળકો દ્વારા શોભાયાત્રાને વિશેષ આકર્ષણ બનાવ્યું હતું. શોભાયાત્રા અંતે ગાયત્રી મંદિર ખાતે સંપન્ન થઈ હતી, જ્યાં બપોર બાદ મહંત વિપુલચંદ્ર, જીગ્નેશ ચોકસી સહીત ના ટ્રસ્ટીઓએ દીપ પ્રગટાવી કથાનો વિધિવત શુભારંભ કરાયો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Chhotaudaypur:ઝોળી મુક્ત ગામ અભિયાન અંતર્ગત છોટીઉમેર-ખેંદા ગામમાં સ્ટ્રેચર વિતરણ
calendar_today January 8, 2026

Chhotaudaypur:ઝોળી મુક્ત ગામ અભિયાન અંતર્ગત છોટીઉમેર-ખેંદા ગામમાં સ્ટ્રેચર વિતરણ

સબસેન્ટર વાડિયા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધરસીમેલ દ્વારા તા.7-1-26 માતૃત્વને સુરક્ષિત બનાવવાના મજબૂત સંકલ્પ સાથે આરોગ્ય ક્ષેત્રે એક પ્રશંસનીય અને માનવતાભર્યું પગલું ભરાયું હતું. રસ્તાની વિકટ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા છોટી ઉમેર અને ખેંદા ગામોમાં ઝોળી મુક્ત ગામ અભિયાન અંતર્ગત સ્ટ્રેચરનું વિતરણ કરાયું હતું. જેનાથી સગર્ભા બહેનો માટે સુરક્ષિત પરિવહન શક્ય બન્યું છે. માત્ર સાધન પૂરું પાડવું પૂરતું નથી એ ભાવનાથી, ગ્રામજનો અને યુવાનોને લાઈવ ડેમોન્સ્ટ્રેશન સાથે સ્ટ્રેચરનો યોગ્ય અને સલામત ઉપયોગ કેવી રીતે કરવો તેની પ્રાયોગિક તાલીમ અપાઇ હતી.જેમાં સગર્ભા બહેનને સ્ટ્રેચર પર સુરક્ષિત રીતે સુવડાવવાની પદ્ધતિ, ઉબડ-ખાબડ રસ્તા પર સંતુલન જાળવીને લઈ જવાની રીત, કટોકટીના સમયે સમય બગાડયા વગર 108 એમ્બ્યુલન્સ સેવાનો ઉપયોગ કરી સ્ટ્રેચર દ્વારા હોસ્પિટલ સુધી પહોંચવાની ઝડપી પ્રક્રિયા, આ અવસરે ગામના અગ્રણીઓએ એકસ્વરે આ પહેલને વધાવી લેતા જણાવ્યું કે, અત્યાર સુધી મજબૂરીમાં ઝોળીનો સહારો લેવો પડતો હતો, પરંતુ હવે સ્ટ્રેચર મળવાથી અમારી બહેનોની સલામતી સુનિશ્ચિત થઈ છે. અમે સંકલ્પ કરીએ છીએ કે હવે કોઈ પણ સગર્ભાને ઝોળીમાં લઈ જવામાં નહીં આવે. આ અભિયાનની અસરકારકતાનું જીવંત ઉદાહરણ પણ સામે આવ્યું છે. તાજેતરમાં જ એક સગર્ભા બહેનને સ્ટ્રેચર દ્વારા સમયસર હોસ્પિટલ પહોંચાડાતા માતા અને બાળક બંનેની જિંદગી બચાવાઇ હતી. જે આ પહેલની સફ્ળતાનો પુરાવો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward